________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
હાડાની સતીરત્નના સતીત્વની પરીક્ષા કરે ?” “સતીત્વની પરીક્ષા” એ કાંઈ બચ્ચાના ખેલ ન હતા. કોની જનેતાએ શેર સૂંઠ ખાધી હોય કે વીર ક્ષત્રિયાણીની કસોટી કરવા તૈયાર થાય! કટી કરનાર જ કસાઈ જાય. વાતાવરણ ફરીને ગંભીર બન્યું. એ જ સભામાં બાદશાહનો હજીરો શેરખાં નામને સિપાઈ બેઠે હતે. હાડાની પ્રતિભા અને ઈજજત એ સાંખી શકો નહિ. એના મનમાં વલવલાટ શરૂ થયો. જેવી બાદશાહની નજર ફરતી ફરતી શેરખાં પર પડી કે તરત જ એ ગુમાનમૂર્તિ ધ્રુજતે ગાત્રે ખડે થઈ ગયો. “તૈયાર છું, ખાવિંદ!” બધાની આંખો એના પર પડી, ભરી સભામાં આવી હિંમત કરનારનું મોટું જોઈ સૌએ પિતાની દ્રષ્ટિ પાછી ફેરવતાં ફેરવતાં તિરસ્કારનો એકેક કટાક્ષ ફેંકો.
“શેરખાં! હાડાની હોડ યાદ છે ને!” પાદશાહે પૂછયું. “જી હાં, ગરીબનવાઝ! જો હાડાની રાણીનું શિયળ છે માસમાં ખંડિત કરું તો ચાંપરાજ હાડાનું મતક લઉં, અને જે તેમ ન કરી શકે તે તેને બદલે મારું શિર સમર્પણ કરું.”
એ પણ એક જમાનો હતો કે જયાં આવી હેડે થતી. ઊભરાયેલા દરબારનું સ્વરૂપ પલટાયું. બન્ને પક્ષની કબૂલાત પર સહીઓ લેવાઈ. શેરખાએ છ માસ દરમિયાન ગમે ત્યાંથી હાજર થઈ જવું, અને છ માસની મુદત પૂરી ન થાય ત્યાં લગી હાડાએ દિલ્હી ન છોડવું એમ નકકી થયું. જામીનો તથા સાક્ષી છે પણ લેવાઈ. ચાંપરાજ હાડાની શેરખાં સાથેની હેડ ઘટિત તે ન જ હતી, પણ એટલું ખરું હતું કે ચાંપરાજ હાડાએ જેવું લાગ્યું હતું તેવી જ હાડાની પત્ની હાડોહાડ પતિવ્રતથી રંગાયેલી હતી. એનાં નયન જ સતીત્વના પ્રભાવની સાક્ષી પૂરતાં.
શેરખાંએ બીડું ઝડપ્યું અને બુંદીકેટ ગયો પણ ખરો. પરંતુ સોનરાણીનું વૃત્તાંત સાંભળીને તે ઠંડોગાર થઈ ગયે. એણે લોકો પાસેથી સાંભળ્યું કે એ સતીનું નાવણ છાંટવાથી ભૂત-પલિત ભાગે, રેગ મટે એવી જગદંબા છે. તેણે બુંદીકેટામાં રહી બની શકે એટલા બધા પ્રયત્નો બાદશાહના ખરચે અજમાવ્યા, પણ સનરાણીનું ખમીર, તેની સાહસિક શૂરવીરતા, તેની અડોલ વૃત્તિ, વૈર્ય અને હિંમત પાસે શેરખાંની કઈ રીતે કારીગીરી ફાવી નહિ. એની પાસે કુદષ્ટિથી જેનાર બળીને ભરમ થાય એવી વાતો પણ ગામમાંથી સાંભળી. એનું મોઢું સુધાં જેવા પાપે નહિ! કયાંથી પામે? દિવ્યતાનાં દર્શન સહેલાં નથી. એના સતીત્વની હકીકત સાંભળીને પોતાના સાહસ માટે તે પસ્તાયો. વખતના વહેણની સાથે શેરખાં વધુ ને વધુ મૂંઝાવા લાગ્યો.
શકિતથી તો કોઈ રીતે ફાવી શકે તેમ હતું જ નહિ. તેની ચાલાકી પણ કશું કાર્ય કરી શકી નહિ. છેવટે વિચાર્યું કે, કેઈ એવી ચીજ મળી જાય તે ય બસ કે ત્યાં જઈ એ બતાવીને કહી શકાય કે “હું હાડાના નિવાસમાં રહ્યો છું. જુઓ, આ તેની નિશાની.’ પણ ખાલી હાથે પાછો ફરું તે તે આબરૂના કાંકરા થાય અને જાન પણ જાય. ઉપરાંત રજપૂતની મૂછ ઊંચી થાય. આ કપના એને અકળાવી મૂકતી, પણ એ ચીજ મેળવવાનો રસ્તો કર્યો? છેવટે એક માર્ગ સૂઝ.
બંદીકોટામાં એક મહાચતુર અને નામાંકિત વેશ્યા રહેતી હતી. એક તો વેશ્યાની જાત અને વળી સાધન મળે; પછી તો પૂછવું જ શું? શેરખાને એ માર્ગ સૂઝ અને તે મદનસેના વેશ્યાનું શરણું શોધવા ઉપડ. મદનસેના પાસે જઈ આજીજીપૂર્વક પોતાની મહામૂંઝવણની વાત કહીઃ “જે કોઈ પણ રીતે સોનરાણીના ગુપ્ત અવયવનું કેઈ ચિહ્ન તું જાણી લે અથવા ચાંપરાજ હાડાની યાદગીરીની કઈ એકાદ બે વસ્તુ લાવી આપે તે જાણે તેં મને જીવિતદાન આપ્યું અને તેના બદલામાં હું તને ન્યાલ કરી નાખીશ. પછી તારે જિંદગી સુધી આ ધંધે જ નહિ કરવો પડે. હું દિલ્હીના બાદશાહની પડખે બેસનારો છું.
મદનસેનાએ પિતાની બધી શકિત અને ચાલાકી અજમાવીને પણ આ કામ કરી આપવાની ખાતરી આપી. આથી શેરખાને આશ્વાસન મળ્યું અને તેણે વેશ્યાને જોઈતાં, માગ્યા પ્રમાણે બધાં સાધને પૂરાં પાડવા માંડયાં.
વેશ્યા લગભગ આખા શહેરની રહસ્યમય વાતમાં પારંગત જ હોય. રાજખટપટની ઘણીખરી વાતોનું તેને જ્ઞાન હોય, અનેક પ્રકારનાં માણસ પાસેથી જાણવાનું મળવાથી એ બધી વાતે નિપુણ હોય, એ દેખીતું છે. તેમાં પણ મદનસેના તે વળી ભારે ચતુર અને કળાબાજ હતી. સનરાણીના જીવનથી તે બરાબર પરિચિત હતી. એટલે છળકપટ સિવાય ફાવવાને એક માર્ગ ન હતો. એણે વેશ પલટયે, વેશ્યાને બદલે ક્ષત્રિયાણીને સ્વાંગ સજે. જાણે કોઈ દૂર
પ્રવચન અંજન Jain Education International
૯ . www.jainelibrary.org
For Private & Personal Use Only