________________
}પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનસન્ટેજી મહારાજ-જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જે કે સ્ત્રી અને પુરુષના દેહબંધારણ અને પ્રકૃતિમાં રથળ ફેરફારે છે જ, અને એ ફેરફારોને લીધે કાર્યક્ષેત્રમાં પણ અંતર રહે છે, છતાં એ કાર્યક્ષેત્રનું અંતર તે ઊલટું બને જાતિને પરસ્પર સાધક છે. એટલે એ દષ્ટિએ કે ચું નથી, તેમ નીચું પણ નથી. મનુષ્યત્વના, સુશિક્ષણના, સંયમના અને મોક્ષના બનેને સમાન અધિકારે કુદરતી છે જ.
જેટલી વીરતા પુરુષમાં અવકાશ છે તેટલી જ વીરતાને અવકાશ સ્ત્રીઓમાં છે-હવે જોઈએ. તમે મારી આ વાતને પ્રથમ તકે કદાચ હસી કાઢશે. પણ આખરે સૌને એટલું કબૂલ્યા વિના છૂટકે જ નથી કલપનાની પાંખ પહોંચે એટલે દર જઈએ, તે તે કાળથી માંડીને આજ સુધીની માનવજાતિની વહીમાં એવા પ્રસંગે એક અથવા બીજા રૂપે મળી જ આવે છે. આપણે અહીં તે માત્ર મેગલકાળનો ઈતિહાસ લઈએ.
એ તો તમે જાણતા જ હશે કે મેગલ સલ્તનતના સમયે નારી-જીવન જોખમમાં આવી પડ્યું હતું. એમના પર અનેક અત્યાચાર ગુજરતા જોઈને, સંસ્કારી પુરુષવર્ગે તેમને તે આફતથી બચાવી લેવા સારુ સ્ત્રીઓને ગુપ્ત રહેવાની ફરજ પણ પાડી હતી. છતાં ય છેલ્લાં સે વરસમાં સ્ત્રીજીવન જેટલું પામર અને નિર્બળ બની ગયું છે તેટલું ત્યારે નો'તું. કારણ કે શીલ અને સત્યરક્ષાના આદર્શોની ત્યારે જે કિંમત હતી તે આજે રહી નથી. આ દુર્દશા શાથી થઈ એ પ્રસંગ આવે કહીશ. અહીં તે હું એવું એક જ ઐતિહાસિક ચિત્ર ખડું કરવા માગું છું કે જે દ્વારા તમને ખ્યાલ આવે કે, જેમ પુરુષ સ્ત્રીને મદદ આપે છે તે રીતે મુશ્કેલી અને કટેકટીના સમયે સ્ત્રી પણ મદદ આપી શકે છે. પુરુષને આફત અને અધઃપતનથી બચાવી શકે છે અને પુરુષથીયે વધી જાય તેવું કાર્ય કરી શકે છે. જો કે એ ચિત્રમાં નારીજીવનને સ્પર્શતા સર્વ વિષને સમાવેશ નહિ થાય, પણ તે પરથી સ્ત્રીઓની વફાદારી, ટેક પાળવાની અડગ વૃત્તિ, કળામય રચનાત્મક શકિત, ધીરતા, સહૃદયતા અને સહનશીલતા ઇત્યાદિ ઉચ્ચ ગુણે કેટલી હદ સુધી હોઈ શકે છે, એનું તમને સહેજ ભાન થશે, અને એ ભાન જ તમને સ્ત્રીતિ પ્રત્યે એવા સમભાવ તરફ દેરી જશે કે જેથી ઘણા સામાજિક કોયડાઓને ઉકેલ તમે સ્વયં લાવી શકશે.
સોળમા સૈકાની આ વાત છે. તે વખતે હિન્દમાં શહેનશાહ અકબરનું શાસન ચાલતું હતું. એકદા દિલ્હીમાં અનેક રાજા-મહારાજાઓને દરબાર ભરાયો હતો. તે કાળે દિલ્હી હિંદનું પાયતખ્ત ગણાતું. રાજકાજ સંબંધી અનેક કોયડાઓ ઉકેલ્યા પછી જ્ઞાન-ગwત શરૂ થઈ. પ્રસંગ સાધી અકબર બાદશાહે કહ્યું: “અહીં હાજર રહેલા વીરો !
ન કાળની સતીઓના અનેક ઉલ્લેખે મળે છે, પણ આ કાળે કોઈને ઘેર સતી સી હશે કે?” આ પ્રશ્ન સાંભળતાં જ ત્યાં બેઠેલા બધા રાજપૂત ચૂપ થઈ ગયા. નીરવ શાંતિ છવાઈ ગઈ. બાદશાહે એ સ્તબ્ધ વાતાવરણ પર એક વેધક દષ્ટિ ફેંકી. સૌ શૂન્યવત્ બની ગયા હતા. કેણ કહી શકે કે મારે ઘેર પતિવ્રતા નારી છે? કદાચ કહે અને કસોટી થતાં પાછા ફરવું પડે તેના કરતાં મૌન રહેવું શું ? ન કેઈ ઊભું થયું, ન કેઈ બાહ્યું. બાદશાહનું મોટું હવે જરા કડક અને વક્ર બન્યું. જાણે એ બધા રજપૂત પર શરમ છે એમ ન કહેતું હોય! બધા રજપૂતોનાં મોઢાં વીલાં થઈ ગયાં અને સૌ ભેંય તરફ જવા લાગ્યા.
હાડાની હિમ્મત અને હેડ આ વખતે ત્યાં બેઠેલા બુંદીકોટાના રાજવી ચાંપરાજ હાડાથી ન રહેવાયું. ક્ષાત્રતેજથી ઝળહળતે એ વીર ઊભે થયો અને અદબથી કહેવા માંડયું : “જહાંપનાહ! ધરતી તે અમરવેલ છે. જગતમાંથી સતીઓને નિવ"શ નથી થ. હજુયે આર્યાવર્તની વીરાંગનાઓ શિયળત્રતથી સુષ્ટિને અજવાળી રહી છે. આ સેવકને ઘેર જ સતીરત્ન મેજૂદ છે.”
“ સતીની પણ ખરી ખબર તે કસોટી થયા પછી જ પડે. બાકી પોતાની સ્ત્રીને સતી કેણુ ન કરે?” બાદશાહે મિતપૂર્વક ટેણે માર્યો. આટલું સાંભળતાં જ હાડાનું શેણિત ધગયું. એણે ભરસભામાં ચેલેંજ કરીને કહ્યું:
બાદશાહ કહેવાનાં કે કલ્પનાનાં આ વેણ નથી, આ તે વજન લે છે. કસેટી જે રીતે કરવી હોય તે રીતે કરી શકે છે. જે આ હાડાની સ્ત્રી સતી તરીકે સાબિત ન થાય અથવા તે કઈ તેનું શિયળ ખંડિત કરવાની તાકાત ધરાવે તે મારું માથું ફૂલ કરું.”
બાદશાહે મેર દષ્ટિ ફેરવી, અને સૌને ઉદ્દેશીને કહ્યું:- “સાંભળ્યું છે કે ઈનામાં તાકાત કે જે ચાંપરાજ
૪ Jain Education International
For Private & Personal Use Only
જીવન ઝાંખી
www.jainelibrary.org