________________
T
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ આવી સ્થિતિમાં બીજો માણસ હોય તો પિતાને શું કરે? એ વિચારે એને આ પુરુષ પ્રત્યે ભારે સન્માન થયું અને માફી માગવા લાગ્યા -“અરે ! અરે! મેં ભારે ભૂલ કરી. આપના જેવા દેવપુરુષ!” એનું હૃદય પીગળવા લાગ્યું. મહાત્માએ એને બેસાડો, ભોજન કરાવ્યું અને ઉપદેશ આપીને તેને સાચો માર્ગ સમજાવ્યો, ત્યારથી તે ચાર મટી, પશુ મટી માનવ થઈ ગયે; અને એની વેડફાતી શકિત સાચે માગે વપરાવા લાગી. કે ભગીરથ ઉપકાર !
ચોર આવે તો તેને ચોરી કરવા દેવી. પિતાની પાસે હોય તે આપી દેવું અને પછી ઉપદેશ કરે એવું આ દષ્ટાંત પરથી કોઈ અંધ અનુકરણ ૨ કરે! આ દૃષ્ટાંત તે એકનાથ મહાત્માની કેટલી ઉદારતા હતી તે બતાવે છે. આવી ઉદારતા ઉચ્ચ કેટિની ભૂમિકા વિના સંભવી શકે જ નહિ. પ્રબળ વીરતા હોવા છતાં ક્ષમા આપવી; ચેરી કરનારને નજરે જેવા છતાં વૃત્તિને સ્થિર રાખવી; એ હૃદયની પૂર્ણ ઉચ્ચતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
આ દશ્ય સાથે મનુષ્ય પોતાના જીવનવ્યવહારને સમન્વય કરવો જોઈએ. સગા ભાઈને અર્પવાની કે સહાય કરવાની પણ સ્વયં ઈચ્છા નથી થતી, ત્યાં આટલી ભવ્ય આશા તે દૂર જ સમજવી. હજારો લાખે જ્ઞાતિજને સાધન વિના પીડાતા હોવા છતાં અને પોતાની પાસે સાધનની વિપુલતા હોવા છતાં અર્પવાનું મન નથી થતું તેનું બીજું કારણ કશું નથી, માત્ર તીવ્ર આસક્તિ અને અંધ સ્વાર્થવૃત્તિ જ છે. આવી આસકિત અને મૂઢ સ્વાર્થ માણસને ધનપૂજક, સ્વાર્થો ધ, પામર અને અસુર બનાવી મૂકે છે.
આ બે ઐતિહાસિક ઉદાહરણ પરથી તમે એ તો સાફ સમજી શક્યા હશે કે સમર્પણ એ વસ્તુ જ એવી છે કે જે સામાના આત્માને પ્રસન્ન કરે છે, અને સમર્પણને પાત્ર થનારા સુષુત આત્માને ઢઢળી જાગ્રત કરે છે. જે કાર્ય કરેડે ઉપદેશકે ન કરી શકે, તે સાચા સંતના એક વાક્યથી બની શકે.
ગુરુ શેલની ઘટના જેન અંગસૂત્ર “જ્ઞાતા’માં એક ગુરુ-શિષ્ય વચ્ચેની આવા પ્રકારની સચોટ ઘટના છે.
પાંચસો શિષ્યના ગુરુ શૈલક, મૂળે શૈલપુરના મહારાજા છે, પણ શુક નામના જૈનાચાર્યને પ્રબોધ અને પૂર્વ સંસ્કારોના ઉદયને ગે મંડૂક નામના યુવરાજને ગાદી ઍપી પોતાના પાંચ રાજકર્મચારીઓ સાથે એ ત્યાગમાર્ગ સ્વીકારે છે. એમણે સાધનાને માર્ગે જતાં આકરી બાહ્ય તપશ્ચર્યાથી પોતાની કાયા એટલી તે શીર્ણ કરી નાખી છે કે આખરે અસાધ્ય રોગ થાય છે. દેશ- પ્રાંત વિચરતાં એકદા એ જ શૈલકઋષિ પોતાના પૂર્વાશ્રમના શેલકપુર નગરમાં પધારે છે. એમને મંડ્રક સંયચિત આગ્રહ કરીને ઉપચારાર્થે રેકે છે. વૈદ્યકીય સારવાર અને ઉપચારોથી શરીર નીરોગી થઈ જાય છે. પણ આકરી બાહ્ય તપસ્યાના પ્રત્યાઘાતરૂપે સ્વાદલોલુપતાને અંકુર પાંગરે છે. પિતાના જ બધા પૂર્વપરિચિત જનો હાઈને અહીં ખાનપાનની પુષ્કળ સગવડ છે, એટલે અહીંથી ખસવું ગમતું નથી. એક પંથકજી સિવાય સાથેના બીજ ૪૯ શિને ગુરુદેવની આ મનોદશા અનુચિત લાગી. પણ ગુરુ શિષ્યને બધે, શિષ્ય ગુરુને કેમ બધે?” જો કે
રુ રહય તે એ છે કે ગુરુનું ચારિત્ર્ય જ એવું ઉત્કટ હોવું જોઈએ કે શિષ્યને પ્રાધવાનો સમય જ ન આવે. ગુરુ એટલે માર્ગદર્શક, હિતચિંતક, હિતેપદેષ્ટા અને શિષ્ય એટલે ગુરુનો અનન્ય ભકત, ગુરુચરણે સર્વસ્વ અર્પનાર, આજ્ઞાધ રક સેવક. આવા પરસ્પરના ધર્મો જ ઉભયમુખી એક - બીજાની કક્ષા જાળવી રાખે છે. અંતરંગ વિકાસ ચીજ જ એવી છે કે જે ગુરુપદે કે શિષ્યપદે ગમે ત્યાં હોય ત્યાંથી ઝળકીને પરસ્પર પ્રેરક સહેજે બની રહે છે. આખરે એવું બન્યું કે, એવી પરિસ્થિતિમાં અનહદ ધીરજ ધરનારા એક પંથકજી ગુરુસેવામાં રહ્યા; બાકીના ચારસોનવાણું તે રજા મેળવી પિતા પોતાની સાધનાર્થે વિચરી ગયા. પંથકે માન્યું કે મારી ખરી સાધના આ જ છે. જે સેવાક્ષેત્ર મને સ્વાભાવિક મળ્યું છે, તે તજી જવા કરતાં એમાંથી જ સર્વ કાં ન ખેંચવું?
એ પંથક પિતાના ગુરુદેવ શૈલકની અનન્યભાવે સેવા નિયમિતપણે બજાવ્યે જાય છે. આવા લેલુ૫ ગુરુની સેવામાંથી પંથક શું મેળવશે, એવું આપણે તો કદાચ કહી નાખીએ; પણ પંથકને કુદરતી કાયદામાં અવિચળ નિષ્ઠા હતી. “શૈલક જયાંથી વૈરાગ્ય પામ્યા છે, ત્યાંથી જ લોલુપતાની વિરતિ પામશે. આજે જે વેગ છે તે કહેવાથી નહિ શમે, પણ સ્વયં એમને આત્મા જાગશે ત્યારે એ વેગ આપોઆપ બદલાઈ જશે. ધીરજ અને આત્મસમર્પણ એ જ મારો ધર્મ.” આ સવિવેકી ને સમજપૂર્વકના વલણથી જ તે સમભાવ રાખી શકતા.
સેવાને રાહ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only