________________
‘પજ્ય ગુરૂદેવ વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
શિષ્ય ગુરુને જગાડે છે આ રીતે ચાતુમસ પર ચાતુર્માસ વીતતાં જ જાય છે. એકદા કાર્તિક પૂર્ણિમાને અવસર આવે છે. પંથક દિવસ સંબંધી ક્રિયાઓની આચના અને ચાતુર્માસિક કાળ દરમિયાન લાગેલાં બધાં સૂક્ષ્મ સ્થળ પાપના પ્રાયશ્ચિત-પશ્ચાતાપ રૂપ પ્રતિક્રમણુની આજ્ઞા લેવા અને ગુરુદેવના કેઈ અવિનય, અભકિત, અપરાધ થયા હોય તે તેની માફી માગવા ગુરુચરણે મસ્તક નમાવે છે. ગુરુદેવ તે માદક ખાનપાન લીધેલ હોવાથી સંધ્યાટાણે જ ગુલાબી તંદ્રામાં ઘારતા હતા. આ મસ્તકનો સ્પર્શ થતાં જ એમાં ખલેલ પડવાથી એ એકાએક ચકી જાય છે.
અરે ! કોણ છે એ દુષ્ટ પાપી ! મને કેમ જગાડ? એમ કહી ગુરુ તાડૂકે છે.
ભગવદ્ ! એ તો હું આપને પંથક. આજે ચોમાસાના છેલા પ્રતિક્રમણની આજ્ઞા લેવા-વંદન ક્ષમાપના કરવા જતાં મારું મરતક આપના પવિત્ર ચરણે નમાવતાં અડી ગયું અને નિદ્રાભંગ થયે. ક્ષમા કરો, પ્રભુ ! ક્ષમા કરે.”
પંથકના એકેએક વચનમાં જુતા અને નમ્રતા ભારોભાર હતી. આ કાળે આટલું આત્મવિલોપન વિરલા જ જાળવી શકે ! પણ પંથકે જાળવ્યું છે એનું પરિણામ ઉભય પક્ષે વિજ્યમાં આવ્યું.
પંથકની સાધના સિદ્ધ થઈ અને ગુરુદેવનો આત્મા સળવળે. ચરણસ્પર્શથી તો ઘેરતું મન જાગ્યું, પણ આ શબ્દસ્પર્શમાંથી તે અંતરંગ આત્મા જાગ્યો; કારણ કે શબ્દો ન હતા, પાછળ અનંત શકિત હતી.
અહો ! દીક્ષા વખતને શૈલક કયાં અને કયાં આજન? કયાં તપસ્વી શૈલક અને ક્યાં રસલુપ શૈલક? કયાં ઝેરી જંતુ પ્રત્યે પણ ક્ષમા સાધનો શૈલક, અને કયાં એ વિનયમૂર્તિ શિષ્ય સામે તાડૂકનાર શૈલક? કયાં રાત્રિના બળે ત્રણ-ત્રણ પ્રહર ધ્યાનસ્થ રહેનાર શિલક, અને કયાં કાર્તિક પૂર્ણિમાની મહાપાખીના દિવસની પુણ્યસંધ્યાએ ઘેરતો શૈલક? કેટલી શિથિલતા! એને ભારે પસ્તાવો થયે.
એ અતિ વહાલભર્યા શબ્દથી બેલ્યા :
“ અહો! પ્યારા પંથક! તારી ધીરજને ધન્ય છે. આવા ગુરુને પણ આખરે ન તજ, અને ચરણે મસ્તકસ્પર્શના બદલામાં ગુસ્સો દેનારને ય “ભગવન, ક્ષમા કરો!” અહો! શી તારી ઉદારતા ! પંથક ! પંથક! કયાં તારી સદગણાવલિ અને કયાં શૈલકની દષાવલિ! ખરેખર, પંથક! તું એકલો ટકી રહ્યો. મારા પરમોપકારી પંથક ! તું ન હોત તે મારું શું થાત?” એમ પંથક આગળ એમણે અશ્રુધારાથી હૈયું હળવું કર્યું. વૈરાગ્યને પારો પ્રતિક્ષણે ચઢવા લાગ્યા. આત્મીયતાની અપૂર્વ પળે “આ ગુરુ, આ શિષ્ય” એ સ્થળ પડદો ખરી પડે છે. ગુરુએ પ્રમાદને ખંખેરી પ્રભાતે વિહાર કરવાની ભાવના વ્યક્ત કરી.
“ગુરુદેવ! પંથકમાં જે કંઈ છે તે આપની જ પ્રસાદી છે. શિષ્ય એટલે ગુરુની છાયા ! ઉપાસ્યની અનહદ લીધેલી પ્રસાદીમાંથી સ્વલપ ધરવું એ તે યત્કિંચિત બાણ વાળવાની હળવી મનેભાવના છે. પ્રભુ! એ પળ કયારે આવે કે આપનું સમગ્ર જીણું વાળી શકું? નાથ! આશીર્વાદ આપે. આપના નિમિત્તે સંસાર દાવાનળથી આ આત્મા બચે છે, તો અંત સુધી આપના નિર્મળ અવલંબને આરપાર નીકળીને સાચે સેવક અને સમર્પક બની રહે.”
ધન્ય એ પંથકને! ધન્ય એ શેલકને ! આવી અદ્દભુત ક્ષણમાં ગોંસાઈનું વાકય પૂરેપૂરું સફળ થાય છે.
આધીમે આધી ઘડી, આધીમેં પુનિ આધ;
તુલસી સંગત સાધુકી કટે કટિ અપરાધ. હવે તમારી સામે છેલ્લે છેલ્લે એક સમર્પણની સર્વાગમૂર્તિનું ચિત્ર ખડું કરી દઉં.
મહાત્મા મુળદાસ મહાત્મા મુળદાસ તે હવે ઠેઠ ચિત્રપટ સુધી પહોંચ્યા છે. એટલે તમે એ વિષે ઠીકઠીક જાણે છે. છતાં હું મારી દષ્ટિએ ફરીવાર તમને એ ચિત્ર યાદ કરાવીશ.
પ્રવચન અંજન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org