________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
પરોપકારની માનવસુલભ સહાનુભૂતિએ-લાગણીએ એમને લિંગ-જાતિ કે દેશકાળને ભેદ ન જેવા દીધો. પિતે બીજા જ દહાડાની સ્ટીમરમાં સ્વદેશ જવાના હતા. આ સંડોવણીમાં કદાચ બચાશે તો યે કાળક્ષેપ થશે. એવા મૂઢ સ્વાથી ખ્યાલ એ પણ એમને મૂંઝાવા ન દીધા. વ્યાસ ભગવાન ઠીક જ કહે છે :
परोपकारस्तु पुण्याय, पापाय परपीडनम् । મહાશ ! અહીં સુધી તે આપણે જૈન તત્વજ્ઞાનની દષ્ટિએ માગનુસારીની વિચારણા કરી. ત્યાર પછી વિકાસની દષ્ટિએ બીજુ પગલું અર્પણતાનું આવે છે.
ઉપરની નજરે તે પરોપકારની ભૂમિકા અને અર્પણુતાની ભૂમિકામાં લાંબો ફેર જણાતું નથી. ઘણીવાર એવું ય બને કે પરોપકારની લાગણીથી પ્રેરાયેલાનું બલિદાન અર્પણતાથીય વધુ દેખાય. પણ અંતરંગ કક્ષાનો એ બે વચ્ચે મહાભેદ રહ્યો છે. યેષ્ટિ સ્થિર થયા વિના અને વિચારોની પરિપકવતા જામ્યા વિના અર્પણતાની ભૂમિકા પામી શકાતી નથી. અપણુકારનો ભોગ સ્થલ દષ્ટિએ જોતાં ઓછો લાગે તોય સૂમ દષ્ટિએ મહાન અને કાયમી હોય છે એથી એ પિતાના ચિત્તને હરપળે પ્રસન્ન રાખી શકે છે, અને એની અર્પણુતાના પાત્રને પણ પ્રેરી શકે છે. હવે આ બીનાને હું વિવિધ ચિત્રો દ્વારા સ્પષ્ટ કરું.
મહામહોપાધ્યાય શંકરલાલ શાસ્ત્રો મોરબી ગામના પ્રસિદ્ધ પંડિત શંકરલાલ શાસ્ત્રીનું નામ એક વિદ્વાન તરીકે સૌરાષ્ટ્ર અને ઠેઠ ગુજરાત સુધી તે જાણીતું જ હતું, પણ તેમની વધુ વિશેષતા તે તેમના હૃદયની ઉદારતામાં હતી. ઉદાર મનવૃત્તિ પૂર્વસંસ્કારમાંથી સાંપડે છે તે વાત તે ચર્ચવાની ભાગ્યે જ જરૂર હોય.
એકદા એ મહામહોપાધ્યાય શંકરલાલ શાસ્ત્રી પૂજામાં બેઠા હતા, એટલામાં એક બ્રાહ્મણ ભિક્ષુક “લક્ષ્મી પ્રસન્ન નારાયણ હરેકહી લોટ માગવા માટે આવી ઊભા રહ્યા. ઘરમાં કોઈ ન હતું અને શાસ્ત્રીજી તા અંદર પૂજામાં બેઠા હતા. ઘરની ઓસરી પાસેની નીચેની ઢિલી પર સંડાસે જવાનો પિત્તળને લોટ પડેલ હતું. આમતેમ એકાદ બે નજર ફેરવી. એ બ્રાહ્મણ ભિક્ષુકે તકનો લાભ લઈ લોટાને હળવેથી ઊઠાવીને ઝટ ઝેલીમાં મૂકી દીધે ને લેટ લેવા માટે જરા વાર થંભ્યો.
ઓરડામાં એક બાજુમાં પૂજા કરતા શાસ્ત્રીજીની દષ્ટિ અકસ્માત જ સામે ગઈ, અને પેલા લોટાનું દશ્ય દેખાઈ ગયું. પ્રજા પૂર્ણ થઈ અને તે બહાર આવ્યા. હવે માને કે શંકરલાલ શાસ્ત્રીને ઠેકાણે તમે જ છે, તે તે વખતે તમે શું કરો ? તેની બિચારાની કેવી ફજેતી કરે ? પહેલાં તે સાલા, ચેરટા એવી પાંચ પચીશ ગાળો જ કાઢે ને ! અને પછી આખા ગામને ગજાવી મૂકી, એને ફજેતે કરે, તકાદે કરે, અને પકડાવે !
ચારને ભેટ ! - હવે આવ, આ તરફ શંકરલાલ શાસ્ત્રીએ શું કર્યું તે જુઓ. શાસ્ત્રીજીએ વિચાર્યું કે બિચારાને ખપ હશે, ભૂખ હશે, માટે જ આમ કર્યું હશે. ભૂખે માણસ શું ન કરે? છે તે બ્રાહ્મણ. એવું વિચારતાં જ તેના અંતરમાં રહેલી પરોપકારની વૃત્તિએ ઈશ્વર પૂજા વિષેનો ગવાશિષ્ઠને એક પ્રસિદ્ધ લેક યાદ કરી આપે :
येन केन प्रकारेण यस्य कस्यापि देहिनः ।
सन्तोषं जनयेत् राम ! तदेवेश्वरपूजनम् ।। “હે રામ! કોઈ પણ પ્રકાર દ્વારા કોઈ પણ પ્રાણીને (સત્ જાળવીને) સંતોષ આપવો એ જ ખરું ઈશ્વરપૂજન છે.” આ પૂજા રહસ્યને શાસ્ત્રીજીએ પચાવ્યું હતું. એટલે તરત જ તેમણે ખાનગીમાં પિતાના નોકરને બોલાવી બજારમાંથી જલદી એક પિત્તળની થાળી, નવો વાટકે અને નવો લોટ લાવવાનું કહી એ બ્રાહ્મણ ભિક્ષુક સાથે વાતો કરવા લાગ્યા : “ભૂદેવ! આપ કેમ છો ? શું કરે છે?” આમ પોતાની સ્વભાવસિદ્ધ માયાળુ ઢબે એમણે વાત કરવી શરૂ કરી.
૮૮
સેવાને શહ.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only