SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ કે માસ્તરને? માસ્તરને પુસ્તકિયે ઉપદેશ સાચા હતા. ભરવાડને એમાંનુ કઇ આવડતું ન હતુ. એ તે માત્ર એટલુ જ સમજતા હતા કે માણસ મરતે હૈાય અને આપણામાં એને અચાવવાની શિકિત હૈાય ત્યારે થેાભાય જ કેમ? એથી જ શાસ્ત્ર કહે છે કે જેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું ભાન નથી એની સેવા બહુધા નિરર્થક નીવડે છે. સેવા એ કઇ ગોખવાની, લખવાની વ્યાપારી વસ્તુ નથી. એ તેા જીવનની સુસંસ્કારગત ચીજ છે. પણ એ મળે કયારે? જ્યારે માનવતા પ્રગટે ત્યારે. જગતમાં બહુધા આ પડયા જેવું જ અનતું હેાય છે. કમનસીબે કાઈ એક વ્યકિતએ ભૂલ કરી અને તેના પરિપાકથી તે રીખાતે હાય, ઉગરવાના સ્થાનને શેાધતે હોય, ત્યારે તેને શ્રીમાન ઉપદેશ દેવા બેસે કે આમ 'તું કરવુ, અમે ને'તુ કહ્યું? આમ કરાય ? જરાક તેા વિચાર કરવા હતા ? વગેરે. આ રીતે જાણે પાતામાં ડહાપણને ખજાને ભ હાય અને પોતે કોઇ દ્વિવસ ભૂલ જ ન કરતા હાય એમ શિક્ષાનેા ધારાપ્રવાહ ચલાવવા લાગી જાય છે. ‘ દાઝ્યા ઉપર ડામ અને પડયા ઉપર પાટુ” જેવું કરે. કેવું દુન! એવે વખતે પણ એને મદદ કરવાની અને શાંતિ આપવાની તક એ જતી કરી શકે છે, પણ શિખામણ દેવાની તક એ જતી કરી શકતે નથી! માનવતા ખીલી હેાય તે એમ ન થાય. આ બધાં પરોપકારના દષ્ટાંતે અને અગાઉ સ્વધર્મનાં જે દૃષ્ટાંતા આપી ગયા છું તે ખન્ને વચ્ચે એક મહત્ત્વને! ફેર છે. તે અહી કહી દઉં. સ્વધર્મમાં પાતે જે ભૂમિકા પર છે તે ભૂમિકાને ચરિતાર્થ કરવાના ઉદ્દાત્ત હેતુની વફાદારીનેા પ્રશ્ન છે. એટલે ત્યાં જે જે પ્રકારની અંતરંગ ભૂમિકા અને પેાતાની ક્ષેત્રમર્યાદા હાય તે તે જાતને ધર્મ બજાવવાના હાય છે. એટલે એક વ્યકિતએ મજાવેલા સ્વધર્મ વચ્ચે અને ખીજાએ બજાવેલા સ્વધર્મ વચ્ચે ભારે અંતર હોય એ સ્વાભાવિક જ છે. વળી સ્વધર્મમાં કોઈ ને કોઈ પ્રકારની દૃઢ નિષ્ઠ'નું બળ હોય છે, ઘણા વખતથી એકધારી ચાલી આવેલી સાધના હોય છે, પપકારમાં ઉદ્દાત્ત ધ્યેય કરતાંય લાગણીનું તત્ત્વ ખળવાર હાય છે. ખીજાની આવી પડેલી પરિસ્થિતિમાં માનવતાને નામે જે કંઈ સૂઝે તે પરોપકારની ભાવના માનવી પાસે કરાવી નાખે છે. સારાંશ કે સ્વધર્મમાં અંગત સુધાર એ મહત્ત્વના પ્રશ્ન છે, અને એવા પ્રકારનું ધ્યેય છે; જ્યારે પાપકારમાં પરપીડાનિવારણ એ મહત્ત્વના પ્રશ્ન છે અને એવા પ્રકારનુ ધ્યેય છે. સ્વધર્મમાં માનવતાના ધ્યેયથી માંડીને ઠંડ મેક્ષ સુધીની ભૂમિકાઓના સમાવેશ થાય છે, જ્યારે પરેાપકારમાં કેવળ વિશુદ્ધ માનવતાની ભૂમિકા છે. એ શુભ ભાવથી પુણ્ય ઉપાર્જન કરે છે, અને એ માનવતાની ભૂમિકામાંથી સેવાના ક્ષેત્રમાં ક્રમેક્રમે દ્રષ્ટિ બદલાતાં એ પણ ઊંચે ને ઊંચે જઇ શકે છે. પણ સ્વધર્મના લક્ષથી ઉપર ચઢેલે સેવક સ્વ અને પર’બન્નેને સમન્વય સાધવામાં ચે!કકસ પ્રકારની ફતેહ પામે છે. તેવી તેની આશા પરાપકારના પગથિયે સીધા ચઢનારમાં ન રાખી શકાય. પરાપકારનુ ક્ષેત્ર માનવતાને નામે પરાપકારનું ક્ષેત્ર એટલુ બધુ વિશાળ અની જાય છે કે, તેવા પરેપકારી પુરુષને પછી લિંગ, જાતિ, દેશકાળના ભેદોની દીવાલ નડતી નથી. ખાવલા ખૂન કેસ એ તેનું તાજું દ્રષ્ટાંત છે. મુંબઈના નેપિયનસી રોડ પરના બાવલા ખૂન કેસ વિષેની બધી મીનાએથી તમે સારી રીતે પરિચિત છે. એટલે અહી માત્ર અને ઉપરચાટિયા ઉલ્લેખ જ કરુ છું. ત્યાંથી મેટરમાં પસાર થતાં યુરોપિયન બંધુએએ માવલાને બચાવવા માટે હિમ્મતપૂર્વક જીવના જોખમે સાહસ કર્યું તે શુદ્ધ માનવતાભ પર પકારને જવલત પુરાવે છે. માણસ ઉપર આફ્ત છે અને અમે પણ માણસ છીએ, માટે માનવતાને નાતે મદદ કરવીજ જોઈએ, એવી માનવતાની લાગણીથી તેમણે ઝપલાવ્યું. પરિસ્થિતિ ભારે વિષમ હતી. સામેના પક્ષ ઘણાં જ સાધના સાથે વ્યવસ્થિત થઈને આવ્યા હતા. પાતાના જાનનુ જોખમ એમાં સમાયેલું હતું. પણ જાન કરતાં કર્તવ્ય એમને મહાન લાગ્યું અને એમણે પોતાના જાનની પરવા કર્યા વગર ઝંપલાવ્યું. માવલાને તે ગાળીની એવી ચેટ લાગી હતી કે તે ન ખચી શકયે પણ આ ગેારા માનવમએએ તેને અચૂક સામના કર્યો, જો કે પશુબળ સામે એ પશુમળને સામનેા અંતરગ દૃષ્ટિએ ભારે કસોટી માગે છે. એટલે એ માર્ગ વિધેય હતેા કે અવિધેય તે વિષે હું ચર્ચા નથી કરતા, અને તે ચર્ચા અહીં પ્રાસંગિક પણ નથી. હું તે અહીં પરોપકાર માટે મારું જે કંઇ વક્તવ્ય છે તેનું જ સમર્થન કરી રહ્યા છું. પ્રવચન અજન Jain Education International For Private Personal Use Only ८७ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy