________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજ
: ડાઘuથ પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિમતિથી
જે પ્રભુની મૂર્તિ ભેજન જમવાની નથી, તેના આગળ હંમેશાં સેકડો ને હજાર રૂપિયા ખર્ચે મિષ્ટાને; ગો, અન્નકટ ભરી દેનારાને તે જ ભગવાનના ભૂખે મરતાં લાખ બાળકોના ઉદરાગ્નિને શાંત કરવા કશે વિચાર સરખોય નથી આવતું, એ જ બતાવી આપે છે કે ભગવાનની સાચી સેવા કરવાના પાઠ તેઓ શીખ્યા જ નથી. તેઓ માત્ર અંધપરંપરાએ નાણાંનો વ્યય કરે છે. સેવાને સત્ય પાઠ જીવનમાં ઉતારે, તો દીવા જેવું દેખાય કે ભગવાનની સાચી સેવા ભગવાનની મૂર્તિને આભૂષણે કે ઉમદા ભેગ ધરવા કરતાં શ્રીમુખે ફરમાવેલા પવિત્ર ફરમાનને અનુસરવામાં છે. તેના પ્રિય બાળકોની સેવા, સહાય અને અનુકંપામાં પ્રભુની પ્રસન્નતા છે. મનુષ્યએ ચઢાવેલાં બહુમૂલાં આભૂષણો અને ધરેલાં પકવાને કે ઝળહળાટ કરતી બત્તીઓની એને કશી જ જરૂર નથી. એ પ્રકાશના પંજ આગળ અજવાળું કરનાર અને અનંત સૌંદર્યના અધિપતિઓને સુશોભિત કરનાર માનવ કોણ? જરા વિચારે. સ્વાપણુ કરે તે જ ભકત થઈ શકે. સાચા ભકત બનવું હોય એમણે આ દંભ, આ અંધપરંપરાને ત્યાગ કર્યો જ છૂટકે છે.
હવે જે ત્રીજો પ્રકાર આવે છે તે ‘સકામ સેવકવર્ગ માં આવી શકે છે. આ વર્ગને એક કેટિના પરોપકારી પણ કહી શકાય. આ વર્ષે હિંદની રાષ્ટ્રીય ચળવળમાં, આંદોલનમાં મોટે ફાળે આવે છે અને આપે છે. પણ ઊડે ઊડે એમને કોઈ ને કોઈ પ્રકારની કામના પૂરવા કે નામના મેળવવાનો હેતુ હોય છે. આ હેતુ એમને ઉચ્ચ પ્રકારના સેવાધર્મની નિકટ પહોંચવા દેતા નથી. જો કે સેવામાં બદલાની આશા રાખનારને બદલે તે મળે છે. કીર્તિ મેળવનારને
કીતિના સ્થાનની સ્થિરતા કેટલી? આજે જે ગુણગાન ગાશે તે જ કાલે ભૂલી જશે, અને કદાચ એ જ કાલે વખોડે તો નવાઈ પામવા જેવું નથી. બદલાની આશા રાખવી એ સેવા નથી. અંતે વ્યાપાર છે, ખરું જોતાં નિવ્યજ, નિષ્કામ બદલાની ભાવના વગર તન, મન, ધન અને વચનરૂપી અમૂલાં સાધનામાંથી કાંઈ પણ બીજાને ખાતર અપી દેવું એ જ ખરી સેવા છે. એનું ફળ તેને કલપનામાં પણ ન આવે એવું સુમધુર મળે છે. પણ જ્યાં લગી મેલા હેતુ હોય છે, દષ્ટિમાં સ્વાર્થ ભર્યો હોય છે ત્યાં લગી આવું ચેખું સનાતન સત્ય દેખી શકતું નથી.
ક્રિયાના પ્રમાણમાં તેનું ફળ અવશ્ય મળે છે, એ કુદરતન નિશ્ચિત કાયદે છે. એકના હજાર મળે છે. એકના નવ જે એ સટ્ટો નથી. એકના અસંખ્યનો આ વ્યાપાર છે. બીજા વ્યાપાર કે સટ્ટામાં ખેટ પણ જાય, કારણ કે તેમાં દાનત ખોટી હોવાનો સંભવ છે. આમાં તે ખોટ જાય નહિ; પણ વિશ્વાસ જોઈએ.
સેવાભાવ અથવા સેવાવૃત્તિને ચોથે પ્રકાર સમય જોઈને, કર્તવ્ય માની, માનવતાને નામે જે સેવા કરે છે, તે વર્ગ ઉચ્ચ કેટનો પરોપકારી વર્ગ છે. જે કે કેવળ નિષ્કામવૃત્તિના સમર્પણની પાસે તો આ વર્ગ પણ ઊતરતી કટિને જ ગણાય. પણ અહીં કોઈ ને કોઈ ઉચ્ચ પ્રકાર અને વ્યાપક આશય હોવાથી આ વર્ગ સેવાની પ્રથમ કક્ષામાં આવી શકે છે. આવી પરોપકારી વૃત્તિ માટે શું જોઈએ ? આવું પરોપકાર વૃત્તિ ભર્યું કાર્ય તમારી પાસે જે કંઈ તન, મન, વચન ને ધન હોય તે સાધનથી આચરી શકાય છે. માત્ર દિલથી ઊગવું જોઈએ. થોડાં ઉદાહરણ આપી આ વાતની ચોખવટ કરું,
આંધળે અને સંગીતકાર વિયેનામાં એક આંધળો માણસ ફિલથી મેળામાં ભજન ગાતો હતો પણ કંઠ ખરો, સારો નહિ, એટલે ન કેઈ સાંભળે કે ન કેઈ કાંઈ આપે ! એક સુપ્રસિદ્ધ ગવૈયો મેળામાં ગયે હતું. તેને કઠ સારો હતો, એને આંધળાની આ દશા જોઈ ભલી લાગણી થઈ આવી. એને વિચાર સૂઝ કે કે ઈ પણ પ્રકારે અને મારે મદદ કરવી જોઈએ. એ વિચારને પરિણામે એણે તરત જ આંધળા પાસેથી ફિડલ લઈ ભજન લલકાર્યું ને લેકે એકઠાં થઈ ગયા, એક કલાકની સેવામાં તો આંધળાની થાળી પૈસાથી ભરાઈ ગઈ. આ સંગીતકારને કઈ કહેવા ગયું ન હતું, કે આ અંધની સેવા કરે ! પણ એને સ્વયં ઊગ્યું કે આ ઠેકાણે મારે કંઈક કરવું જ જોઈએ. આ પણ એક શાસ્ત્ર છે. પણ નિશાળનું શિક્ષણશાસ્ત્ર અને આ બંને જુદાં ! આમાં સફળ થવું તે અતિશય મુશ્કેલ છે.
લાલા ભગત સાયલાના લાલા ભગતનું નામ હવે તે ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. પિતે હયાત નથી પણ એમનું નામ મેર
Jain
Sation Intematonai
For Private & Personal Use Only
સેવાને રાખry.org