SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુ ગુરુદેવ કવિધ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ થતું હોય તેમ બતાવવાના દંભી પ્રયાસ કરે. જ્યાં જે સ્થળે સગાના દુઃખમાં ભાગ લેવા એ ગમે છે ત્યાં આવાસન આપવાની વાત તે કેવી, ઊલટું એનું દુઃખ વધારવાના નિમિત્તરૂપ થાય. આનું નામ રૂઢિગત ક્રિયા અથવા ઓઘદષ્ટિ. આ રીતે જે માર્ગ સેવાનું હતું, ત્યાં ઘપરંપરાએ એ હણાયેલાને શકિત આપવાને બદલે વધુ હણવાના પ્રયત્ન થાય; અને દુઃખની વિસ્મૃતિ કરાવવાને બદલે વધુ યાદ અપાવે. આવી મૂર્ખાઈમાં સેવા કેવી? જે સદ્દવિચાર કરતાં શીખે હેત તે પોતે જે કાર્ય કરે તેની ઉપયોગિતા કેટલી અને કયા પ્રકારે એનો વિચાર જરૂર કરે, અને એ માણસ જ્યારે સેવાના ક્ષેત્રમાં યોજાય ત્યારે અવશ્ય તે વ્યકિતને શાન્તિ આપે. બીમાર હોય તે આશ્વાસન આપે. સામાના દુઃખમાં ભાગ લે. પણ એ ભાન કેને હોય ? જેનામાં વિચારશકિત નથી, હું શું કરું છું એનું ભાન નથી, એ વિચારવિહીન સેવાને બહાને ઊલટે અનર્થ જ કરી બેસે. વાંદરાના હાથમાં રતન આવે, તે ટુકડા જ કરે કે બીજુ કાંઈ? આવી સ્થિતિ ઘટષ્ટિવાળા સેવકવર્ગની છે. સેવામાં વિવેક અને વિચારની આવશ્યકતા આવા વર્ગમાં વિવેકબુદ્ધિ અને વિચારશકિતનો અભાવ હોય છે, અને તેથી જ વિચારી નથી શકતા કે સેવાના ક્ષેત્રમાં કૂતરાં, બિલાડાં, ચકલાં, પારેવાં પહેલાં કે નિરાધાર માનવ પહેલાં? સેવા ભલે સર્વની થાય, પણ કાંઇ વિવેક જોઈએ. સેવાના પ્રકાર તે અનેક હોય છે. એક સાથે અનેક કાર્યો દષ્ટિપથમાં આવે ત્યાં વિવેકની જરૂર છે. ધારે કે એક વખતે સમાચાર મળ્યા કે પાંજરાપોળમાં જનાવરોની બીમારીને લીધે સેવાની જરૂર છે. મિત્રની સ્થિતિ ગંભીર છે. પિતાજી સેવા માગે છે. પુત્ર બીમાર છે. ગરીબ પાડોશીને સારવારની ઘણી અગત્ય છે. જ્ઞાતિબંધુ મટી આફતમાં છે. એમ સેવાના અનેક પ્રસંગો આવી પડે તે સમયે પહેલાં કયાં જવું ઘટે? બીજાની શી વ્યવસ્થા કરવી? કોને સેવાની વધુ જરૂર છે? પહેલી ફરજ કઈ ? એ બધામાં સમજ અને વિવેકની જરૂર છે. વિચારશીલ પુરુષ જ એને યથાર્થ રસ્તો કાઢી શકે અને પોતાની શકિતને સદુપયોગ કરી શકે. વિવેક અને સદ્દવિચાર વિનાની સેવા બહુધા લાભને બદલે ગેરલાભ કરે છે. ઓઘદષ્ટિવાળો માણસ તે તેણે સાંભળ્યું હોય કે દીઠું હોય તે જ માર્ગે દે અને સમજદાર વ્યકિત વિવેક દષ્ટિ વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ સેવા અર્થે જાય. એને ફરજનું ભાન હોય, જવાબદારીનું મરણ હોય. એણે આંધળી ક્રિયાને જ સર્વસ્વ ન માની હોય, પણ એની પછવાડે ભાવના અને ફરજો એને ખ્યાલ હોય. ઓઘદ્રષ્ટિવાળો રૂઢિ મુજબ કૂતરાં, પારેવાં વગેરે જાનવરને બચાવવા પ્રયત્ન સેવે છે અને વૃદ્ધ, ગ્લાન કે અશકત મનુષ્ય તરફ દુર્લક્ષ કરે છે એમાં અતિશયોકિત નથી. જરા નજર કરશે તે જણાશે કે આજે શ બની રહ્યું છે? વિચારશીલ પુરુષોને તે જરૂર લાગવાનું કે આજ સુધી અમે કર્તવ્યનો પાઠ તે ભણ્યા જ નથી; માત્ર દેખાદેખીએ સમજ્યા વિના, ધાર્મિક ક્રિયા કરવામાં જ ભવ ગાજે છે. સાચી સેવાનાં હજુ સ્વપ્નાંય આવ્યા નથી. કતવ્યમાં જ માનવતા છે. ફરજ ચૂકે એ માનવ નથી, તો ધર્મિષ્ઠ તે કયાંથી હોય? સેવાને નિમિત્તે પૈસા તે ઘણા ય hક્ષ્ય છે. લાખ રૂપિયા વેડફાય છે. પણ તે બધું એઘદષ્ટિએ, માત્ર ગતાનુગતિક સેવાભાવે લાખ રૂપિયાના મુગટે અને આભૂષણે ભગવાનને ચઢાવાય છે અને પિતાની જાતને કૃતાર્થ માનવામાં આવે છે. એમણે માન્યું હોય છે કે, આમ પ્રભુની સેવા કરવાથી તીર્થકર નામકર્મ બંધાય. સેવાથી બંધાય એ વાત સાચી છે, પણ એ સેવા કઈ, કેનીં કયા પ્રકારની કઈ ભાવનાપૂર્વકની અને કેટલી વિવેકબુદ્ધિવાળી હોય? સેવાની વ્યાખ્યામાં જ અંતર છે. નિષ્કામ સેવાનો અધિકાર પ્રાપ્ત ન કર્યો હોય, તે ભલે સકામ સેવા કરે; તે પણ સેવામાં વિવેકબુદ્ધિની પૂર્ણ આવશ્યકતા છે. - જે એને સાચે જ ભગવાનની સેવા કરવી હોય તો તેના ફરમાનને વિચારત. એ જ ભગવાનનાં બાળકોને રેટી વગર રિબાતાં, જ્ઞાન મેળવવા માટે જ્યાં ત્યાં ફાંફાં મારતાં, અન્યના આશ્રય માટે રઝળતાં ન દેખી શકત, નગ્ન ફરતાં ન નીરખી શકત. આવી સ્થિતિમાં સમાજ સબડતો હોય, હજારો બંધુઓ સાધનના અભાવે મરતા હોય અને મજૂરી કરવા છતાં ટુકડો રોટલે પ્રાપ્ત ન થતો હોય, તેવે વખતે જો એ દેનારમાં વિચારબુદ્ધિ પ્રગટે, તો એ પ્રભુની મતિને લાખના મુગટ ચઢાવવાને બદલે પ્રભુના પૂજક અસહાય માનની સેવા અર્થે લક્ષ્મીને જરૂર વ્યય કરે, અને વિચાર કરે કે, અરેરે! આ માનવજાત ભૂખ-દુઃખથી રિબાતી હોય એ વખતે મારી ફરજ શી? કયા માર્ગે મારી શક્તિ અને નાણુંને વ્યય કરે? પ્રવચન અંજન Jain Education International For Private & Personal Use Only www.jain Shary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy