SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ bપજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ - સંત આ બધું ય નાટક જોઈને મંદ મંદ હસી રહ્યા હતા. સિકંદર જેવા વીર યોદ્ધાની આવી વાતો તેને બાલીશ જેવી લાગી. જેને મન અને વિષય ઉપર કાબૂ છે, જેને મૃત્યુનો લેશમાત્ર ભય નથી, જેને પ્રાણીમાત્ર ઉપર મૈત્રીભાવ અને કરુણાભાવ વરસી રહ્યો છે એવા એ સંત કે ઈ સ્વસ્થ, શાંત અને પ્રસન્ન મુખમુદ્રાથી બોલ્યા, ‘સિકંદર! જરા શાંત થા. આ સમરાંગણું નથી. તારે તારી તલવાર ચલાવવી હોય તે ખુશીથી ચલાવ. મરે છે કે બળે છે તે તે દેહ છે. અમર એવો આત્મા નથી બળ કે નથી મર. ઇન્દ્રિયને મનના વિજેતાને મરવાનો લેશમાત્ર ભય નથી. એના માટે મૃત્યુ એ તે મંગલ પ્રસ્થાન છે. જૂનાં વસ્ત્ર ઉતારી નવાં વસ્ત્રો ધારણ કરવાના હોય ત્યાં શેક શાને? સંતનાં આવા નિર્ભય ઉદગાર સાંભળી–તેની પ્રશાન્ત મુખમુદ્રા નિહાળી, સિકંદરનો તલવારવાળો હાથ ઢલે પડી ગયો. એને ગર્વ ગળી ગયે. એ સંતના ચરણમાં ઢળી પડ્યા. પોતાના ગુરુએ શા માટે આવી માંગણી કરી હતી તેનું રહસ્ય હવે તેને સમજાય. સિકંદર નમ્ર સ્વરે બહ:- મહાત્મન ! આપના મિલન પહેલાં મને કોઈએ જણાવ્યું હોત કે આત્મરક્ષણ પાછળ દેહના બલિદાન દેનાર મહાવીરે આ જગતમાં હયાત છે તે હું તે ન માનત! પરંતુ આજે આપના દર્શનથી – સમાગમથી મને સમજાયું છે કે જગતને જીતનાર કરતાં ઇન્દ્રિય અને મનને જીતનાર મહાન અને ખરો વિજેતા છે! આપના અવિનય બદલ મને માફ કરશે. સિકંદર આ સંત પાસેથી અહિંસાનું અમૃત પીને પિતાના ગુરુ પાસે આવ્યું અને બધી હકીકત જણાવી. ટૂંકામાં, સેવાના રાહનું આ એક અનોખું દષ્ટાંત છે. આમ સેવાનું ક્ષેત્ર તે માનવજીવનમાં ખૂબ વ્યાપક બની રહે છે. સેવાના સૂત્રનું ઊંડું રહસ્ય તે એ છે કે માણસ જન્મથી માંડીને જ કુદરતનો ત્રાણી બન્યો છે. જન્મતાં જ પિતાની માતાના સ્તનમાંથી મળેલા દુધ પર તે જીવે છે. પછી વિશ્વમાંથી તેને હવા, સૂર્યપ્રકાશ, જળ મળે છે તેમ તેમ તે વિકસે છે. દુન્યવી ખોરાક અને પદાર્થોથી તેનું પાલનપોષણ થાય છે. દુનિયાના અનેક જીવોની વ્યકત કે અવ્યકત સેવાથી એ સમદ્ધ થતો જાય છે. આથી સ્પષ્ટ સમજાશે કે એ મનુષ્ય જગતને એક મહાન ઋણી છે. કણ ચૂકવવું એ કંઈ ઉપકાર નથી. એ તે ફરજ છે. જે એ અણુ ન ચૂકવે છે તે દેવાળિયે કહેવાય! બાઈબલના સમર્થ ચિંતક ઢોય એમ કહે છે કે, “તું બીજા ઉપર જે ન નાખીશ, તો તે જગતની ભારે સેવા કરી ગણાશે.” આ સૂત્ર ભૂલ્યા છે એટલે મુફલિસ અને માલેતુજાર, માલિક અને મજૂર જેવા અખંડ માનવવંશના બે વિભાગ થાય છે. ઊચા-નીચાના ભેદે વિકતરૂપે જાગે છે, અને તેમાંથી પરગ્રહવાદ અને આરંભવાદ જન્મે છે. આ વિશે હું અગાઉ સારી પેઠે કહી ગયો છું અને ફરી ફરીને હું એ કહેવા માગું છું કે આજ સુધીની થયેલી ભૂલથી માણસ પાછો વળે. શ્રમણ બ્રાહ્મણોએ ક્રિયાકર્મકાંડને અને શ્રીમંતોએ લક્ષમીને, અને રાજાઓએ પાશવી સત્તાને પિતાની ઉપાસ્ય મૂર્તિ બનાવી છે તેને બદલે સેવાને પોતાની ઉપાસ્ય મૂર્તિ બનાવે ! પશુઓની અવ્યકત પરેપકાર વૃત્તિ પશુઓમાં ઋણ ચૂકવવાની વૃત્તિ સ્વાભાવિક જ હોય છે. કેટલાય ઘેડાએ અને ગાયોએ તેમના માલિકને જાનના જોખમે મદદ કર્યાના ઐતિહાસિક દાખલા છે. કૂતરે તે વફાદાર પ્રાણી તરીકે પ્રસિદ્ધ છે. એક વણજારાને એક વ્યાપારીનું બસનું દેણું હતું. વાણિયે હમેશાં રૂપિયાની ઉઘરાણી કરે; પણ વણજારાની સ્થિતિ ખરાબ હોઈ દેવું ભરી શકતો નહિ. પછી હમેશની ઉઘરાણીથી વણજારો કંટાળ્યું. તેણે શેઠને કહ્યું: “મારી પાસે બીજી કઈ ચીજ નથી, પણ એક જાતવાન કૂતરે છે, તે તમે ઘરાણે રાખો, અને પિસા ભરું ત્યારે મારો કૂતરો મને પાછો આપજે. મને એ બહુ વહાલો છે અને ઉપયોગી પણ છે. તે તમારી સેવા બજાવશે.” શેઠે વિચાર કર્યો કે પૈસાનું તે હાલ પતે તેમ લાગતું નથી. તેણે હા કહી. વણજારાએ ગદ્ગદિત કંઠે કૂતરાની પીઠ થાબડી અને સાનથી તેને સમજાવ્યો અને શેઠને સેંગે. કૂતરે છૂટો પડયો. એ કૂતરો ના માલિકની નોકરી નિમકહલાલીથી કરવા લાગ્યો. એક રાત્રે શેઠને ત્યાં ખાતર પડ્યું. ખૂબ ધન ચેરલેકે ઉઠાવી ગયા. કૂતર જાગતે હતો. થોડું ભણ્યા પછી ગમે તે કારણે ભસતે બંધ થઈ ગયે. પ્રભાત થયું. શેઠને ખબર પડી. શોધખેળવા લાગી. કૂતરે શેઠ પાસે ગયો, અને શેઠનું કપડું મેઢેથી ખેંચવા લાગ્યો. શેઠ તેના મોઢામાંથી કપડું છોડાવે અને કૂતરે ફરીથી ખેંચે. બિચારે પશુ! વાત ૮૦. Jain Education International જીવન ઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy