SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ કરવી હતી પણ વાચા ન મળે. બે-ચાર વાર કપડું ખેંચવાથી શેઠ ઊભા થયા અને કૂતરાની પાછળ ચાલવા લાગ્યા. કૂતરો આગળ અને શેઠ પાછળ. દૂર દૂર જંગલમાં શેઠને તે લઈ ગયે. રાત્રે જ્યારે ખાતર પડ્યું ત્યારે કૂતરો ભસવું મૂકી દઈને ચોરની પછવાડે જઈને ચેરલોકેએ જ્યાં ધન દાટયું હતું એ જગ્યા ઉપર શેઠને લઈ ગયે. પગથી જમીન ખેતરવા માંડી. શેઠે પણ દવા માંડયું ચોરાઈ ગયેલે હજારનો માલ ત્યાંથી નીકળે. વણજારા પાસે તે શેઠના બસે જેટલા લહેણુ હતા, પણ કુતરાએ તો શેઠને હજારો બચાવ્યા. કયાં કૂતરો ને જ્યાં માણસ? શી વાત કરવી? આજે મોટે ભાગે માણસમાં માણસાઈ જ દેખાતી નથી. માત્ર માણસની આકૃતિ છે. હજારો રૂપિયા ખર્ચીને માણસે જેને ભણાવ્યા હોય, શેઠે મદદ આપી હોય, ઑલરશીપ આપી આગળ વધાર્યો હોય, અગર નાનપણથી મા-બાપે મોટો કર્યો હોય, છતાં એ વાતને ભૂલી જાય. એટલું જ નહિ પણ સામો થઈને બેસે! એવા નિમકહરામો પિતાનો પિષનારનું જ અહિત બોલતા હોય અને દા આબે દા વાળવાની રાહ જોતા હોય ! બીજી બાજ જોશે તે જે નોકરના પરસેવાથી એક શેઠ હજારો રૂપિયા કમાતો હોય, તે નોકર બિચારે ગમે તેટલાં કષ્ટ વેઠીને શેઠની સેવા બજાવતો હોય, પણ તે નિમકહલાલ નેકરને પૂરું ખાવા મળે છે કે નહિ? તેને કેવી મુસીબત છે? તેના ઘરની સ્થિતિ કેવી કડી છે? તેને લેશ પણ વિચાર શેઠને આવતું નથી, કોનાં વખાણ કરવાં? શેઠનાં કે નેકરનાં? ધણીનાં કે ચાકરનાં? રાજાનાં કે પ્રજાનાં? મૂડીવાદીનાં કે શ્રમજીવીનાં? મૂળ વસ્તુ માણસાઈ જ નથી. એમાં શું થાય? કૂતરાની આટલી બધી અકલપનીય નિમકહલાલી જોઈ ત્યારે શેઠે પ્રસન્ન થઈને કૂતરાને કહ્યું. “જા બેટા” તારા શેઠનું ઋણ વળી ગયું છે. હવે તારા શેઠ પાસે જા.” એમ કહી પોતાની સહીથી ગળે એક ચિઠ્ઠી લખી કે “તમારા કૂતરાએ તમારું ત્રણ વાગ્યું છે. તમે હવે કરમુકત છે.’ કૂતરો તે ત્યાંથી હસતે મુખે ધણીને મળવા છૂટે. એ નિમકહલાલ કૂતરો ગેલ કરતો હર્ષભેર ધણીને મળવા ચાલ્યો આવે છે. વણજારાએ એને દૂરથી જે. એને મનમાં વહેમ આવ્યું કે રખે આ કૂતરો શેઠને મૂકી ભાગી આવ્ય લાગે છે ! એટલે એને જોતાં જ કેધ ચઢો. કૂતરો નજદીક આવે તે પહેલાં તે ધાવેશમાં પાસે પડેલે પથ્થર ઉપાડીને સીધે કૂતરાને માથામાં માર્યો. પથ્થર લાગે કે તુરત જ તે રામશરણ થઈ ગયે. પાછળથી જ્યારે વણજારાએ ચિઠ્ઠી વાંચી ત્યારે તેના ઓરતાને પાર ન રહ્યો. આખી જિંદગી તેને એ દુઃખ સાવ્યું. એક જ ભૂલનું કેવું પરિણામ? એક ટુકડા ખાનાર કૂતરામાં પણ કેવી કૃતજ્ઞતા અને ફરજનું ભાન હોય છે ! આવાં અનેક દષ્ટાંતે દઈ શકાય છે, પ્રતાપને ચેતક એક વખત રાણા પ્રતાપ સલીમ સાથેના યુદ્ધમાં સેનાપતિના સંકેતાનુસાર યુદ્ધથી પાછા ફરે છે, ને પાછળ મોગલ ઘોડેસવાર પૂઠ પકડે છે. રણનો અશ્વ ચેતક થાકેલો છે. ચેતક ચાલવા અશકત છે, પણ દેવગે રસ્તામાં ઊંડી અને પહેલી નદી આવે છે. થાકેલે ચેતક ઘં . તેનામાં નદી ઠેકવાની શકિત અત્યારે રહી ન હતી. છતાં પ્રતાપ કહે છે કે - “બેટા! ચેતક ! રસ્તામાં જ મરાવીશ??” આટલા શબ્દો થાકેલ અને અશકત બનેલ એ મૂંગા પ્રાણીના કાન ઉપર પડે છે. નિમકહલાલ પ્રાણીમાં માલિક પ્રત્યેની વફાદારી જાગી ઊઠી. અને ! ચેતક પોતાની બધી શકિત એકઠી કરી ઠેકડો મારે છે, પ્રતાપને લઈને નદીને સામે કાંઠે પડે છે. ચેતકના જીવનની ત્યાં સમાપ્તિ થાય છે અને પ્રતાપ બચી જાય છે. પિતાના માલિકને ખાતર દેહનું બલિદાન દેવાની તમન્ના પશાતમાંય દેખાય છે. એક જ ટકરે તે ચેતકને આટલું બળ આપ્યું પણ માનવ–પશુઓ આવી હજારો ટકરને ગળી જાય છે. શી વાત કરવી ? અમરસિંહનો અશ્વ આવી જ બીજી વાત આગ્રાના કિલ્લામાં બની છે. સિત્તેર ફૂટ ઊંચે અને પચ્ચીસથી ત્રીસ ફૂટ પહોળો કિલે છે. કિલ્લાની બહાર (૨૦) વીસ ફટની ખાઈ છે. એ કિલ્લે ઠેકીને નાસવાની અમરસિંહને જરૂર પડે છે ત્યારે તેને વફાદાર અશ્વ એને ઠેકીને પિતાના માલિક અમરસિંહને જીવ બચાવે છે. અશ્વ ત્યાં જ ખતમ થઈ જાય છે. એ ૮૧ પ્રવચન અંજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy