________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અહો! મૂઢ સ્વાર્થ માનવી તે જુઓ. એ તે ખાઉં, ખાઉં, ને ખાઉં, લાવો, લાવ ને લાવે; સર્વ સ્થળે પિતાનું જ કરી લેવા લાગી પડે છે. આવાં સ્વાર્થ સૂત્રોને જાળવી રાખવા છતાં પણ દાનેવરી, કર્તવ્યપરાયણ, પરોપકારી, સેવામતિ એવાં વિશેષ મેળવવાની એ નવી નવી યુકિતઓ શોધી રહ્યા છે. કેવી ધૃષ્ટતા !
જ્યાં જીવ જીવનો ભક્ષક છે, પિતાના સ્વાર્થ માટે બીજાનું પડાવી લેવાની ભાવનાવાળા છે, ત્યાં તે સેવા શું કરવાના ? જ્યાં ઓહિયાંનીતિને સિદ્ધાંત ગમે છે, ત્યાં સેવાના વિશાળ રાહની વાત શી કરવી? જો કે આખરે તે એ નીતિને અંજામ એ આવે છે કે બીજાને ભક્ષતાં પહેલાં આખરે પિતે જ શિકાર બની જાય છે.
મહાન સિકંદરને પડકાર આ પ્રસંગ મહાન સિકંદર અને સંત વચ્ચે છે. ગ્રીસના મહાન સમ્રાટ સિકંદરના નામથી કોણ અજાણ્યું છે? પિતાના બાહુબળથી અને સત્તાથી જેણે મહાન વિજય મેળવ્યો હતો. પરિણામે અભિમાનના અતિરેકથી, એના જીવનમાં ભેગની લાલસા અને સત્તાને ઉન્માદ જાગ્યો હતો. તે એટલે સુધી કે તેને બધા દેશે પર વિજય મેળવવાની ધૂન લાગી હતી. સદ્ભાગ્યે, તેના દેશમાં એરિસ્ટોટલ નામના એક સંતપુરુષ રહેતા હતા. એમના પ્રત્યે સિકંદરને માન હતું.
પાત્ત એરિસ્ટોટલ સિકંદરના ઉમાદને શાંત પાડવા તેને જગતનું સ્વરૂપ - ભાગ - વિલાસનું પરિણામ, સત્તા - લાલસાની. ભયંકરતા યુકિતપૂર્વક સમજાવતા હતા. પરંતુ અભિમાનના કેફમાં સિકંદરને, એવા સંતની વાણ ગળે ઉતરતી ન હતી.
એક વાર વિશ્વવિજયી બનવા માટે એણે ભારતદેશ તરફ લાવલશ્કર સાથે કૂચ કરી. પ્રસ્થાન કરવા પહેલાં, તે મહાત્મા એરિસ્ટોટલ પાસે ગયો. ગુરુ એરિસ્ટોટલ તેના સ્વભાવને બરાબર જાણતા હતા. એટલે એના અભિમાનને (સ્વમાનને) પિરસ ચડે એ દષ્ટિએ ગુરુએ સિકંદર પાસે એક માગણી કરીઃ “તમે ભારત દેશમાં જાઓ છે તે વિજય કરીને એક વસ્તુ મારા માટે ત્યાંથી લાવજો”. સમ્રાટ સિકંદર મજમાં આવી ગયે અને કહ્યું – “બેલો, કયી વસ્તુ તમારે જોઈએ?” ત્યારે ગુરુએ દીર્ધદષ્ટિથી વિચાર કરી સિકંદરને ગર્વ ગળી જાય- તેના સત્ત્વની પરીક્ષા થાય એવી એક ચીજ માગી- “ભારતભૂમિ, સંતમહાત્માઓની ભૂમિ છે તે એવા કોઈ ઉચ્ચ કોટિના ત્યાગી કે જેણે પિતાના આત્મબળથી ઈન્દ્રિયના વિષયે અને મન ઉપર વિજય મેળવ્યું હોય, જે બિકુલ નિર્ભય હોય એવા સંતને જરૂર આ તરફ લેતા આવો.” સિકંદરે આ વાત લક્ષમાં લીધી અને વિજય મેળવવા ભારત તરફ કૂચ કરી. અનુક્રમે આગળ વધતાં તે ભારત આવી પહોંચ્યો, યુદ્ધ કર્યું અને યુદ્ધને અંતે પાછા વળતાં પિતાના ગુરુની માગણી યાદ આવી. અને એવા સંતની શોધ કરવા માટે પોતાના સૈનિકોને આદેશ આપ્યો. સૈનિક શોધ કરતાં કરતાં એક જંગલમાં આવી ચઢયા.
ત્યાં તેઓને એક શાન્ત અને નિર્ભય ત્યાગી પુરુષનો ભેટો થયો. તેઓએ સંત પાસે જઈને કહ્યું, “મહાત્મન્ ! પધારે, વિશ્વવિજેતા એવા અમારા સિકંદર બાદશાહે આપને બોલાવે છે. મહાત્માએ, પૂછનારની ભાષા ઉપરથી આખી પરિસ્થિતિ જાણી લીધી. અને મહારાજા અભિમાનમાં ચકચૂર બનેલે કઈ વીર ધે જરૂર હશે. તો હવે એની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને સંતે પેલા સૈનિકને જવાબ આપે. “તારે સિકંદર કોણ છે? વિશ્વવિજેતા બન્યા હોય તે ભલે બન્યું. મારે એનું કોઈ કામ નથી. પણ તમારા એ રાજા કામભેગને વિજેતા બન્યા હોય તો હું આવવા તૈયાર છું. જેની પાસે કામ–ભેગ કે વિષય-વાસનાને જીતવાની શક્તિ ન હોય તેની પાસે આવવાની મારી તૈયારી નથી.”
આવો જવાબ સાંભળી સૈનિકે વિચારમાં પડી ગયા, પણ પિતાના મહારાજાનો હુકમ હતો એટલે જે બન્યું તે તેની પાસે રજ કરવું જોઈએ. સૈનિકોએ સિકંદર પાસે આવી બધી વાત કરી. સંતને આવો જવાબ સાંભળીને મહારાજ આશ્ચર્યમાં પડી ગયા. આવો લાપરવાહી જવાબ આપનાર સંત કે હશે? તે જોવાનું સિકંદરને મન થયું. પાસે આવ્યો અને એ જ ખુમારીથી સંતને પિતાના દેશમાં લઈ જવાની માગણી કરી. જેમ બીજ સાધુ સંન્યાસી હોય છે તેવા જ આ સંત હશે એમ સમજીને માગણીની સાથે સાથે ભાગ–વિભવ, માનપાન, અને રૂપસુંદરીઓ આપની પાસે હાજર થશે એવું પ્રલોભન પણ આપ્યું. જાણે આમ કરવાથી સંત રીઝી જશે અને જરૂર આવશે. પણ એ બધું નિષ્ફળ ગયું. સંતે જરાય મચક આપી નહિ, ત્યારે સિકંદરે બીજો દાવ ફેંકયે. એટલે કે સત્તા અને ધમકીથી સંતને દબાવવાનો પ્રયત્ન કર્યો. જે નહિ આવે તે તમારા મૂંડા હાલ થશે માટે મારી વાત સ્વીકારે.
પ્રવચન અંજન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org