________________
--
પૂજ્ય ગુરુદેવ વિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિચાર કરતાં જણાશે કે યુદ્ધ તે જીવમાત્રમાં અને જડમાત્રમાં સતત ચાલી રહ્યું છે, પરંતુ એ બાહ્ય સંગ્રામને બદલે શકિત સાથે સાચા જ્ઞાનની દોસ્તી કરાવીને જેઓ આંતરિક સંગ્રામમાં લડે છે, તેઓ વિજયશાળી બને છે. તેઓ જ સાચા જેન બનીને કમેકમે જેન પરમાત્માની પદવી પામે છે. કાયરતાને બદલે વીરતાને પસંદ કરી તેને જીવનમાં કેળવીને આ મહાન સંગ્રામમાં સાચા વિજેતા બનવાનો સંક૯૫ આપણે સૌ કરીએ અને ઉત્કૃષ્ટ વિજય મેળવતાં કુદરતના પરમ સંકેતને ઓળખી, પરમપદ પામવાને પરમાનંદ પ્રાપ્ત કરીએ.
સેવાનો રાહ વહાલાં આત્મબંધુઓ અને માતાઓ !
આજે “સેવાને રાહ” એ વિષય ઉપર મારે બોલવાનું છે.
પરોપકાર અને અર્પણતા એ બન્ને સેવાના માર્ગના પગથિયાં છે. સેવા એટલી તો ડી ચીજ છે કે જેમ જેમ ડૂબકી મારીએ, તેમ તેમ એનાં વિવિધ સ્વરૂપે નજરે પડે! સેવા જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે એ સેવા સ્વાભાવિક જ અદ્વૈતરૂપ બની રહે છે.
ભગવાન મહાવીર અને સેવા ભગવાન મહાવીરને નિષ્કામ સેવા ખૂબ પ્રિય હતી. તેમણે સાધુ અને શ્રાવકને ઉદેશીને કહ્યું છે કે તમે આ લેકમાં બદલાની આશાએ, ધન, માલ, આબરુ, ઈજજતની લાલચે સેવા ન કરજે, પણ તમારા આત્માનું હિત સમજીને કરજો. સેવાથી સેવા લેનારને લાભ થશે, પણ એને સાચે લાભ તે સેવા કરનારને થાય છે. જ્યાં તપશ્ચર્યાને અધિકાર “દશવૈકાલિક સૂત્ર' ના નવમા અધ્યયનમાં સમજાવ્યા છે, ત્યાં કહ્યું છે -
नो इहलोगट्टयाओ तवमहिटिज्जा, नो परलोगठ्याओ तवमहिट्ठिज्जा, नो कित्तिवन्नसद्दसिलोगट्टया तवमहिट्ठिज्जा नन्नथ्थ निज्जरट्टया तवमहिट्ठिज्जा ॥
અર્થાત, આ લોકના ભેગોપભેગને માટે કે પરલેકના વૈભવને માટે અથવા કીર્તિ, યશ, માન કે સન્માન અર્થે તપશ્ચર્યા કરવી ન ઘટે. પણ એકાંત નિર્જરા અર્થે તપશ્ચર્યા કરવી જોઈએ. નિર્જરા એટલે આત્મશુદ્ધિ. તમારા આત્મા ઉપરને બજે છે કર, આવરણ દૂર કરવું તે નિર્જર, જેમ તપશ્ચર્યા માટે કહ્યું છે, તેમ આચાર કે કઈ પણ ક્રિયા કે સેવા માટે પણ સમજવું. સમજપૂર્વકની નિષ્કામ સેવાઓ આત્માની શુદ્ધિ કરે છે.
સેવા એ તપશ્ચર્યાને એક વિભાગ છે. સેવા એ તપ શી રીતે, એવી કઈ શંકા ન કરે ! “દુછાનિરોધરૂં : ” ઈચ્છાને નિરોધ એ તપની ઉત્તમ વ્યાખ્યા છે. સેવામાં નિષેધ કે મનેનિગ્રહ જોઈએ જ. એ વગર સેવા શકય નથી. સેવાના કાર્યમાં માની લીધેલી આપણી કે માન્યતા કે ઈચ્છિત સુખ સગવડ કે ઈષ્ટ વસ્તુને ભેગ આપ જ પડે તો જ સેવા થઈ શકે. એટલે ઈચ્છાનિરોધ સહેજે થાય જ, અને એ જ તપશ્ચર્યા. આથી જ આંતરિક તપમાં સેવા અથવા વૈયાવચ્ચનું સ્થાન છે.
કુદરતના નૈસર્ગિક રાજ્યમાં જ્યાં નજર નાખો ત્યાં એવી નિર્વ્યાજ સેવાના જવલંત આદર્શો ભર્યા પડયા છે.
જુઓ તો ખરા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, સમુદ્ર, મેઘ, વાયુ વૃક્ષાદિ સર્વે પ્રાણીમાત્રને પિતાની જાત અપને, અહોનિશ કેવી સેવા આપી રહ્યાં છે. તે વડે હવા, પ્રકાશ, પાણી, છાયા, ફળ-ફૂલાદિની સામગ્રી અનાયાસે અથવા સહજ પ્રયાસે સ્વાભાવિક જ સાંપડે છે. જે હવા વિના ક્ષણવાર કઈ પ્રાણી જીવી શકતા નથી, એ હવા મફત. સૂર્ય-ચંદ્રના પ્રકાશ જેવી મહા કિંમતી વસ્તુ તે પણ મફત. છતાં એ પોતાના અસીમ ઉપકારના બદલામાં એ કંઈ ઈચ્છે છે? કેમ ઈચ્છે? એ તે એને નૈસર્ગિક ધર્મ છે. જે એને ધર્મ હોય તો માનવીને ધર્મ કેમ ન હોય?
૭૮ Jain Education Interational
જીવન ઝાંખી
www.jainelibrary.org
For Private & Personal Use Only