SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ છે”? પિલા નફફટે જવાબ આપ્યો: “આ તારી આંખે ઘણી મોહક છે. તે જોઈએ છે.” એ સાંભળતાં વેંત જ કોઈ પણ જતથી અચકાયા વગર શુભાએ પિતાના નખ વડે એક ઓળો કાઢીને તેને આપવા માંડ, અને બીજો પણ આપવાની તૈયારી બતાવી, ત્યાં પિલા લંપટના હૃદયમાં છુપાયેલો અંતર્યામી જાગી ઊઠ ને તે ગળગળા થઈને રડી પડે અને એ સાધવીના પગમાં પડી ગયો. તે બોલ્યો : “મને માફ કર, માતા ! મારી ભૂલ થઈ. ભિક્ષણએ પણ હૃદયપૂર્વક સાચી માફી આપી. એનું નામ સાચી બહાદુરી ને સાચે વિજય. માટે જ કહેવાયું છે – ક્ષમાગ કર ધારે, મેરે સતે ક્ષમાર્ગ કર ધારે રે!” એ ક્ષમા તો ખરેખર સફળ હથિયાર છે. ગમે તેવા કે ધના પ્રસંગે પણ ક્ષમા રાખવી. પેલી ભિક્ષુણીની પેઠે ભયંકર લંપટની સામે પણ અડગતાપૂર્વક બલિદાન આપવું, એ કાંઈ સહેલી વાત નેતી. પરંતુ જયાં જ્ઞાન સાથે શકિત સંકળાયેલી હોય ત્યાં એવાં બલિદાન અશક્ય નથી. એ ભિક્ષણીનું જ દૃષ્ટાંત લો. તેની હૃદયની શકિતથી, નિમિત્ત મળતાં આખરે શિયળ બચ્યું, કાયા પણ બચી, અને લંપટનું હૃદય પણ પલટી જવા પામ્યું. સમજે, હજુ પણ સમજે, સાચી વાતને. એવાં તને સાચી રીતે સમજતાં શીખે. એવાં સતીજને અને સંત પુરુષોના જીવનમાંથી પ્રેરણા મેળવી અનેક જીવો તરી ગયાનાં દષ્ટાંત શાસ્ત્રમાં તેમ જ ઈતિહાસની કથાઓમાં ભર્યા પડયાં છે. કષ્ટ પડે ત્યારે હિંમત રાખવી એ કાર્ય કઠણ તો છે જ, છતાં પણ સમય આવે એવી હિંમત રહી શકે ખરી, પરંતુ પ્રલોભનના પ્રસંગે આવી મળે ત્યારે પોતાની પ્રકૃતિની સામે લડીને વિજય મેળવવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. સાચું કહીએ તે એમ બનવું એ ખરેખર દુર્લભ છે. મહાપુરુષોની જીવનકથાઓ તે સુણાવે છે કે પ્રબળ પ્રલોભનના પ્રસંગો આવે ત્યારે પણ તેઓનાં રૂંવાડાં સરખાં ફરકયા નથી; અર્થાત્ વિકૃતિને પામ્યાં નથી. શ્રીમદ્ રાજચંદ્ર સાચું જ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.” ખરેખર, યૌવનમસ્ત યુવતીઓને નીરખતી વખતે જેના અંતરમાં લેશ પણ વિકાર કે મોહ જાગ્રત થતો નથી, એટલું જ નહિ પણ જેને સ્ત્રી જાતિનું શરીર એક પૂતળી જેવું ભાસે છે તે બ્રહ્મચારી સાક્ષાત્ ભગવાન જ છે. એને મન તો પોતાના જ આત્માનું સર્વત્ર દર્શન થયા કરે. જૈન જગતમાં જંબુસ્વામી એ ઉજજવળ દૃષ્ટાંત છે. જંબુસ્વામી પાસે તેની પરણેલી અત્યંત લાવણ્યમયી આઠ સ્ત્રીઓ તેને સંસારમાં ખેંચી રાખવા માટે એકી સાથે દલીલપૂર્વક આકર્ષણ કરી રહી હતી. તદ્દન એકાંત હતું અને રૂપરૂપના અંબાર સમી નવયૌવનાઓ હતી. જંબુકુમાર પિતાની સ્ત્રીઓને વૈરાગ્ય તરફ વાળવા અનેક પ્રકારે સમજાવતો હતો, અને સ્ત્રીઓ તેને સંસારમાં ખેંચવા અનેક દૃષ્ટાંત આપી પ્રયત્ન કરતી હતી. આ પણ એક યુદ્ધ જ હતું. શાસકાર સુણાવે છે કે એ જબુકુમાર સંસારરસિક તો ન બન્યા, પણ તેમનું રૂંવાડું સરખું પણ ચળ્યું નહિ. અને એથી ઊલટું તે આઠેય નારીઓને તેમણે વૈરાગ્ય પમાડે. એ કથા વાંચી છે તેમાં કહેવાય છે કે એ સમયે અભય નામના હંટરો તેના પાંચસો જેટલા સાથીઓ સાથે તે સ્થાનમાં ચોરી કરવા માટે ત્યાં આવ્યો હતો. પરંતુ એ ચોરને ય એ મહાપુરુષ જંબુકુમાર અને આઠ રમણીઓ વચ્ચે થઈ રહેલો વાર્તાલાપ સાંભળી વૈરાગ્ય ઉપ હતો. સ્થા કહે છે કે એ ચારોએ પણ ચોરેલી સઘળી માલમત્તાને ત્યાં જ છોડી દઈને એ જંબુસ્વામી સાથે જ ત્યાગમાર્ગની દીક્ષા લીધી હતી. એ રીતે એ સંગ્રામમાં જંબુકુમારને વિજય થશે. આવી અનેક વાતે શાસ્ત્રમાં સંતે એ ફરમાવી છે. પરંતુ આપણને તેની કંઈ પડી નથી. તેમ તમારી પાસે ઉપદેશ આપનારાઓને પણ એની પડી હોય એમ લાગતું નથી. તેથી જ તે આજે જગતભરમાં આટલા બધા વિસંવાદ વધી પડે છે. એ વિસ વાદને દફન કટિબદ્ધ થવાનો સમય હવે પાકી ચૂક્યો છે. એટલું સમજાય તે યે ઘણું છે. માટે સમજે, વિચારો અને સાચી વાતને હૃદયમાં ધારણ કરવા હરહંમેશ તૈયાર રહો. પ્રવચન અ જન ত Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy