________________
-
-
પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ યવનિત્તમfપર જ' એટલે કે આપણે આત્મા પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પિતાને દુશ્મન બને છે. સાચે માર્ગે શકિતને વાળીને તેને ઉપયોગ કરવાની અનોખી યોજના કરવામાં આવે તો આત્મા આત્માને મિત્ર બની જવા પામે છે, પરંતુ એ જ શકિતને રાક્ષસ રાજા રાવણે કર્યું હતું તે મુજબ, અવળા માગે વાપરવામાં આવે તે એ આત્મા પોતે જ પોતાના દુશ્મનને પાઠ ભજવતાં શરમાતો નથી.
આત્મા સાથેનું આત્મયુદ્ધ કેવું હોય તે એક દષ્ટાંતથી સમજાવું તે સરળતાથી તમે સહ સમજી શકશે. એક મહાત્માને કઢી બહુ વહાલી લાગતી હતી. માલમિલકતને ત્યાગ કર્યો, સત્તા છેડી, બીજા કેટલાયે સ્વાર્થોને તિલાંજલિ આપી, સગાં-સ્નેહીઓ તેમ જ માતાપિતાને પણ છોડયાં. એ સઘળે છેડયું, પણ પેલી કઢી કેમેય છેડાતી ન હતી. જ્યાં જાય ત્યાં સામે ચાલીને માગણી કરે: “બ ઈ! આજે કઠી કરે ને. કઢી ખાવી છે!” એટલી હદ સુધીની નિમાંથતાએ તેના મનમાં ઘર કર્યું હતું. એક દહાડો તેને વિચાર આવ્યેઃ “અરે! હું કઢીનો ગુલામ કે કઢી મારી ગુલામ? મારા જેવાને કઢી માટેની આ કિત કેમ પોષાય?’ તેને મનમાં બહુ દુઃખ થયું અને તેને રસ્તો કાઢવાનું વિચારી લઈને આત્મયુદ્ધને આરંભ કરી દીધે. બહારથી કહીને લઈ આવીને તેણે ખાધી તે ખરી, પણ પછી વમન કરીને ફરી તેને જ ખાવાનો પ્રયત્ન કરવા માંડયો. ઊલટી થયા પછી, વમન કરેલી કઢી શેની ભાવે? પણ મનને તેણે ઝગડયું: “ના, ના, પીવી જ પડશે. તને તે બહુ ભાવે છે ને ? એ પ્રમાણે વારંવાર ઊલટી કરીને પીવાથી એટલે તે તેને કંટાળો આવ્યું કે કઢી પ્રત્યે તેના મનમાં કાયમને માટે ઘર કરી રહેલી રસવૃત્તિ - રસલુપતા છેક જ ઊડી ગઈ. એ પ્રકારનો પ્રયોગ અલબત્ત, હઠયોગને છે. એના કરતાં જ્ઞાનયોગ અનેક દરજજે સારો ગણાય.
જ ગણાય. એ જ્ઞાનયોગ એ સાધુજીવનનું એક અંગ ગણાય છે. અને સાચું કહીએ તે એવું સાધુજીવન એટલે જ્ઞાનમય દ્ધાનું જીવન. સાધુ ભગવાં કે સફેદ કપડાં એટલા ખાતર પહેરતો હોય છે કે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારાં સૈન્ય માંહેનાં જીવતા જાગતા સૈનિક પિતાને સહેલાઈથી ઓળખાવી શકાય. તેને મન તે જીવનભરનાં કેસરિયાં કરેલાં હોવાનું તે નકકી કરેલું હોય છે. યાદ છે ને ? એક વખતે એક સંતને કેઈએ ગાળો દીધી ત્યારે તેમણે શું કર્યું હતું ? એ મહાપુરુષે તો એ ગાળો ભાંડનાર તરફ એક હાસ્યષ્ટિ ફેંકીને સુણાવ્યું હતું: ‘ભાઈ, તારી પાસે જે માલ હતો તે તેં દેખાડી દીધે, પણ મારે એ ખરીદો નથી. કારણ કે એ માલની મારે બિલકુલ જરૂર નથી.' એનું નામ સાચે વિજય. ખર વિજેતા એ પ્રમાણે જ વર્તન કરે.
મહાત્મા ઇસુ ખ્રિસ્ત પણ એટલા ખાતર જ કહ્યું હતું કે, “જે કોઈ તને ડાબે ગાલે તમાચો મારે, તો તું તારો જમણે ગાલ ધરજે.”
એ જ દષ્ટિબિન્દુને ધ્યાનમાં રાખીને ભગવાન બુધે ફરમાવ્યું હતું કે, વેરથી વેર નહિ શમે, પણ પ્રેમથી જ વેર શમશે.” સાથોસાથ એ પણ ભૂલવું ન જોઈએ કે “ક્ષમા વીરસ્થ મહાન' ક્ષમા એ તે વીરનું ભૂષણ છે, કાયરનું નહિ. તરવાર લટકતી હોય, મહાન શૂરવીર ગણાતો હોય છતાં પણ ગુસ્સો ચડે એવું વર્તન કોઈ દાખવે ત્યારે સામા માણસને શિક્ષા કરી શકે એવી શકિત હોવા છતાં પણ જે સહિષ્ણુતા રાખે, ક્ષમાને ગુણ દાખવે તે એ એનું ભૂષણ જ ગણાય. નિર્માલ્યતાથી બતાવાતી ક્ષમા એ ખરી ક્ષમા નથી. - શ્રીમદ શંકરાચાર્યે પણ ક્ષમાનું લક્ષણ “વિવેચૂડામણિમાં સમજાવતાં ફરમાવ્યું છે કે “દુઃખમાત્રને સહન કરવાં, બાહ્ય પ્રતિકાર કર્યા વગર સહન કરવાં, એટલું જ નહિ પણ ચિંતા કે વિલાપ કર્યા વગર સહન કરવાં તેમાં જ ક્ષમા અથવા તિતિક્ષાની ખખી ભરી પડી છે! કેધ ઉત્પન્ન થાય તેવા સંજોગોમાં પણ કેધ ઉત્પન ન થવા દે એ જ ખરે પુરુષાર્થ છે, ત્યાં જ સાધનાની ખરી કસોટી છે.”
સવશીલ વ્યકિતઓની ક્ષમા અથવા તિતિક્ષા કેવી તેજસ્વિની હોય છે તેની એક કથા બૌદ્ધ સાહિત્યમાં આવે છે તે સાંભળવા જેવી છે. શુભ નામની એક બૌધ્ધ ભિક્ષુણી એક વખતે વનમાં એકલી ચાલી જતી હતી. તેને રસ્તામાં એક લંપટ ગુંડાને ભેટ થઈ ગયે. એકાંતનો લાભ લેવાના ઇરાદાથી તેણે એ સાધ્વીને ઊભી રાખી અને તેની આંખો સામે તાકીને નીરખી રહો, સાધ્વી તે સાચી વીરાંગના હતી. તેણે પૂછયું: ભાઈ ! તું શું જુએ છે? તારે શું જોઈએ
જીવન ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org