SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (પધ્ય ગુંદંઘ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ સંગ્રામના મુખ્ય બે કારણે તરીકે “અહંતા” ને “મમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યું જ છે. એ અહંતા ને મમતાને તેડવા પ્રયત્ન શરૂ થયા પછી જ માણસ માર્ગાનુસારીની ભૂમિકા પર આવે છે. ત્યાર બાદ સમ્યકત્વનું પરિણમન થાય છે, એટલે કે આત્મભાન થાય છે. અંતરમાં રહેલા એ બે કટ્ટા દુશ્મન જાય એટલે ભવભવનું દુઃખ મટે. પણ એ બે દુમને મારા ઘરમાં છે એવું આજે તે કોઈને ભાન જ હોતું નથી. માણસને ખબર પડે કે કાળોતરો નાગ તેના ઘરમાં ઘુસી ગયો છે, તો તે નાગને કાઢવામાં નહિ આવે ત્યાં સુધી તેને જંપ વળતો નથી. એ જ દષ્ટિએ માણસ જે સમજે કે દુશમન તો મારા કોઠામાં ભરાઈ બેઠે છે તો તે આત્માનું અનિષ્ટ કરવાનું કે અવળી લડાઈ સ્વને પણ કરવાને તૈયાર થાય નહિં. અંતરનાં દુશમનની સાથે લડવું એ સાચું યુધ છે. અને બરોબર સમજે કે એવી લડાઈ કરતો કરતે સતત જય મેળવવા પ્રયત્નશીલ જે કઈ બને તેનું જ નામ સાચે જેન” છે. “વિજેતા' છે. એવા જૈનને મુદ્રાલેખ સમજવા જેવું છે. જે લડાઈ માત્રને માટે મનાઈ ફરમાવાઈ હોત અગર એકંદરે એ ન ઈચ્છવાજોગ હોત તો જૈન શબ્દ “જિ” ધાતુમાંથી પ્રગટે જ નહિ. કારણુ લડ્યા વગર, યુધ ખેડયા વગર જયની પ્રાપ્તિ થાય ખરી? સાચી વાત તે એટલી જ છે કે યુદ્ધ ખેલવું અને એમાં સતત વિજયને વર્યા કરે એ જેનમાત્રને સાચેસાચે મુદ્રાલેખ છે. વળી “સંયમ” અને “તપ” એ પણ આંતરિક યુદ્ધ નથી તે બીજું શું છે? તમે સહ બરાબર સમજજે કે ઈકિયેના વિષયો અને દુષ્ટ મન સાથે જંગ ખેલ્યા સિવાય સાચા સંયમ કે તપનાં ભ છે. તમારામાંના ઘણાએ ઘરબાર કે મિલકતના ત્યાગને, સંયમ તથા સમજ વિનાની લાંઘણને તપ માની લીધેલ છે, પણ તે માન્યતા સાચી નથી, ભૂલભરેલી છે. એ જ કારણથી ભગવાન મહાવીરે કહ્યું છે કે સંયમ અને તપ તો નિર્જરા માટે હોય છે. બરાબર યાદ રાખજો કે ઈન્દ્રિય તથા મનની સામે યુદ્ધમાં ઊતરવું એ કાંઈ નાનીસૂની બહાદુરીનું કામ નથી. માટે જ કહ્યું છે કે – अप्पणामेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ। अप्पणामेवमप्पाणं, जइत्ता सुहमेहो ॥ આનો અર્થ એ છે કે પોતાના આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. બહારના સ્થલ દુશ્મન સાથે યુદ્ધ કરવાથી શું લાભ? પિતાના શુદ્ધ આત્મા વડે અંદર રહેલા દુષ્ટ આત્માને (મનને) જીતનાર ખરેખર પૂર્ણ સુખને પામે છે. એ સંગ્રામને એક પ્રકાર એ છે, જેને આત્મયુદ્ધ તરીકે ઓળખાવાય છે. એવા યુદ્ધનો ઉપયોગ આત્માની સાચી પિછાણ કરવા માટે થાય છે. અને એ આત્માની પિછાણ થાય ત્યારે જ સાચી આત્મપ્રાપ્તિ થઈ કહેવાય છે. સમજે છો ? આત્માની સાચી પિછાણુ કોને થાય છે? ખરેખરી શકિત વગર એવી પિછાણ થવાને મુદ્દલ સંભવ નથી, એ ગોખી રાખવા જેવું છે. તેથી જ સાચી રીતે કહેવાયું છે કે “નાડામામાવીને ચ:' એટલે કે આ આત્માને નિર્બળ માણસ પામી શકતો નથી. નિર્બળતા તેમજ મુડદાલપણું કઈ રીતે ઈચછવા ગ્ય નથી. તેનાથી કંઈ કાર્ય ભાગ્યે જ સરી શકે છે. સાચું કહીએ તે અનેક માયકાંગલા કરતાં શકિતધર એક જ વધુ ઈચ્છવાજોગ છે. ભલેને એ શકિતધર તેની શકિતને અવળે માર્ગે વાપરતો હોય તે પણ માયકાંગલા કરતાં તે ચઢી જાય. અને શ્રેયના માર્ગે શકિતને વધુ સારો સદુપગ કરી જાણે તે તો પેલા કરતાં ય વધુ ઉચ્ચ દરજજાને ગણાય. તેમાં કઈ જાતની શંકાને માટે સ્થાન રહેતું નથી. તમે કદાચ નહિ જાણતા હે કે સાધુ કે શઠ બન્નેમાં શક્તિ હોય છે જ. એક શકિતને સદુપયોગ કરે છે, જ્યારે બીજો તેને દુરુપયેગ કરવામાં મઝા માને છે. પરંતુ એવું ય બની આવે છે કે સત નિમિત્તમાત્ર મળી જતાં એ શઠ પણ શકિતનો દુરુપયોગ કરવાનું માંડી વાળીને તેનો સદુપયોગ કરતા થઈ શકે છે અને એ રીતે શઠમાંથી સાધુ બની શકે છે. પણ માયકાંગલા-પામરપણામાંથી સાધુના ઘડતરની આશા ભાગ્યે જ રાખી શકાય. ને-એ નિર્માલ્યતાને દૂર કરીને શકિતની જ આરાધના કરે - શકિતની પ્રાપ્તિ થઈ એટલે પછી તેના સદુપયેગની તમના વખત જતાં જાગ્યા વગર રહેવાની નથી. અલબત્ત, પ્રયત્નો સતતપણે ચાલુ રહેવા જોઈએ. માટે જ કહું છું કે ખરો દુશમન તે અંદર છે. તેને મહાત કરવા પ્રયત્નશીલ રહે. એટલે બેડે પાર થઈ જશે. યુદ્ધ અને લડાઈનું સાચું રહસ્ય આપોઆપ સમજાઈ જશે. એ જ દષ્ટિબિન્દુને અનુલક્ષીને કહેવાયું છે કે: પ્રવચન અજન ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy