________________
LOLA PIAEA Scani di clopolo audio romance 2016Bier
આપણું મૂળ લેહીમાં કરવામાં સફળ થાય છે. ત્યાં પણ કુદરતે જેલી શરીરની રચના સમજવા જેવી છે. વાળથી કેટલી હદ સુધીની રક્ષા થઈ રહે છે તે વિચાર્યું છે ? જાણે છે ને કે આપણાં નાકમાંય વાળ હોય છે અને તે નાકવાટે પિસવાને પ્રયત્ન કરતાં ઝેરી જંતુઓને સુયોગ્ય રીતે અટકાવી રહે છે. ગળામાં પણ “ટોનસિલ”ની યોજના કયાં નથી ? તેનાથી ગળો મારફત અંદર જતાં ઝેરી જંતુઓને કંઈ જેવો તેવો સામનો કરવો નથી પડતો !
એવાં એવાં યુધે આગળ મોટાં મોટાં રાજયનાં યુધે તો કંઈ વિસાતમાં નથી. એ જંતુઓની અંદર અંદરની લડાઈમાં જેટલી પ્રાણુડાનિ થવા પામે છે તેટલી મેટાં મોટાં વિશ્વયુદ્ધમાં પણ ભાગ્યે જ થવા પામે છે. વળી બાહ્ય યુદ્ધ થાય છે તેવી જ રીતે આંતરિક યુદ્ધ પણ સતતપણે ચાલુ હોય છે. એ યુધને તમે, પ્રકૃતિ અને પુરુષ સામેનાં ઝઘડા તરીકે ઓળખાવો કે દેવી અને આસુરી વૃત્તિ વચ્ચેની લડાઈ કહો કે પછી બીજુ ચાહે તેવું કઈ નામ આપે. પરંતુ એ ઝઘડો, એ સંગ્રામ અથવા યુદ્ધ માનવજીવનમાં સનાતન કાળથી ચાલુ છે. એ સંગ્રામ કે યુદ્ધ અને તેના મૂળભૂત કારણને તમે જાણે છે? વાસ્તવમાં અહંભાવ અને મમત્વ એ બે જ એનાં મૂળ કારણો છે. એ બે જ અંતરમાં રહેલાં ખરાં દુમને છે.
જેન સૂત્રોમાં પ્રરુપેલું છે તે મુજબ જે બે કારણોને લીધે નરકગતિ જેવી દુર્ગતિ પ્રાપ્ત થાય છે તે કારણોને “આ ભ” અને “પરિગ્રહ” તરીકે ઓળખાવાય છે. આરંભ એટલે સ્વપ્રાણ કે પરપ્રાણને આઘાત પહોંચાડવારૂપ મનવૃત્તિ અને તે અહંભાવ પ્રેરિત હોય છે. એટલે અહંકાર જ “આરંભનું ઉદભવ સ્થાન છે. ત્યારે પરિગ્રહ એટલે વરતુને ચારે તરફથી પકડી રાખવારૂપ મનવૃત્તિ અર્થાત્ મૂચ્છ. મતલબ કે મારાપણું કે મમતા એ પરિગ્રહનું ઉદ્ભવસ્થાન છે. ટૂંકમાં, આરંભ અને પરિગ્રહ એ કાર્ય છે. ત્યારે “અહંકાર” અને “મમત્વ' એ એના કારણે છે. એને રોધ કરવા જે કોઈ સ્પષ્ટ રીતે કે આડકતરી રીતે આવે છે તેને હઠાવવાના ભયંકર પ્રયત્ન, એ બે ત–એ બે દમને અનોખી રીતે કરે છે. કામમાંથી કેધ અને કેધમાંથી સંમેહે ઉત્પન્ન થાય છે. “જાનાર ધો.fમના તે આઘાત મવતિ સંમો ” એ ગીતા વચન કહે છે. તેમ અહંકાર અને મમત્વમાં સપડાયેલ માનવી આખરે સર્વનાશને નાતરે છે.
આપણે જોયું કે સંગ્રામ સર્વત્ર છે, એટલે કે સંગ્રામ વિના કેઈ સ્થાન ખાલી નથી. એ રીતે સંગ્રામ કુદરતી ગણાય છે. જેમ જીવવું એ કુદરતી છે તેમ જીતવું એ પણ એટલું જ કુદરતી છે. તમે સહુ સ્પષ્ટપણે સમજી શકે છો કે શક્તિ વધે તે જ જીતી શકાય છે, પણ ત્યાં મારે પૂછવું પડે છે કે એકલી શકિતથી જ ચાલે ખરું? અને જવાબ “ના” માં મળે છે. એ વાત પણ સમજવા જેવી છે. શકિત હોય પણ સાથોસાથ વિવેક; સમજ કે જ્ઞાન ન હોય તે એ શક્તિધર જગતભરમાં અનેક પ્રકારના અનર્થો મચાવી દે છે. રાવણે શું કર્યું હતું તે તમે ક્યાં નથી જાણતા. તે પ્રાપ્ત કરેલી અથાગ શકિતને તેણે દુરપયોગ કર્યો ત્યારે સીતા જેવી મહાસતીને મોટી તકલીફમાં મુકાઈ જવું પડયું હતું. એટલું જ નહિ, પણ શકિતના એ દુરુપયેગને પ્રતાપે એ સમયની મહાન વિભૂતિઓને તથા તે યુગના માનવીઓને કેટકેટલી આપદાઓ વેઠવી પડી હતી. એ કયાં સમજાવવા બેસવું પડે તેવું છે? સ્વરાજયની સ્થાપના પછી પણ સૌરાષ્ટ્રમાં બહારવટિયા ભૂપતે કાળો કેર મચાવવામાં શી મણું રાખી હતી? સ્વરાજયપ્રાપ્તિના શુભ ટાંકણુના અવસરે જ હિન્દુ-મુસ્લિમોની કેટલી બધી શકિત ભયંકર કાપાકાપીમાં તેમ જ મારામારીમાં રોકાઈ ગઈ હતી? એ જ કારણથી અનુભવી પુરુષોએ જગતનાં મનુષ્યોને સંભળાવ્યું છે કે -
નાનત્તિ વિન્નત વનૌરા:
તું ક્ષમા થે જ ર તે વિત્તિ ! અર્થાતુ કેટલાક જાણે છે પણ શકિતના અભાવે આચરી શકતા નથી. અને કેટલાક કઠિનમાં કઠિન આચાર પાળે છે પણ જ્ઞાનના અભાવે જાણી નથી શકતા. પરંતુ જે સાચું સમજી લઈને સાચું આચરે છે તેવા વિજેતા ખરેખર વિરલ હોય છે ! તાત્પર્ય એટલે કે, જ્ઞાનની ઝાંખી ન થઈ હોય ત્યારે જે યુદ્ધ ખેલાય છે તેને અવળી લડાઈ તરીકે પણ ઓળખાવાય છે અને તેવી લડાઈ સ્વપરનું ઘણું નુકસાન કરી બેસે છે, પરંતુ જ્ઞાનનાં પગલાં થતાંવેંત એ જ લડાઈ તેનું સ્વરૂપ બદલી નાખે છે, અને સૈ કે તેને સવળી તેમ જ શ્રેયસ્કર લડાઈનાં નામથી ઓળખાવે છે.
७४
જીવન ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org