________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાલિદ સ્મૃતિગ્રંથ ઘસી નાખવામાં ફતેહ પામે છે. અને એ પહાડો હારે છે ત્યારે જ પાણીના ઘસારાને તાબે થાય છે. એ સમજવા જેવું છે. પથરેનું પણ તેવું જ છે. વળી એ પાણીને અગ્નિ સૂકવી નાખે છે અને બીજી બાજુ એ અગ્નિને પાણી ઓલવી પણ શકે છે. વનસ્પતિને પણ બહારનાં અનેક જંતુઓ પજવી રહેલાં દેખાય છે. એ રીતે આખી જીવસૃષ્ટિમાં પરસ્પર અવિરત સંગ્રામ ચાલુ જ રહેલે દેખા દે છે. કૂતરાં બીજાં કૂતરા સાથે બાઝે; પાડા પાડા સામે લડે; આખલા આખલા સામે જંગ ખેલે. એ પ્રમાણે જાતિ જાતિ વચ્ચે પણ ઠંદ્વ યુદ્ધનાં મોરચા મંડાઈ રહેલા દેખાય છે.
જીવસૃષ્ટિમાં સંગ્રામ ચાલી રહ્યો હોય છે તે જ પ્રમાણે જડસૃષ્ટિમાં પણ યુદ્ધ ચાલુ હોય છે. જડ લાકડાને ત્યારે જ બાળી શકાય છે જયારે માણસ વારંવાર બળપૂર્વક તેને અગ્નિમાં ધકેલ્યા કરે અને સરખી રીતે સંકેય કરે. અણુ અણુ વચ્ચે પણ અથડામણ–યુદ્ધ થાય છે જ, અને જેનું બળ વધારે તે જીત મેળવે છે. તે સામેનાંને પરાજય કરાવી તેને પિતારૂપ બનાવી દે છે. સાકરમાં વધારે પ્રમાણમાં પાણી મળે તે એ પાણીમાં સાકર સમાઈ જાય છે, પરંતુ પાણ કરતા સાકરનું પ્રમાણ વધુ હોય તો એ પાણી પતે સાકરમય બની જવા પામે છે. ત્રસરેણુએ પરસ્પર અથડાય છે તેમાં પણ એ સંગ્રામને નિયમજ કામ કરી રહેલ દેખાય છે. પારો ને સોનું તમે સહુએ જોયાં હશે. એ ધાતુઓ પણ મરે છે, એટલે કે ભરમીભૂત થાય છે. પણ તે કયારે? સંગ્રામમાં હારી જાય છે ત્યારે–અન્યથા નહિ. એ રીતે સર્વ સ્થળે સંગ્રામની બોલબાલા વર્તાઈ રહેલી દેખાય છે.
એ પ્રમાણે જીવજગત અને જડજગતમાં ચાલી રહેલું કાયમનું યુદ્ધ કેમ જાણે કારણસર હોય અને કુદરતને ગમતું હોય એવું લાગ્યા કરે છે. એટલું જ નહી, પણ કુદરત પણ નબળાંને ફેંકી દેવા માગતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એ વસ્તુને પણ વિચારવા જેવી છે. શરીરમાં જ્યાં સુધી પ્રાણશકિત હોય ત્યાં સુધી બહારના હુમલાથી ટકી રહે છે. પણ ઘડપણ આવે છે ત્યારે શરીરની પ્રાણશકિત ઘટે છે એટલે રોગનાં જંતુઓનો સામનો કરવાની શકિત રહેતી નથી. ત્યારે રોગના જંતુઓ શરીરને બીમાર કરી મૂકે છે અને છેવટે શરીર મરણને શરણ થાય છે. એ અનુભવ તે ઘણાને થાય છે. જડ હોય કે ચેતન, પણ એવા પદાર્થને ઘસારાની વધુ પ્રમાણમાં અસર થઈ કે તે ફૂટેજ છે કે તુટ જ છે કે પછી કયારેક, કયારેક ખલાસ પણ થઈ જવા પામે છે. આ પણ યુદ્ધ છે. એનો અર્થ કેટલાકે એ ઘટાવે છે કે આ જગતમાં નબળાને જીવવાનો અધિકાર નથી. ઘડીભર એ વાત માની લઈએ અને સૌ કોઈને એ વસ્તુ યથાર્થ પણ લાગે તેવી છે. પરંતુ બીજી દષ્ટિએ વિચારીએ તે સ્પષ્ટપણે સમજાઈ રહે છે કે લડાઈ અથવા યુદ્ધ તે શકિતને વધારનારુ તેમજ પિષનારું તત્વ છે. લડાઈ ન હોય તે શકિત પ્રગટે કયાંથી? અને તેની અભિવૃદ્ધિ પણ થાય કેવી રીતે? એ દષ્ટિએ લડાઈ એ તે કુદરતને એક સંકેત માત્ર હોય એવું લાગે છે, જે સંકેત યુદ્ધ દ્વારા સર્વોત્તમ સંકલન કરાવી રહે છે.
કુદરતની સૃષ્ટિમાં મનુષ્ય એ સર્વોત્તમ સર્જન છે, પરંતુ એટલી વાત સમજવા જેવી છે કે કોઈ પણ જીવથી કંઈ એકાએક મનુષ્ય થઈ જવાતું નથી. અનેક નિઓમાં ભટકી ભટકીને, તથા અનેકાનેક ગતિમાં રખડીને તથા
૧ળવાન તેમ જ લડી લડીને જીવે તેની તાકાતમાં ઐર પ્રકારે વૃદ્ધિ કરી દીધી હોય છે. ત્યારે જ છેવટે તેને મનુષ્યને જન્મ મળ્યો હોય છે. એને જ આપણે “બહુ પુણ્યકેરા પુંજથી શભ દેહ માનવને મળે એમ કહીએ તો તેમાં કંઈ ખોટું ગણાય નહિ. કારણ જાણે છે ? શકિતમાં અભિવૃદ્ધિ થવી એ શુભનો સંગ્રેડ જ છે, અને શુભને સંગ્રહ એટલે જ પુણ્ય.
માનવશરીરમાં લેહી અને પ્રાણ વગેરે તત્ત્વ છે. તેમની સામે પણ જંતુઓનું સતતપણે યુધ્ધ ક્યાં નથી ચાલતું? જ્યાં સુધી લોહીમાં રહેલા લાલ કણોની તાકાત હોય છે – લડાયક ફેજની તાકાત હોય છે ત્યાં સુધી તે જોરશોરપૂર્વક સામે ટકી રહે છે, પરંતુ તેનું જોર ઘટે છે એટલે એ લેહીમાં વિજાતીય જંતુઓ પેસી જાય છે અને ત્યાં જ ઘર કરી રહેવા લાગે છે એટલે આપણે કહીએ છીએ કે રોગ થયો છે. સાચી વાત એટલી જ છે કે માનવીની આસપાસના વાતાવરણમાં અનેક રોગોનાં જંતુઓ ફર્યા જ કરતાં હોય છે. અને ત્યારે માણસનું લેહી તાકાતહીન બને છે–પ્રાણશકિત ગુમાવી બેસે છે, એટલે કે નબળું પડે છે અને શકિતની ઓટ આવે છે, ત્યારે જ રોગનાં જંતુઓ તેમનો પગપેસારે
પ્રવચન અંજન
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org