SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિ થશે કરવા પડયાં હતાં. એ ભૂલવાથી સાચે ખ્યાલ ભાગ્યે જ આવી શકે છે. ઘડતરનું પરિણામ પામવા માટે એ સઘળું આવશ્યક છે એ બરાબર યાદ રાખજે. એવું જ મનુષ્યના જીવનઘડતર વિષે સમજવાનું છે. એ ઘડતર એટલે જ કેળવણી. એ ઘડતર એટલે જ સાચી તાલીમ. એ સમજાય તો જ જીવનઘડતરને સાચો ખ્યાલ આવી શકે. ત્યારે સમજો કે, માનવજીવનનું ઘડતર એટલે ચારિત્ર્યસંગઠન. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે ચારિત્ર્ય એ તે પારસમણિ કરતાં પણ વધુ ઊંચુ મૂલ્ય ધરાવે છે. જાણે છે કે પારસમણિ લેઢાને કુંદનમાં ફેરવી શકે છે, પરંતુ એ લેઢાને ખુદ પારસમણિમાં બદલાવી શકતું નથી. એથી ઊલટું ચારિત્ર્યશીલ પુરુષ એટલે કે સંતપુરુષ પોતાના ચારિત્રબળથી બીજા મનુષ્યને પણ પોતાના સમાન ચારિત્રસંપન્ન બનાવી દે છે. એટલે જ કહ્યું છે -- પારસમણિ ઔર સંતમેં બડે આંતરે જાણ; વો લેહા કંચન કરે, જે કરે આપ સમાન.” ત્યારે એવા ચારિત્રને પ્રગટાવવા માટે શું કરવું જોઈએ? તમે કહેશે કે તાલીમથી ચારિત્ર પ્રગટે છે. પણ હું પૂછું છું કે એ તાલીમ કઈ? એ તાલીમ એટલે કેળવણી ખરી, પરંતુ એ કેળવણીને તે આજે આપણે માત્ર ઉપર છલે છીછરો અર્થ જ કરી રહ્યા છીએ. આજની શાળા - પાઠશાળાઓમાં અપાતી માત્ર અક્ષરજ્ઞાનની છીછરી કેળવણીથી કંઈ ચારિત્રને પ્રગટાવી શકાતું નથી. એ આપણે સહુ જાણી ચૂક્યા છીએ. આજે જેને કેળવણી તરીકે ઓળખાવવામાં આવે છે તેને સાચું કહીએ તો કેળવણી કહી શકાય જ નહિ. જે કેળવણી માણસને જીવનવ્યવહારમાં છળ, કપટ, દગ, વિશ્વાસઘાત, લાંચરુશ્વત, દેહ, હિંસા જેવી અનેકાનેક બલાઓનો વળગાડ વળગાડે તેને કેળવણી તરીકે કેમ ઓળખાવી શકાય? કેળવણી તે માનવજીવનના અંગેઅંગમાં પ્રવેશ કરીને મનુષ્યને પશુવૃત્તિ તરફે નહિ પણ ઉચ્ચ ગતિ તરફ દેવે ને પ્રગતિ સાધવામાં મદદરૂપ થઈ રહે તેને જ સાચી કેળવણી કહી શકાય અથવા બીજા શબ્દોમાં કહીએ તો “સા વિદ્યા યા વિમુકત” એટલે કે જે આત્મિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાવે તે જ ખરી વિદ્યા છે. એવી કેળવણીને વરેલા મનુષ્યનું ચારિત્ર તે પારસમણિ કરતાં પણ વધુ મૂલ્યવાન તેમ જ દિવ્ય હોય છે. તમે સહુ કોઈ જાણો છો કે આજની કહેવાતી કેળવણીથી કંઈ મનુષ્યનો આત્મા ઘડાતો નથી. અને તે જ કારણે એવી કેળવણીનું પ્રમાણ સમાજમાં વધવા છતાં માનવજાતનાં ચારિત્રની ઉચ્ચતાનું પ્રમાણ વધવા પામ્યું નથી, બલકે એ તે ઘટતું જ રહ્યું છે. હું જયારે મોટી મોટી પદવીઓ ધરાવનારાને-કેળવાયેલાઓને લાંચરૂશ્વત લેતા સાંભળું છું અને માનવશરીર ધારણ કરનારા હોવા છતાં બીજ માનવશરીરીઓ પર તેમને ત્રાસ ગુજારતા નિહાળું છું ત્યારે તેઓ કેળવાયેલા છે એવું માનવાને મારું હૃદય સખેદ સંકેચ અનુભવે છે. જ્યાં ઉઘાડો જુલમ થઈ રહ્યો હોય, જ્યાં લાંચરુશ્વતની બેલબાલા વતી રહી હોય, જ્યાં સ્વાર્થમય જીવન છડેચોક છવાતું હોય ત્યાં સાચી કેળવણીનું અસ્તિત્વ કેમ સંભવી શકે? બીજી બાજુએ કેઈ બિન કેળવાયેલો મનુષ્ય એ લાંચરુશ્વત તરફ નજર સરખી પણ ન કરતે હેય અને પરદુઃખ દેખીને તે તરફ દેડી જવાને હરહંમેશ તત્પર રહેતો હોય તો તેવા મનુષ્યને ઘડાયેલો અથવા કેળવાયેલ કહેવાને હું જરાએ અચકાઉં નહિ. એક સંસ્કૃત સુભાષિત મારા કથિતાશયને બરાબર વ્યકત કરે છે - साक्षरा विपरीताश्चेत् राक्षसा एव केवलम् ।। सरसो विपरीत चेत् सरसत्वं न मुंचति ॥ ભાવાર્થ એટલો જ છે કે અક્ષરજ્ઞાનમાં જ કંઈ સાચી કેળવણીનો સમાવેશ થઈ ગયેલો ગણાય નહિ. અક્ષરજ્ઞાન હોવા છતાં તેનો દુરપયોગ થઈ શકે એવા અનેક દાખલા સમાજની ભીતરમાં ભર્યાં પડેલા દેખાય છે. એવો દુરુપયોગ કરનારા માણસો માનવ મટીને દાનવ કે રાક્ષસ બની જાય છે, જ્યારે એથી ઊલટું “સરસ” મનુષ્યને વિપરીત સંગે મળે છે તેથી ઘડાઈ ઘડાઈને ઊલટો તે વધુ સરસ બની રહે છે અને કેઈ પણ સંજોગોમાં તે પિતાનું સરસપણું છોડી શકતા નથી. એ જ સાચું ઘડતર અને એને જ જીવનઘડનર તરીકે ઓળખાવી શકાય. જે વાત શિક્ષણને અથવા તે કેળવણીને લાગુ પડે છે તે જ વાત કર્મકાંડ કે પૂજાપાઠને પણ સચોટપણે લાગુ પડે છે. કારણ કે ધાર્મિક ક્રિયાકાંડે કે અનુષ્ઠાને હેતુ પણ આખરે તે માનવજીવનનું દેવ-જીવનમાં રૂપાન્તર કે ૬૮ Jain Education International જીવન ઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy