________________
પ. નાનજી મહારાજ
શતાધિ
પરંતુ હું તે તમને આજે માનવજીવનનાં ઘડતરની વાત કહેવા માગું છું. મનુષ્ય એ કુદરતની સૃષ્ટિમાં અનેખું સર્જન છે એ ભૂલશે નહિ. એના શરીરની રચનાનો વિચાર કરતાં આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. એનાં પ્રાણ, મન, બુદ્ધિ, હદય વગેરેને ખ્યાલ કશ્વાથી જ મનુષ્યને મળેલી સાચી શકિતને પર થઈ રહે છે. આટલાં બધાં સાધનો અને તે પણ છેક છેલ્લી ઢબનાં મેળવીને મનુષ્ય જ જન્મે છે. તેથી દરેક શાસ્ત્રમાં અનુભવી મહાપુરુષેએ એક મતે જ ઉચ્ચાર્યું છે કે –
નરતન સમ નહિ કવ નહિ દેહી, જીવ ચરાચર યાચત જેહી;
સરગ, નરક અપવર્ગની શ્રેણ, જ્ઞાન-વિરાગ-ભક્તિ સુખ દેશું.” સંત તુલસીદાસની એ ચોપાઈ છે. સાચે જ આ દુનિયામાં મનુષ્ય શરીર જેવુ ન બીજુ કે શરીર નથી. આમ હોવાથી જ કહેવાયું છે કે આવું મહા મૂલ્યવંતુ મનુષ્ય શરીર સાંપડયા પછી જે મનુષ્યજીવનનું સાચું તેમ જ સુરેખ ઘડતર ન થાય તે એ બાબત કેટલી હદ સુધીની બેહૂદી ગણાય! કેટલી મોટી મૂર્ખામી ગણાય! તેનો ખ્યાલ તમે સહુ આપમેળે પણ ગંભીરતાથી કરી શકે એટલી સરળ એ બાબત છે. મનુષ્યના ઘડતરની વાત સાચા સ્વરૂપમાં સમજાવે એવી લક કહેવત સમજાવનારાં એક બે કવિત જાણવા જેવાં છેઃ
આણંદ પૂછે પરમાણુંદને, માણસે માણસે ફેર !
એક નાણું દેતાં ન મળે, બીજા ત્રાંબીઆના તેર.” કવિ પૂછે છે કે હાથ, પગ, મેં, આંખ, કાન જેવા સઘળા અવયવે પ્રત્યેક માણસને એકસરખા મળેલા હોય છે, છતાં માણસ માણસમાં ફેર કેમ દેખાય છે? એવા હજારે મનુષ્ય દિનરાત સખત મજૂરી કરતા દેખાય છે, છતાં પેટપૂર રોટલો મેળવવામાં પણ તેમને મુશ્કેલી પડે છે. અને બીજાઓ માત્ર થોડી મિનિટ સલાહ આપે છે અને અઢળક ધનની કમાણી કરી લેતા હોય છે. જ્યારે એવા મનુષ્યો પણ મળી આવે છે, જેને કેઈ બદલે મેળવવાની આકાંક્ષા જ હેતી નથી. છતાં પણ જગતના જીવોનું ભલું કરવાનાં કાર્યો પાછળ જીવન ખરચી નાખતા હોય છે. તેવામાં તો પ્રાણીમાત્રને પ્રસન્ન કરવામાં જ અહોનિશ મશગુલ રહે છે. એટલે બધે ફેર શેનો છે? સાંભળો !
જેવી કેળવણી મળે, તે તેમાં માલ
જુઓ દળી ને, કામળી એજ ઊનની શાલ” ન તો તમે સહુએ જોયું હશે. તેમાંથી દળી બને છે અને કામળો પણ બને છે અને કામળી પણ બને છે. તે પણ એ જ ઊનમાંથી બને છે. શિયાળાની કડકડતી ઠંડીમાં હુંફ આપે એવી મુલાયમ શાલ પણ એમાંથી જ બને છે. પણ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે એક જ વસ્તુની બનેલી ચીજોમાં આટલો બધો તફાવત શા માટે છે? દબી બનાવવા માટે ઉનને બહુ કેળવવું પડતું નથી. જ્યારે કામલી બનાવવી હોય તે ઊનને સુંદર રીતે કાંતીને પછી જ બનાવી શકાય છે. પરંતુ એ જ ઊન પર વધુ સંસ્કાર પાડવામાં આવે છે ત્યારે તેની મેંઘામૂલી શાલ પણ બને છે. સમજે કે એ સઘળે તફાવત ઘડતરને આભારી છે. એવું જ બીજુ દૃષ્ટાંત પથ્થરની મૂર્તિનું છે. જીવનઘડતરની ગહન લાગતી બાબતેને સમજવા માટે મૂર્તિરૂપે પ્રતિષ્ઠિત થવા પહેલાં ખાણમાં પડેલ પથ્થરનું ઘડતર કેવી રીતે થયું તે જાણવું ખૂબ જ પ્રેરણાદાયી નીવડશે. એક પથ્થર કોઈ પહાડ કે ખીણમાં નિરુપયોગી રીતે પડયો હોય, ત્યાં સુધી તેના કેઈ ઉપયોગને સાચે ખ્યાલ આવતો નથી. પરંતુ એ પથ્થર કેઈ ભાવનાશાળી શિલ્પકારની નજરે ચઢી જાય છે ત્યારે ઘડતર કળાની મદદ વડે એ જ પથ્થર કે અનોખી પ્રતિમાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ તો આપણું અનુભવની વાત છે. એવી પ્રતિમા જ્યારે કે મંદિરમાં અનેક મનુષ્યની હાજરીમાં પ્રતિષ્ઠાને વરે છે ત્યારે તે નથી રહેતો માત્ર પથ્થર, નથી રહેતી કેવળ પથ્થરની પ્રતિમા, પરંતુ તે તે ખુદ પરમાત્માનું પ્રતીક બની જવા પામે છે. એ વાતનું તારતમ્ય તથા તથ્ય સમજી લેવા જેવું છે. કયાં પેલો જંગલનો રઝળતો, રખડતે પથ્થર અને કયાં જનસમુદાયમાન્ય પરમાત્માનું પ્રતીક! સમજે છે ? એ ફરક ઘડતરને પરિણામે આવે છે. સંસ્કરણનો પ્રભાવ કેવો હોય છે તે એ પથ્થરની પ્રતિમા સરસ રીતે સમજાવે છે. પરંતુ એ જાતની પ્રતિષ્ઠા પામવા પહેલાં એ પથ્થરે પાર વગરના દુખો ને યાતનાઓ સહન પ્રવચન અંજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org