SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ . ઘડતર કરવાનું જ છે. છતાં પણ જઈશું તો જણાશે કે દેવ-મંદિરમાં અહર્નિશ પૂજાપાઠ કરનારાઓનાં કે પિતાને સાચા ધાર્મિક કહેવડાવનારાંઓનાં જીવનમાં પણ વિવિધતા ભય કદાગ્રહે, ઝઘડાઓ, અદેખાઈઓ, અહંભાવ, મમત્વ કે રાગ ભર્યા પડ્યા હોય છે. એ ઉપરથી સમજવું ઘટે કે તેમને સાચી ધર્મ-તાલીમ મળવા પામી નથી, પરંતુ ત્રાંબા-પિત્તળ પર સોનાનો ઓપ ચઢાવવામાં આવે છે તેવી રીતે તેમણે પણ ધર્મને ઉપરછલે ઓપ માત્ર ચઢાવ્ય છે. તેવાઓનું જીવનઘડતર તદ્દન છીછરું છે, એમ કહેવામાં અતિશયેકિતને લેશમાત્ર ભય રહેતો નથી. તાત્પર્ય એક જ છે કે સાચી કેળવણીથી જ સાચું જીવનઘડતર થઈ શકે છે. તેમાં કોઈ જાતના સંદેશા માટે થોડા શે પણ અવકાશ નથી. કઈ કૂતરું કરડવાની અને તે પણ કેઈને ખબર પણ ન પડે તેવી રીતે કરડવાની તાલીમ લઈને જીવન જીવવા માગે તે એવા કૂતરાને તે સમાજમાંથી જાકારે જ મળે. એથી ઊલટું જે કૂતરાઓનાં જીવનમાં માનવજાતના સંસર્ગ પછી મહોમ્બત અને વફાદારીના સંસ્કારો ખીલી ઊઠયા હોય છે તેને સમાજમાં રથાન મળે છે. એટલું જ નહિ, પણ તેનાં એ ઘડતરની કિંમત પણું અંકાવા પામે છે. એ વસ્તુ અનુભવથી સમજી શકાય તેવી છે. જગતમાં નિમાંણ પામેલી સંખ્યાબંધ નાની-મોટી વસ્તુઓ માટે કુદરતનો સંકેત એક જ છે કે “સાચી રીતે કેળવાઓ અને તે દ્વારા સર્વોપયોગી થાઓ!” ચોતરફ નજર ફેંકે તે તમને સ્પષ્ટપણે સમજાશે કે જગતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ, સાગર, પહાડે, ઝાડે, પવન, અગ્નિ, આકાશ ઇત્યાદિ સઘળામાં અનોખું ઘડતર તેમ જ સાચું સર્વોપયોગીપણું નજરે પડ્યા વગર રહેશે નહિ. કુદરતે નિમેલાં એ સઘળાં ત પણ પગપણને સિદ્ધ કરી બતાવે છે. ત્યાં પછી મનુષ્ય માટે તે બીજું શું કહેવાનું હોય? બીજા કશાને નહિ પણ એ સર્વોપયોગીપણાને જ અપનાવી લેવામાં આવે છે કે મનુષ્યના જીવનનું ઘડતર સુગ્યપણે થઈ રહે. મનુષ્યના જીવનઘડતર માટે આજના શિક્ષણની સાથે સંસ્કારિતાને ઉમેરો કરવામાં આવે તે સાચાં ઘડતરનાં દર્શન સે કઈને આપે આપ થઈ રહે. એ સંસ્કારિતા એટલે જીવનનો ઓપ. એવી સંસ્કારિતા પ્રાપ્ત કરવાની ત્રણ રીત છે: (૧) સ્વપ્રયત્નથી, (૨) મા-બાપ તેમજ ગુરુદ્વારા ને (૩) સમાજ સાથેના સહવાસ મારફત. જો એ ત્રણે દિશામાંથી એકસરખી રીતે ઉચ્ચ પ્રકારની સંસ્કારિતાનું સિંચન થતું રહે તે એકલા મનુષ્યનો નહિ પણ સમસ્ત માનવજાતને તેમ જ જગતભરનાં પ્રાણીમાત્રનો બેડો પાર થઈ જવા પામે. એ જ કારણ છે કે આપણી માતૃભૂમિમાં એ ત્રણેય બાબતે તરફ અગત્યનું ધ્યાન અપાવવા સારું ભગીરથ પ્રયત્ન સૈકાઓથી થતા રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે ભારતભૂમિ દ્વારા જગતભરમાં જીવનનાં ઘડતર તેમ જ ઉપયે ગનાં આંદોલનને પ્રચાર અનેક વખત થતો રહ્યો છે, અને ભારતવર્ષ પાસેથી અન્ય રાષ્ટ્રોને તેમ જ પ્રજાઓને પણ સાચી સંસ્કારિતાની અનોખી પ્રેરણા મળવા પામી છે. જીવનનું સાચું ઘડતર કરીને મહાપુરુષ બનવા પામેલા મનુષ્યનાં અનેક દૃષ્ટાંતે જગતના ઈતિહાસમાંથી તેમ જ ધર્મ શાસ્ત્રોમાંથી મળી રહે છે. તેમાંનાં થોડાંક દષ્ટાંતે રજૂ કરી મારું આ વક્તવ્ય પૂરું કરીશ. વાલ્મિકી ઋષિનું નામ કેણે નહિ સાંભળ્યું હોય તેમનું પૂર્વજીવન કેવું હતું તેને કદી વિચાર કર્યો છે? રતના લૂંટાર તરીકે તે ઓળખાતા હતા અને લૂંટ કરીને ત્રાસ ફેલાવવામાં મોજ માણતા હતા. લૂંટને બંધ કરવામાં નરી હિંસાવૃત્તિ, દાંડાઈ, વાર્થવૃત્તિ, ઈત્યાદિનો તે નિરંકુશપણે ઉપગ કરી રહ્યો હતે. જીવનમાં ઘર કરી રહેલી આસુરી વૃત્તિ એ સિવાય બીજું શું કરાવી શકે ? પરંતુ દેવગે એકદા તેને જંગલમાં નારદઋષિને ભેટો થઈ ગયો. પવિત્રતાની મૂર્તિ સમા નારદના અણુએ અણુમાં પ્રેમ અને ભકિત નીતરતાં હતાં. એના ટૂંકા સમાગમમાત્રથી અને એના હૃદયમાં ઊતરી જાય એવા સમયેચિત ઉપદેશથી એ ધડપાડુ જેવા રતનાના દિલમાં પલટો આવ્યો અને તેના હૃદયમાંથી કરુણાના પૂર વહેવા લાગ્યા. એ વાત ખૂબ જ જાણીતી છે. એ રીતે તેની દષ્ટિ ફરી જતાં અને તેની માનસિક દશા બદલાઈ જતાં એ રતનાનું ઋષિવરમાં પરિવર્તન થઈ જવા પામ્યું. તેને લગતી સવિસ્તર વાત તો અગાઉ કહેવાઈ ગઈ છે. એવું જીવન પરિવર્તન કંઈ ઘડતર વિના સંભવે નહિ અને એવું ઘડતર કરી શકવાની ત્રેવડવાળા મહાપુરુષો જ બીજાઓનાં જીવનમાં ઘડતરનો સાચો ચેપ લગાડી શકે છે. જેન સૂત્રમાં અભયકુમારનું નામ ખૂબ જ જાણીતું છે એટલે તમે ન સાંભળ્યું હોય એમ હું માનતો નથી. તેઓ મગધરાજ શ્રેણિક રાજાના પુત્ર હતા તેથી જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી એવું માનવાનું કેઈ કારણ નથી. તેમની પ્રવચન એજન Jain Education International ૬૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy