________________
‘પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
(
*
ગુરુદેવના આશીર્વાદ સાયલાથી તા. ૧૧-૧૧-૬૪ ના કાર્ડમાં ગુરુદેવે સંવત ૨૦૨૧ ના બેસતા વર્ષના આશીર્વાદ આપતાં લખ્યું* તમારા પત્રો, સમાચારો મળે છે. નૂતનવર્ષમાં તમારા હાથથી અનેક ધાર્મિક કાર્યો થાઓ ને ઉપાડેલ અહિંસાપ્રવૃત્તિ (પશુબલિ-નિષેધની) સફળ થાઓ, અને પ્રવાસ વિજ્યવંત બને, એ મારી શુભેચ્છા પાઠવું છું...” ભાઈ અંબાલાલ પટેલે એ જ કાર્ડમાં લખ્યું “......તમે બને ઠાણું, ભકતમંડળ સર્વને પૂગુરુદેવે ખાસ યાદ કરવાનું લખાવેલ છે...........પૂ. ગુરુદેવની તબિયત સારી છે....જગત અને જીવનના મહા નિયમરૂપ ૩ મૈયા આપનીજગતની આમજનતા અને સર્વ પ્રાણીઓની - શુભેચ્છા. પરમકૃપાળુ પ્રભુ પાર પડા; એ જ પ્રાર્થના સાથે પરમ પૂજ્ય ગુરુદેવની શુભાશિષ....... સહ મંગલ, મંગલ! તમારા શુભ કાર્યોમાં પ્રભુ બળ આપો અને જગતના સર્વ પ્રાણીઓની તમારા પુનિત હસ્તે વધુ ને વધુ સેવા કરા...” આવી હતી ગુરુદેવની આ સ્વ-પર શ્રેયકારક પ્રવૃત્તિઓમાં શુભાશિષ અને પ્રેરણા !
એક પાસે, એક દૂર પ્ર. ચુનીલાલજી મહારાજ ગુરુદેવમાં, રામમાં હનુમાનની જેમ અને ગાંધીજીમાં મહાદેવભાઈની જેમ દટાઈ ગયા હતા. તેઓશ્રીએ પોતાનું જીવન ગુરુમય બનાવ્યું હતું. એટલે સુધી કે ગુરુદેવ ગમે ત્યાં બેઠા હોય કે ગમે તેવા અગત્યના કામમાં હોય, પણ એમનું ચિત્ત તે માત્ર ગુરુદેવમાં, ગુરુદેવમાં અને ગુરુદેવમાં. ગુરુદેવની પથારીમાં, અરે! પગમાં ય જરાક રજ લાગી હોય તો તેઓ તરત જ લુછી નાખવાના. સો એકી અવાજે કબૂલતાં- “ગુરુદેવે પોતાના ગુરુદેવની જે એકનિષ્ઠાથી સેવા-ભકિત કરી છે, તેની જ પૂ. ચુનીલાલજી મહારાજ પુનરાવૃત્તિ છે. “કરીએ તેવું પામીએ રે !” એ ગુરુદેવે જ ગાયું છે ને ! અલબત્ત મુંબઈથી દેશમાં આવ્યા પછીથી પૂ. ગુરુદેવની તબિયત નાજુક રહેતી હોવાથી છેલ્લા ચાર ચાતુર્માસ પિતે સાયલામાં જ સ્થિર રહ્યા હતા. તે વખતે શેષકાળ પૂરતા અવાર-નવાર તેઓની શિષ્યાઓ પૈકી કેઈ ને કોઈ (મંડળરૂપે) સેવા નિમિત્તે સાયલામાં રહેતા. પરંતુ ચાતુર્માસ નિમિત્તે, પહેલા ચાતુર્માસમાં વ. તેજસ્વિની મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીના શિષ્યાઓમાંથી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી તથા બા.બ્ર. ઇન્દુબાઈ આર્યા ઠાણું ૨, બીજા ચાતુર્માસમાં ભકત હદય વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી, બા. બ્ર. શ્રી પુષ્પાબાઈ આર્યાજી, બા. બ્ર. શ્રી હંસાબાઈ આર્યજી ઠા. ૩, ત્રીજા ચાતુર્માસમાં શાન્ત સ્વભાવી મહા. શ્રી કલાવતીબાઈ આર્યાજી, વિદુષી મહા. શ્રી વિનંદિનીબાઈ આર્યાજી. મહા. શ્રી વસંતપ્રભાબાઈ આર્યાજી ઠા. ૩, તથા ચોથા ચાતુર્માસમાં સેવાભાવી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી તથા બા. બ્ર. સરલાકુમારીબાઈ આર્યાજી ઠાણુ ૨, આ પ્રમાણે સેવા નિમિત્તે અને અભ્યાસ નિમિત્તે રહ્યા હતા અને પૂ. મહારાજશ્રી ચુનીલાલજીસ્વામીને રાહત મળે તેમ મર્યાદાપૂર્વક સેવા-ભકિતને લાભ લેતા હતા. પૂ. મહા. શ્રી હેમકુંવરબાઈ ઠાણું ૩, થાનનું ચોમાસું પૂરું કરીને સાયલા પૂ. ગુરુદેવની નેવ્યાસીમી જન્મજયંતી ઉપર આવી ગયા હતા.
પૂ. ચુનીલાલજી મહારાજ જ્યારે પ્રત્યક્ષ સેવાનો અનેરો લહાવો લેતા, ત્યારે મારા માટે “યેય એક-માર્ગ છે” પ્રકરણ મુજબ ભાવનલકાંઠા પ્રાગદ્વારા ગુરુસેવા નિર્ભેલી હોય, એમ જણાતું. તા. ૩૦-૯-૬૪ ના અંતર્દેશીય પત્રમાં ભાઈ અંબુ લખે છે. “તમારા શુભ કાર્યોમાં ગુરુદેવના આશીર્વાદ હોય જ છે.” આમ મારા મનને હું સમાધાન આપતા.
અણધારી ઘડી તેવામાં એક અણધારી ઘડી આવી. તા. ર૭-૧૨-૬૪ને એ દિવસ હતે. આ દિવસ ગુરુદેવે આગંતુકને પિતાની વાણી દ્વારા ખૂબખૂબ શાન્તિ પમાડી. રવિવારનો દિવસ હોઈ આગંતુકો પણ ઓછા ન હતાં. પરિશ્રમ ઠીક-ઠીક પહોંચ્યા હતા. પ્રતિક્રમણ તે પતાવ્યું. પણ સામુદાયિક પ્રાર્થનામાં આજ ન બેઠા. “છાતીમાં દુખે છે” એમ કહી જેવા સૂતા તે શ્વાસ ચઢ. પૂ. ચુનીલાલજી મહારાજે પૂછયું- શું થાય છે?” પૂ. ગુરુદેવે કહ્યું- “પૂ. નાગજીસ્વામીને જે શ્વાસ ચઢેલે, તેવો શ્વાસ જણાય છે. પ્ર. ચુનીલાલજી મહારાજ આ સાંભળી તાજુબ થઈ ગયા. બસ, હવે તે ફરજ પૂરી કરી લેવાની હતી. સાયલાના ડકટરે જોયું. સાંજ પડી ગયા પછી જૈન સાધુથી દવા લેવાય નહીં. સુરેન્દ્રનગરના ડોકટરને બોલાવવા ખાસ માણસ મોકલેલ પણ તે આવે તે પહેલાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ, એ ચાર શરણ સ્વીકારી પૂ. ગુરુદેવે રાતના ૧૦-૨૫ સમયે ચિર વિદાય લીધી.
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
૬૩ www.jainelibrary.org