SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય ૫. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નયન વાત્સલ્યરસનિધિમાં કદી ખૂટયાં ન હતા. હું તૈયાર થઈને નીકળે. એક હાથમાં લાકડી અને બીજો હાથ મારા ખભા પર મૂકી તેઓ ઉપાશ્રયના દ્વાર લગી ચાલતા. મને જાણે છેલ્લી વિદાય આપવા આવ્યા હોય તેમ આવ્યા. અને “હવે કયાંથી મળી શકીશું ?” એમ કહી જે ભાવનિધિ ઠાલવ્યો, એ દશ્ય મીરાંબેન, મણિભાઈ તથા જેમણે જેમણે જોયું તે સૌને હૈયે ચૂંટી ગયું. અહા ! કેવા એ અમીભર્યા નયને હેયે ચૂંટી ગયાં ! આજે હજુ પણ એ દશ્ય ખસી શકતું નથી. શ્રી સુશીલે એક કાવ્યમાં ગાયું છે, જે ગુરુદેવને જાણે યથાર્થ લાગું પડતું હતું! જાણે તેઓ એમ કહી રહ્યા જણાતા કે આ ઉર ઉછળતે રસ રેડું કયાં જઈ? વિશ્વપાત્ર નાનકડું ત્યાં ન સમાય જે. હેતભર્યું હૈયું અમીરસથી ઉછળે.' વચૈત્ર વોરંવ” અને “યાત્મવા સર્વભૂતેષ” એ બન્નેય ભારતીય સંસ્કૃતિનાં સૂત્રો જાણે આરપાર પચાવી નાખ્યાં હોય એવું એમનું સર્વાગી જીવન હતું. ૩૮ આખરી વિદાય હું જ્યારે પૂ. ગુરુદેવના દર્શને સંવત ૨૦૧૯ની સાલમાં સાયલા જતો હતો, ત્યારે લીંબડી સંપ્રદાયના પૂજ્યશ્રી તથા સદગત પૂ. નાગજીસ્વામીના પ્રિય અને અગ્રિમ અંતેવાસી ધનજીસ્વામીએ સંદેશે કહેવડાવેલે – “નાનચંદ્રજી મુનિ! હવે તે લીંબડી પધારે. ગાદીના ગામમાં જ આપનું છેલ્લું સ્થાન શોભે. અંતિમ વર્ષો અહીં જ પસાર કરો.” મુખેથી પણ ખૂબ હેતભર્યા શબ્દોમાં કહ્યું. પૂ. પાર્વતીબાઈ મહાસતી તથા પૂ. કપૂરાબાઈ મહાસતી વગેરે પણ લીંબડીમાં ઠાણુપતિ હતા. તેમની પણ ગુરુદેવનાં દર્શન, વાણી, શ્રવણ અને સત્સંગની તીવ્ર ઈચ્છા હતી. મેં આ બધા સંદેશાઓ ગુરુદેવને કહેલા. બધાને બહુ આગ્રહ જોઈ ગુરુદેવની ઈચ્છા પણ સંવત ૨૦૨૦નું ચોમાસું લીંબડી કરવાની થઈ ગયેલી, પણ મેં અહીંથી મારી અંતરછા જણવેલી– “હવે તે આપ વતનમાં જ રહો તે સારું”. કારણ કે સાયલામાં જે એકાંત શાંતિ અને આબોહવાની અનુકૂળતા હતી, તે લીંબડીમાં ન હતી. સાયલામાં પૂ. ચુનીલાલજી મહારાજને પણ પુષ્કળ અનુકૂળતા મળતી. ત્યાં એક ભેંયરું પણ શ્રી હેમચંદભાઈએ સાયલા રેલ્વે થઈ તે જમાનામાં કરાવી આપેલું. મોટું શહેર પણ નહીં અને ગામડું પણ નહીં. અલબત્ત ભારે અગવડવાળે જોરાવરનગરથી સાયલાને રેલ્વે ફાંટો પ્રથમથી હતે. પણ હવે બસની સગવડે વ્યાપક પ્રમાણમાં થઈ ગયેલી; એટલે આવનારને તે મુશ્કેલી ખાસ કાંઈ નડે તેવી રહી ન હતી. મૂળે તે ભગતનું ગામ મૂળે તો લાલા ભગતની ગાદી અને પિતાનું જન્મવતન. વળી ત્યાં સાધનાકુટિરમાં ય ઠીક એકાંત મળતું. ભાઈ અંબાલાલને ય ફાવી ગયેલું. અતિથિ સેવા સમિતિનું કામ પણ બરાબર ચાલતું હતું. આમ સંવત ૨૦૧૯ નું મારું ચોમાસું ભારતના પાટનગર (દિલ્હી) માં થયું. તેમનું ચાતુર્માસ સાયલાજ થયું. એ જ રીતે લીંબડીને અતિશય આગ્રહ હતો તે ય છેવટે તબિયત જરા નાદુરસ્ત લાગી, એ કારણે પણ સંવત ૨૦૨૦ નું ચોમાસું કુદરતી રીતે સાયલામાં જ થયું. મારું ચોમાસું ભવાનીપુર (કલકત્તા) માં થયું. મેં તે અહીં સ્વાગત સમારોહના મારા ભાષણમાં જ કલકત્તા આગળ ત્રણ પ્રશ્નો અને તેમાંય મોખરે પશુબલિનિષેધનો પ્રશ્ન મૂકી દીધું અને કામ ચાલ્યું. છે આ પ્રસંગને નજર સામે રાખી, મીરાંબેને કોઇ ધન્ય પળે એક ઊર્મિગીત રચેલ, તેમાંથી નીચેના ઉદ્ગાર નોંધપાત્ર હોવાથી અહીં ઉતારેલ છે. દેહ જુદા દિલ એક રહેલાં, વત્સલતાના ફલડાં ઝરેલાં,' - સુશિષ્ય - ગુરુની જોડ સુભાગી, ગુરુજન આશા બહુ બહુ જાગી; પણ ‘શિશુ’(સંતશિશુ) ને “ઐયા” લય લાગી, તેણે અળગા (ગુસ્થી) કર્યા ખચીત. ગાતે શિશુ નિજ ‘મા’ નાં ગીત – (૨) - ઓતપ્રેત આત્માને અંતર - શિશુ ગુરુને મળવાને તત્પર; ચાર આંખ જ્યાં મળે નિરંતર, વત્સલગંગા વહે પુનીત. ગાતો શિશુ નિજ ‘મા’ નાં ગીત - (૨) (મીરાંબેન રચિત ગીતમાંથી) Jain Education International Jain Ear FP International For Private & Personal Use Only www.atelitary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy