SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ३७ અમીરસ નેણાં ઉરમાં ચોંટયાં હવે પાછા ગુરુદેવ મૂળ ઠેકાણે (સાયલા) પધાર્યાં. દેશ અને દુનિયાનાં ધર્માંન્દોલના માટે મુબઇ રહેવું જરૂરી હતુ. સંપ્રદાય માટે લીખડી રહેવું જરૂરી હતું. પણ સ્વ-પર સાધનાને અંતિમ તાળા મેળવવા માટે જન્મ-વતનમાં રહેવુ જરૂરી અન્ય જણાતુ હતુ. એટલે ફરી પાછા ભગતના ગામ (સાયલા) માં જ પધારી ગયા અને વિરાજ્યા. રાજકીય ક્ષેત્રે ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું હતું, સન ૧૯૬૦ની મેની પહેલી તારીખે. ગુજરાતના ઋષિ શ્રી રવિશંકર મહારાજને હાથે એની ઉદ્ઘાટનવિધિ થયેલી. ત્યાર ખાદ પંચાયત રાજ્ય આવ્યું. સાયલામાં હવે તાલુકા પંચાયત બની ચૂકી હતી. પૂ. ગુરુદેવ ત્યાંના બધા સમાચારે મને આપતા. હું એમને આપ્યા કરતા. જેમ પત્રવ્યવહાર સતત જારી રહેતા, તેમ વારંવાર દર્શનાર્થે જવાનું પણ થતુ. હમણાં છેલ્લાં વર્ષોથી ગામડાંઓના પૂરક શહેરો અને તે માટે તથા ગુજરાતને આ ભા. ન. કાંડા પ્રયાગ દેશવ્યાપી અને તે માટે પણ ગુજરાત છોડી હું મહારાષ્ટ્ર અને મુંબઇ ગયેલા, મુંબઇમાં કપેાળવાડીનું ચેમાસુ પૂરુ કર્યા પછી ‘સાધુ-સાધ્વી શિબિર' માટે આખુંય વર્ષ મુંબઇમાં રોકાવુ પડેલું. આમે ઘાટકાપરના ચામામાં પછીથી ભાઇશ્રી ત્રંબકલાલ દામાણી કલકત્તા ભણી ખેંચી રહ્યા હતા. છેવટે ચાર-પાંચ વર્ષે ભાલનલ-કાંડામાં એક ચામાસુ પૂરુ કરીને દિલ્હી ચે!માસુ કરી કલકત્તા આવવાનું નકકી કર્યું. કેટલાક સભ્યાને ગળે ન ઉતરવા છતાં સૌએ મળીને ભા. ન. કાંડા પ્રા. સંઘ તરફથી સંમતિ આપી. સન્યાસીમી જન્મતિથિએ પૂ. ગુરુદેવ હવે લીંબડીનું ચાતુર્માસ પૂર્ણ કરી સાયલા પધાર્યા હતા. સ્થિરવાસની ભાવના હોવાથી સંવત ૨૦૧૭ અને સંવત ૨૦૧૮ ના એ ચાતુર્માંસ સાયલામાં કર્યો. દરમિયાન મહાસતીજીએના મ`ડળમાંથી અવાર-નવાર કાઇ ને કોઇ મંડળ સેવા અને અભ્યાસ નિમિત્તે સાયલા રહેતા. દર વર્ષે જન્મ-તિથિ તથા દીક્ષાતિથિ સાયલામાં ભવ્યતાથી ઉજવાતી. હાલ સંવત ૨૦૧૯ની સાલ ચાલતી હતી. હું અને સહપ્રવાસીનેા, કલકત્તા જેટલે દૂર નીકળવાનું હાઈ, ગુરુદ્રનાથે સાયલા આવ્યા. છયાસીમી વર્ષગાંઠ અને સત્ય સીમી જન્મતિથિ ઉત્સાહપૂર્વક ઉજવી. જન્મતિથિને ટાંકણે જનમેળા સારે જામતા. આ દિવસેામાં હું... મેટા ભાગને સમય પૂ. ગુરુદેવ પાસેથી લઇ લેતે. એટલા માટે કે મારે મુખ્યત્વે એ જાણવું હતું કે, “ આજના દેશ-દેશાન્તરનાં દરેક ક્ષેત્રનાં મુખ્ય-મુખ્ય ગણાતાં માણસા સાથે મુલાકાતા અથવા પત્રવ્યવહાર વગેરે શા શા થયેા છે?” ખાકીના સમયમાં ગુરુદેવ પણ મિણભાઈ પાસેથી મારી અને ભા. ન. કાંઠાની પ્રવૃત્તિઓની વિગતે ઝીણવટથી જાણી લેવા માગતા હતા. આમે ય ગુરુદેવ એટલે જેમ ઉદારતાના દરિયા હતા તેમ જિજ્ઞાસાના પણ દરિયા હતા. પણ આ વખતે જાણે વિગતેનુ પુનરાવર્તન થાય તે ય અમેા પરસ્પર એકમેકની ઝીણી દ્રષ્ટિએ ધુ જાણી લેવા માગતા હતા. મને મારા જ લખેલા થોકબંધ પત્રાની થેાકડીએ તેમણે કમાટમાંથી કાઢીને એક વખત મારી આગળ ધરી ખતાવી દીધી. હું તે આમાં ત્યારે કાંઇએ સમજી શકયેા ન હતા. હવે સમજાય છે કે એમાંય સંકેત હતેા. શ્રી મેઘજીભાઇ આ દિવસેામાં ત્યાં જ હતા. ડૉ. સૂચક અને તેમના ધર્મપત્ની અને એમના મિત્ર આ વિસેામાં આવી ગયા. શ્રી કુરેશીભાઇ, ફૂલજીભાઈ, અખુભાઇ, કાશીબેન વગેરે પણ આવી ગયા. અમદાવાદથી શ્રી વાડીભાઈ અને મુંબઇથી શ્રી મનસુખભાઇ કોન્ટ્રાકટર પણુ કુટુ ંબ સહિત આવી ગયા. હું સંપ્રઢાયના રિવાજ પ્રમાણે આહાર-પાણી જુદા કરતેા, પણ એમની પ્રસાદી રાજ મેળવતો. પૂ. હેમકુંવરબાઇ ઠા. ૩, પણ ત્યાં જ હતા. સર્વધર્મ પ્રાર્થના વગેરે અને કોઈ વાર ખાસ ભજના મીરાંબેન ગાતાં. ગુરુદેવના પ્રભાતપ્રવચા ઇંદ્રિયવિજ્ઞાનથી ચેતનવિજ્ઞાન સાથે આજના ભૌતિક વિજ્ઞાનના સમન્વય કરીને ઘણાં જ પ્રેરક, મધુર અને નવું નવું જ્ઞાન અર્પતાં થતાં હતા. તેએ તથા પૂ. ચુનીલાલજી મહારાજ મારી પાસે જ રાત્રિપ્રવચન ખેલાવવાના આગ્રહ રાખતા. વિદાયની વસમી ઘડી આખરે દશમે દિવસે વિદ્યાયની વસમી ઘડી આવી પહેાંચી. હુ ગુરુદેવ સાથે તે। દીક્ષા પહેલા સવા-દોઢ વ અને દીક્ષા પછી આઠેક વર્ષ માંડ રહ્યા હાઇશ. એથી ત્રણગણી મુદ્દત વિખૂટો જ રહ્યા હોઇશ. પણ દેહ જુદા દિલ એક’ જેવી દશા હતી. તેઓશ્રીના મીઠા ઠપકા ઘણી વાર સાંભળ્યા હશે; પણ એ બધાંની વચ્ચે અમીભર્યું" હૈયું અને અમીભર્યો વિશ્વસંતની ઝાંખી Jain Education International For Private Personal Use Only ૬૧ www.jairnelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy