________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
હતા. સાયનમાં ચાતુર્માસ માટે નિમાયેલી ‘સત્કાર સમિતિ' વિચારમાં પડી. પણ શુ થાય? પળેપળના ખબરે। મળતા. આ બાજુ ઘાટકેાપરમાં ચાતુર્માસ બિરાજતા પૂ. હેમકુંવરબાઇ મહા, પણ ખેરીવલી કૃષ્ણકુંજ ભણી વિહારની તૈયારીમાં પડેલા સાંભળ્યાં. તેવામાં જ પૂ. ચુનીલાલજી મહારાજ તરફથી ખબર આવી ગયા- “ પૂ. ગુરુદેવ હાર્ટએટેકમાંથી આખાદ રીતે પાર ઊતરી ગયા છે. ચામાસામાં વિહાર કરીને આવવાની જરૂર નથી. ત્યાં તે રસિકભાઇ શેઠ, હિરભાઈ દેશી, દુર્લભજીભાઇ ખેતાણી વગેરે તરફથી પણ પૂર્ણ શાંતિના સમાચાર આવી ગયા તેથી ચાતુર્માસમાં વિહાર અટકી ગયે1.
૩
વળી પાછા લીમડી
સાયનનું ચામાસું પૂરુ કરી હું એક વાર ભા. ન. કાંઠા પ્રદેશની પ્રત્યક્ષ મુલાકાત લેવા ઉપડયે; કારણ કે સાયનથી જ વીરચંદભાઇ, રતીભાઇ ગાંધી વગેરેએ મધ્ય મુંબઈના ચામાસાની માગણી કરી લીધી હતી. ગુરુદેવને હજુય મુંબઈ છોડે તેમ ન હતું. વરસેાવામાં હીરાબેન ચીનાઇને અગલે પૂ. ગુરુદેવની ત્યાસીમી વર્ષગાંઠ અને ચ્યારાસીમી જન્મતિથિ ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવવાની હતી. પૂ. સાધ્વીજી હેમકુંવરબાઇ ઠા. ૩ મારા પહેલાં ત્યાં પહેાંચી ગયા હતા. હું સાથીજના સાથે પહેાંચ્યા. ભાઇ અંબાલાલના હરખ માટે ન હતા. માણેકલાલભાઈએ આગતુકાનુ ઢમઢમાભર્યું સ્વાગત કરેલું, બાબુભાઇ ચીનાઇ અને એમના કાકાએ પણ હાજર હતાં. આ જન્મતિથિ ઊજવવા આટલે દૂરથી પણ લેાક-સંખ્યા સારી પેઠે જમા થઇ હતી.
જ્યાં ‘આચારાંગ ' સૂત્રની પ્રસ્તાવના લખાઈ હતી. કેવે એ રમણીય સમુદ્રતટ છે. વરસેાવા! દૂર-દૂર સુધી છીછરાં પાણીમાં લેાકાને આંગેાળવાની મજા આવતી હાય છે. ભરતી આવે ત્યારે શાંત લાગતા એ રિચા ખળભળી ઊઠે છે. આ ખગલાએ પર જોથી મેાજા' અફ઼ાળી કૈક–કૈક શિખામણેા આપી જાય છે.
પૂ. ગુરુદેવ તે ત્યાં ઘેાડુ' રોકાયા; પણ મારે ભા. ન. કાંઠામાં ફરીને પાછું' મુખઇ પહાંચવાનુ હતુ એટલે મેં ત્યાંથી વિદાય લીધી. મીરાંબેન હીરાબેનના હવે સુપરિચિત થઇ ચૂકયા હતા. કારણ કે શિયાળથી પૂ. ગુરુદેવ સાથે સહપ્રવાસમાં પેાતાના વતન ખાવળા થઈને અમદાવાદ પગપાળા પહોંચેલા, ત્યારે અમદાવાદમાં પ્રથમ જ દૂધેશ્વરના હીરાબેનના મકાને (ચીનામાગ) સીધેસીધા પહોંચેલા. ઘેાડા દિવસ સાથે પણ રહેલાં.
હાર્ટએટેકના બીજો હુમલે! અને ચિંતા
મારે વિહાર ચાલુ હતા અને આગળ વધતાં હું જ્યારે ભાલનળકાંઠામાં ફરતા ફરતા વીરમગામ આવેલા ત્યારે રસ્તામાં શ્રી રવિશંકર મહારાજ પણ આવી ગયેલા. ત્યાં જ વીરમગામમાં એકાએક ખબર મળ્યા. – ગુરુદેવની તખિયત ફ્રી બગડી છે. નાના હાર્ટએટેક આવ્યે છે.”
ત્યાર બાદ સમાચાર મળ્યા કે પૂ. ગુરુદેવનું લીંબડી સ્થળાંતર થયું છે. થાડા દાડા પછી પાછી તબિયત પૂર્વવત્ તંદુરસ્ત થઈ ગઈ. જાણે કેમ અહીં જ તાત્કાલિક ખેંચવા માટે કુદરતે યાજનાપૂર્વક આ બધુ કર્યુ. હાય! જેવી તબિયત સારી થઈ કે તરત ગુરુદેવે વિશાળ લાયબ્રેરી, અજરામર જૈન વિદ્યાશાળા, અજરામર જૈન એડિંગ, મહિલા મંડળ એમ એક પછી એક બધી પ્રવૃત્તિએની ભાળ લેવા માંડી. લીંબડી પાછું હાજરાહજુર થયું તે વખતે ગાદીધર પૂ. સાહેબ શ્રી ધનજીસ્વામી તથા સ્વ. સદાનદી શ્રી છોટાલાલજી મહારાજ, સેવાભાવી મુનિશ્રી માધવસિંહજી મહારાજ ત્યાં મિરાજતા હતા અને બીજા મહાસતીજીએ પણ હતા. બધાને ખ઼મ આનંદ થયા. તબિયત સારી થઈ એટલે પેાતે બધી સંસ્થાઓમાં રસ લેવા લાગ્યા. પછી તે લીંબડીમાં જ ચાતુર્માસ કરવાની શ્રીસ ંઘે વિનંતી કરી એટલે સવત ૨૦૧૬ની સાલનું ચાતુર્માસ પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી તથા પૂ. ગુરુદેવ તથા સ્વ. મહા. શ્રી છોટાલાલજી મહારાજ આદિ ઠાણા પાંચનું લીંબડીમાં જ થયું. ઉત્સાહ અને આનદ્રપૂર્વક એ ચાતુર્માસ પૂર્ણ થયું. હવે પૂર્ણ શાન્તિ લેવી હતી એટલે નિવૃત્તિ માટે જે ક્ષેત્ર વર્ષોંથી પસંદ કર્યું હતું અને જ્યાં સ્થિરવાસની ભાવના હતી તે ભગતનું ગામ-સાયલા યાદ આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
જીવન આંખી
www.airnellbrary.org