________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
૬
-
થોડા દિવસો વિરામ કર્યો અને પછી ગુરુદેવ ઠાણા ૨ તથા મહાસતી શ્રી હેમકુંવરબાઈ ઠા. ૩, અનુક્રમે બેરીવલી પધાર્યા. થોડા દિવસે ટ્રીટમેન્ટ લીધી. હરતા-ફરતા થઈ શકે એવી તબિયત થઈ ગઈ. પણ હવે દેશ તરફ વિહાર કરી શકાય તેટલો સમય ન હતો. એટલે આગામી ચાતુર્માસની વિચારણા ચાલી. બોરીવલી સંઘે પિતાને હક્ક અને દાવો રાખ્યો કે આવી પરિસ્થિતિમાં હવે આપે બીજે કયાંય ચાતુર્માસ કરવાનું નથી. આગામી ચાતુર્માસને અને આપની સેવા અને લાભ આપવા અમારી આગ્રહભરી વિનંતી છે. બીજી બાજુ ઘાટકે પર સંઘની પણ એવી જ આત્મીયતા હતી. એટલે પછી એ
કાઢયો કે ગુરુદેવ તે આરામ અને હવા-પાણી માટે ભલે બોરીવલીમાં ચાતુર્માસ રહે, પરંતુ વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ ઠા. ૩ પહેલવહેલા જ આ તરફ પધારેલા છે તેથી અમને (ઘાટકોપરને) તેઓના ચાતુર્માસનો લાભ મળવો જોઈએ. બસ, મંજુરી મળી ગઈ. એ રીતે બન્નેના ચાતુર્માસ નકકી થયા. પરંતુ આ વખતે નિવૃત્તિ લેવી હતી તેથી બેરીવલી સંઘે પૂરી સગવડતા કરી આપી. એટલે કે ઉપાશ્રયે ચાતુર્માસ ન કરતાં બોરીવલીમાં જ ઘેડબંદર રેડ પર આવેલ “કૃષ્ણકુંજ” નામના એક બંગલામાં ચાતુર્માસ-નિર્ગમન કરવું એમ નકકી થયું. આમ સંવત ૨૦૧૫ની સાલનું ગુરુદેવનું ચાતુર્માસ બોરીવલી “કૃષ્ણકુંજ' માં થયું અને મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી ઠા. ૩ નું ઘાટકોપરમાં થયું.
ભવિષ્યની ચેતવણી આપણે જોઈ ગયા છીએ કે “એકાંતો પૂળો વૌવરી” એ વીતરાગ વાણી મુજબ ગુરુદેવની અભીસા એક બાજુથી એકાંત જીવનની પ્રતિપળે જોરદાર બન્યું જતી હતી. સાયલાનું મહાચુંબક તેમના દિલને ખેંચી રહ્યું હતું. સાયલાની “સાધનાકુટિર’ તેમની પ્રતીક્ષા જોતી બેઠી હતી. પરંતુ આ ચાતુર્માસ બોરીવલીમાં જ થયું, પણ થયું કૃષ્ણકુંજમાં. “કૃષ્ણકુંજસ્થળ એકાંત માટે પણ અનુકૂળ હતું અને આસપાસમાં એવા મકાન હતાં કે જેમાં ભાવિકો તથા આગતુકે સુખેથી નિલેષ રીતે રહી શકે. બેરીવલીનું આ વખતનું ચાતુર્માસ સુખપૂર્વક પસાર થયે જતું હતું. પર્યુષણ પ ઘણી શાંતિથી પસાર થયા. સામાન્ય રીતે પર્યુષણ પર્વના દિવસોમાં ગુરુદેવની વાણી સુણવા દૂર-સુદૂરથી આગંતુક આવી પડે છે અને રહે છે. ખૂબ ખૂબ વાણી સુણાવી. અનુભવ અને અંગત તથા સામુદાયિક આચારથી પવિત્ર એવી વાધારા ચાલે પછી શી મણા રહે? સૌને ખબ સંતોષ થયે. તબિયત અંગે “વા ની ફરિયાદ મૂળથી આપણે જોઈ ગયા તેમ હતી. મંદ જઠરાગ્નિની ફરિયાદ હમણાંથી જોર પકડતી હતી. તેઓ આ ઉમરે પણ ચાલવાને વ્યાયામ કૃષ્ણકુંજ”ના વિશાળ કમ્પાઉન્ડમાં કર્યા વિના ન રહેતા. તેથી તબિયતનું ગાડું સારી પેઠે ચાલતું. તેવામાં અચાનક હાર્ટએટેક (હૃદય પર હુમલો આવી ગયે. વજેશ્વરીથી બોરીવલી આવ્યા ત્યારથી . સૂચક પૂ. ગુરુદેવના પરિચયમાં હતા.
ડૉ. સૂચકની સાવધાની છે. સૂચક મૂળ સેરઠના વતની, લહાણુ કુટુંબમાં જન્મેલા અને અગાઉ કહેવાયું છે તેમ તેઓ સમાજવાદી કેગ્રેસી આગેવાન મહેરઅલીભાઈનાં જ કદાચ નાનાં બેન ખેજા બેન (દોલતાબેન) ને પરણેલા. હિન્દુ, મુસ્લીમ એકતાનો બેધપાઠ લેવા કે આપવા ? તેમાં ગુરુદેવનું મિલન થયું. બસ, ત્યારથી જ ડે. સૂચકદંપતી ગુરુદેવનાં તબિયત તબીબો જ ન રહ્યાં, પણ ચુસ્ત અનુયાયી ભકતો જ બની ગયાં.
ડે. સૂકે એવી સરસ સાવધાની અને અનહદ કાળજી રાખી કે ન પૂછો વાત! મુંબઈમાંથી બોરીવલીમાં છેલલામાં છેલ્લી શોધની અકસીર ઔષધિ સાથે આ દર્દના નિષ્ણાત મોટા ડોકટર સમયસર પહોંચી ગયા. અને ગુરુદેવ ખરેખર જ કાયમી વિદાય લેતાં લેતાં આપણુ માટે ઉગરી ગયા, રહી ગયા. ગુરુદેવ તિષના રસિયા હતા.
તિષ આદિ વિદ્યા ભૂતકાળ જેવા માટે આરસી છે, ભવિષ્ય જોવા માટે ચેતવણી છે. આમ આ પ્રસંગથી જાણે ભવિષ્યની આગાહી મળી ગઈ.
ખબર પડતાં જ, રણુપુરથી લીંબડી દોડયાની યાદી તાજી થઈ. મેં તૈયારી કરવા માંડી. સામાન્ય રીતે ચાતુર્માસકાળમાં આ અપવાદ કરે ગમે નહીં, પણ છૂટકે ન હતો. રણાપુર તે ચોમાસું પૂરું કરીને વિહારમાં હતો. ખંભાત
શ્રી વનમાળીભાઈને છેટુભાઈએ પૂછાવ્યું અને તાર મળે તેવા જ ખંભાતથી ત્રીજે જ દિવસે લીંબડી પહોંચી ગયા વિશ્વસંતની ઝાંખી
પલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org