SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવટપં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જાણે આભ તૂટયું જાણે આભ જ તૂટી પડયું. આ શું? સુરેન્દ્રનગરથી ડોકટર આવી ગયા. સાયલાના જેન - જૈનેતર સૌ જોઈ જ રહ્યા. જોનારનાં હૈયાં ધડકી રહ્યા હતાં. આંખે આંસુથી છલકાતી હતી. જેનારાને લાગતું હતું જાણે હમણું જ ગુરુદેવ બાલશે. પણ કેણ બેલે? શાબાશ પૂ. ચુનીલાલજી મહારાજ ! એક માત્ર પૂ. ચુનીલાલજી મહારાજ સ્વસ્થ રહી શક્યા હતા. પાછળથી ભલે આંખમાં આંસુ પાડી લીધાં. અને હજુયે પડે; પણ ત્યારે તે પૈર્ય ધારણ કરી લીધું. પૂ. સાધ્વી હેમકુંવરબાઈ વ. ને પણ સ્વસ્થતા મળી. ઘટતી તૈયારી સાથે પૂ. ગુરુદેવના દેહ આગળ શ્રી સંઘે ઘટતું સુવાસમય વાયુમંડળ રચી કાઢયું. જાણે અખંડ અને નિરવધિ સમાધિ લીધી હોય તેવી રીતે કાયાને પાટ પર બનાવી દીધી. ઉપર આમ તે વીજળીબત્તી હતી. પણ જેનારને દેખાતું હતું કે જેતવાળી કઈ સંત કાયા બેઠી છે. ભાઈ નંદલાલ અજમેરા, એ સમયનું વર્ણન લખે છે: - હું તો એ જ આશાથી એ સંતચરણોમાં કયાંય લગી નમી રહ્યા કે, હમણાં મારે માથે હાથ મૂકશે.” પણ એમણે તે “કર લે સિંગાર ચતર અલબેલી! સાજન કે ઘર જાન ભી હોગા.” એ પ્રમાણે અસવ વતન ભણી મહાપ્રયાણ આદર્યું હતું. જાણે જન્મવતનમાંથી સ્વવતન ભણી વિદાય થયા. અર્થાત્ જન્મવતનમાંથી ચિર - આખરી વિદાય લીધી. “કઈ ચેલો હમારે દેશા, જહાં પરમધામ પરમેશ” પં. જવાહરલાલજી ગયા તા. ૨૭ મી મેએ અને પૂ. ગુરુદેવ ગયા તા. ર૭ મી ડિસેમ્બરે. ભાઈ અંબુ લખે છે - “આકાશે કેશરવણું છાંટણું કરી સાયલાને ધન્યવાદ આપ્યા.” કહેવાય છે કે ગાંધીજીના આકસ્મિક અવસાને તા. ૩૦-૧-૪૮ ના દિવસે સાંજે પણ આવા જ છાંટા વરસાવ્યા હતા. અને તે પેળીમાં તે સાંજે પ્રત્યક્ષ અનુભવ થયો. ભય પાલખી બે દિવસ લગી કાયા જાણે કાંચનવરણી એવી ને એવી જ રહી. તા. ૨૯-૧૨-૬૪ના રોજ દશેક હજાર ઉપરાંતની જંગી મેદિની વચ્ચે ભવ્ય પાલખી બપોરના નીકળી. સાયલા આખું “જય જય નંદા” અને “જય જય ભદ્દા”ના વિજયનાદથી ગાજી ઊઠયું. મુંબઈહૈદ્રાબાદ, ગુજરાત અને ખાસ તે સૌરાષ્ટ્રને ગામડે-ગામડેથી જૈન-જૈનેતરે પહોંચ્યા. કેઈ વિમાનમાં, તે કઇ ટેઇનમાં, કઈ બસમાં, કઈ મોટરમાં તો કઈ પગપાળા. સાયલા ગામ ધન્ય-ધન્ય બની ગયું. સાયલાના જૈનસંઘ, યુવક સંધ અને મહિલામંડળે આ અંગે સારી ગોઠવણ કરી હતી. પ્રખ્યાત લાલજી મહારાજ મંદિરના વ્યવસ્થાપકોએ લોકોને સવા-બેસવા માટે મંદિરના મકાનોમાં સારી સગવડ આપેલી. તે દિવસે અનેક ગામના જૈનોએ પાખી પાળી હતી. દુર્લભજી ખેતાણીની અપીલ સ્મશાનભૂમિની જંગી મેદની વચ્ચે દુર્લભજીભાઈ ખેતાણીની વાણી ચાલી અને ગુરુદેવને શ્રદ્ધાંજલિ આપતાં ગદગદિત અવાજે કહ્યું - “ પૂ. ગુરુદેવ પ્રખર માનવતાવાદી હતા એટલે એને અનુરૂપ એવું સારું સ્મારક થવું જોઈએ.” પ્રતીકરૂપે ફાળો તરત પ્રતીકરૂપે પચ્ચીસ-પચ્ચીશ હજારથી શરૂઆત થઈ ગઈ ત્યાં ને ત્યાં ત્રણ-સાડાત્રણ લાખ રૂપિયા થઈ ગયા. દશ લાખના ધ્યેયને પહોંચવાની ધારણા હતી. તે વખતે દુર્લભજીભાઈ ખેતાણીએ લખ્યું હતું. મહારાજશ્રીને નામે સ્મરણરૂપે કઈ મોટી અજોડ સંસ્થા ઊભી કરવાના વિચારે ઘોળાય છે.” ગુરુદેવની બે મુખ્ય ઇચ્છાઓ ગુરુદેવની બે મુખ્ય ઈચ્છાઓ જગજાહેર હતી-- (૧) માનવતાને પાયે મજબૂત કરે તેવાં પ્રેરક સાધુ-સાધ્વીઓ બની જાય અને (૨) માનવતાના પાયામાં ધરબાઈ જઈ આગળ વધનારો ગૃહસ્થ - માનવસમાજ બની જાય તો જ ગુરુદેવની ભાવના સફેળ થઈ ગણાય. ગુરુદેવે તે જન્મી પણ જાણ્ય, જીવી પણ જાણું અને ધન્ય બની ગયા. કબીરસાહેબની વાણી સાચી પડી. દાસ કેબીરે ઓઢી જગત જે કી ત્યોં ધર દીની ચદરિયા* જેનારાં રડતાં રહ્યાં પણ તેઓ તે ૫ડતા આવ્યા અને હસતાં હસતાં દિવ્ય અને ભવ્ય સંદેશ આપતાં આપતાં વિદાય થયા. Jain Edblion International For Private & Personal Use Only જીવન ઝાંખી ary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy