________________
વિદ્યાલયની વિકાસકથા નવમા વર્ષના રિપોર્ટના પૂંઠા ઉપર છાપવામાં આવી છે.) તેમાં સમાજસેવાની એમની ઉત્કટ તમન્ના અને વિદ્યાલય પ્રત્યેની અપાર મમતા દેખાઈ આવે છે. તેઓ એ વિજ્ઞપ્તિમાં
હું નીચે સહી કરનાર સકળ શ્વેતાંબર જૈન (ખાસ કરીને મુંબઈ નિવાસી) શ્રી સંઘની સેવામાં વિજ્ઞપ્તિ કરવા રજા લઉં છું કે કેટલાક સમયથી શ્રીસંઘ મુંબઈની, જેમાં પણ ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મેમ્બરની, મુંબઈ આવવા માટે ઈચછા પ્રદર્શિત કરવામાં આવેલ. પણ હું દૂર દેશ પંજાબમાં હોવાથી એકદમ મુંબઈ પહોંચી શકું એમ બનવું મુશ્કેલ જાણી તેમ જ પંજાબમાં કેટલેક સ્થળે નવીન શ્રી જિનમંદિર તૈયાર થયેલ છે તેની પ્રતિષ્ઠા કરવાના કારણને લઈ આપ શ્રીસંઘની ઈચ્છાને માન આપી શક્યો નથી. તે બાબત હું આશા રાખું છું કે શ્રીસંઘ દરગુજર કરશે; તેમ છતાં ફુલ નહિ ફુલની પાંખડી સહી, એ હિસાબે યથાશક્તિ સમાજસેવા થવી ચોગ્ય જ છે એમ જાણી મેં મારી પોતાની હાર્દિક ઈચ્છા પંન્યાસ લલિતવિજ્યજીને જણાવી કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની યોગ્ય સેવા ઘણા સમયથી બની આવી નથી...... માટે સમાજને પ્રેરણા કરી તે તરફ સમાજની લાગણી દોરનારની ખાસ જરૂર છે....... મારી ભાવનાને સાદર માન આપી પં. લલિતવિજયજીએ અર્જ કરી કે અગર આપની એવી જ ઈછા છે, અને મને ત્યાં જવાને માટે આપ યોગ્ય જાણતા હો તો ખુશીની સાથે આપ મને આજ્ઞા ફરમાવો, હું ગમે તે કહે આત્મભોગે પણ ત્યાં પહોંચી યથાશક્તિ સમાજસેવા કરી આપની ઈચ્છાને આધીન થવા તૈયાર છું !......... મેં પં. લલિતવિજયજીને આજ્ઞા ફરમાવી કે આવું સમાજસેવાનું કામ અવશ્ય કરવું ઘટે છે, તમો કરી શકે છે એવું હારું માનવું છે માટે મુંબઈના શ્રી સંઘની ઈચ્છાને માન આપી તમારે બનતી કોશીસ કરી આ માસું–ત્યાં જ જઈ કરવું યોગ્ય છે......ઉમંગવિજ્યજીને (અમદાવાદ) પત્ર લખી સાથે મુંબઈ જવા માટે પ્રેરણા તેમ જ આજ્ઞા કરી.......આશા રાખવામાં આવે છે કે પંન્યાસ શ્રી લલિતવિજયજી, પંન્યાસ ઉમંગવિજયજી આદિ સાતે સાધુઓ પરસ્પર પ્રેમની સાથે વર્તાવ રાખી બધા એક જ ધ્યેયને માટે યથાશકિત સમાજસેવામાં કચાશ રાખશે નહીં, તેમ જ મુંબઈના શ્રી જૈન સંઘ આવેલા મુનિઓને અપનાવી યથાશકિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા જૈન સમાજની ઉન્નતિ ને કેસ કરવામાં પાછી પાની કરશે નહીં....”
પંન્યાસ શ્રી લલિતવિજયજી તથા પંન્યાસ શ્રી ઉમંગવિજયજી વિદ્યાલયને માટે ભાવનાનું ભાતું અને ગુરુની પ્રેરણાનું બળ લઈને મુંબઈ પધાર્યા હતા અને, વિદ્યાલય દ્વારા સમાજની સેવા કરવામાં જરા પણ પાછી પાની કરવાના ન હતા. સાચે જ, એમના આગમનથી મકાનકુંડની પ્રવૃત્તિમાં ન પ્રાણસંચાર થયો. જોતજોતામાં ફાળામાં હજારોની શ્કમ એકત્ર થઈ. મારવાડના ભાઈઓએ પણ ખૂબ ઉમંગ દાખવ્યો. ખૂટતી રકમ માટે મકાનના કામને રોકી રાખવાને કોઈ સવાલ જ ન હતું. સમાજે આપેલા જવાબથી કાર્યકરો પૂરા ઉત્સાહમાં આવી ગયા હતા. પરિણામે એક જ વર્ષમાં આલિશાન નવું સરસ્વતી– મંદિર ખડું થઈ ગયું, અને સંસ્થાના કાર્યની (તા. ૧૮-૬-૧૯૧૫ના રેજ) શરૂઆત કર્યા બાદ દસ વર્ષ પછી, વિ. સં. ૧૯૮૧ના શ્રાવણ સુદિ ૬ ને સોમવાર (તારીખ ૨૭–૭–૧૯૨૫)ના રોજ સંસ્થાને નવા મકાનનું વાસ્તુ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કરવામાં આવ્યું. આ પ્રસંગે પંન્યાસ શ્રી લલિતવિજયજી તથા પંન્યાસ શ્રી લાભ વિજયજી આદિએ મજ આ લખાણને અહીંથી પછીને કેટલેક ભાગ પાંચમા પ્રકરણમાં લેવામાં આવ્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org