________________
૩ : મકાન
૩૫
છે, વ્યવહારુ છે અને આપને સુગમ્ય છે. અમારા માગવા રિવાજ થઈ પડ્યો છે અને આપ આપા છે તે અમારી ખાતરી છે,”
નવા મકાનનું ખાંધકામ હાથ ધરી શકાય તે માટે શેઠ શ્રી દેવકરણ મૂળજીએ પચીસ હજાર રૂપિયા, અને શેઠ શ્રી મેાતીલાલ મૂળજીએ તથા શેઠ શ્રી હીરાલાલ કારદાસે સાડાબાર હજાર-સાડાબાર હજાર રૂપિયા ઉછીના આપવાનું વચન આપ્યું હતું. સાથે સાથે મકાનફંડમાં ફાળે નોંધાવવાનું કામ પણ ચાલુ જ હતું, છતાં મકાન માટે જોઈતી રકમ એકત્ર કરવાની મંજિલ તા હજી દૂર જ હતી.
આમ છતાં કામ તે પૂરું' કરવુ'જ હતું, એટલે પ્લાન, તેની મંજૂરી, જૂનાં મકાનોને જમીનદૅાસ્ત કરવાનું કામ વગેરે પૂર્વ તૈયારી પૂરી થતાં, વિદ્યાલયના આઠમા વર્ષ માં, તા. ૧૩-૧૨-૧૯૨૨ના મંગલ દિવસે વિદ્યાલયના પ્રાણ અને ધર્માનુરાગી શ્રેષ્ઠીવર્ય શ્રી દેવકરણ મૂળજીના શુભ હસ્તે, નવા મકાનનું ખાતમુહૂત કરવામાં આવ્યું. એ ઉત્સવ અને એ દિવસ વિદ્યાલયના ઇતિહાસના એક સાનેરી સીમાસ્તંભરૂપ બની ગયા.
આ શુભ પ્રસંગે જાણે સરસ્વતી મંઢિરના પાયામાં સમર્પિત થઈને લક્ષ્મીદેવી કૃતાથ થયાં : શેડ શ્રી ગેવિશ્વજી માધવજી કરમચંઢ તરફથી ખાસ વિદ્યાલયના મકાનના પાયામાં પૂરવા માટે ૨૬ તાલા સેનાની ઢાલ (લગડી) ભેટ મળી હતી; તેની રજ (તેજમતૂરી) બનાવીને શ્રી દેવકરણ શેઠના હાથે પાયામાં પધરાવવામાં આવી હતી. ઉપરાંત, એ પ્રસ’ગે હાજર રહેલ જનતાએ પણ સારા પ્રમાણમાં રૂપાનાણું ઉલ્લાસપૂર્વક પાયામાં નાખીને પેાતાની ભક્તિ વ્યક્ત કરી હતી. વિદ્યાલયના અત્યાર સુધીને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિદ્યાપ્રસારના કાર્ય માં વિદ્યાલય ઉપર હમેશાં લક્ષ્મીદેવીની કૃપા વરસતી રહી છે: આણુ કલ્યાણી જૈનસ ંઘે સંસ્થાની માગણીને સદાય સવાઈ રીતે પૂરી કરી છે; અને નાણાની સગવડના અભાવે એના વિકાસ રૂંધાય એવા વખત કયારેય આવવા દીધા નથી.
સુવર્ણ રજ અને રૂપાનાણાથી પાચે તેા પૂર્યા, પણ એ વખતે પૈસા મેળવવાનું કામ કંઈક મુશ્કેલ ખની ગયું' હતું. પહેલા વિશ્વયુદ્ધની શાંતિ પછીના સમયમાં બજારો કઈક નબળાઈ વેઠી રહ્યા હતા અને વેપારીએ કે શ્રીમાનેાની ઉદારતાને જગાડવાના પ્રયત્ન કરવા પડે એવી પરિસ્થિતિ હતી. સંસ્થાના સંચાલકે આ માટે સજાગ હતા; એટલા જ—અરે, એથીય વધારે—સર્ચિંત હતા. સંસ્થાના પ્રેરક મુનિવર શ્રી વલ્લભવિજયજી મહારાજ, પંજાબ જેટલા દૂરના પ્રદેશમાં બેઠા બેઠા પણ તેએ કયારેય વિદ્યાલયના કાર્યોને અને એની આર્થિક જરૂરિયાતને વીસરી શકતા ન હતા. પરિસ્થિતિને પારખી જઈને તેઓએ પજાબથી પંન્યાસ શ્રી લલિતવિજયજી આદિ એ સાધુઓને અને ગુજરાતથી પન્યાસ ઉમ’ગવિજયજી વગેરે પાંચ સાધુએને વિદ્યાલયની સહાયતા માટે મુંબઈ પહોંચી જવાની આજ્ઞા કરી; અને એ મુનિવરા પેાતાના ગુરુજીની આજ્ઞાને શિરે ચડાવી, લાંબા લાંખા વિહારની કે બીજા' કષ્ટાની પરવા કર્યાં વગર, વિ. સ. ૧૯૮૦ના જેઠ માસમાં મુંબઈ પહેાંચી ગયા.
આ સાત મુનિવર મુંબઈ પહાંચ્યા તે અગાઉ વિ. સં. ૧૯૮૦ના વૈશાખ માસમાં, અમૃતસરથી, ‘હું છું સમસ્ત જૈનસંઘનેા દાસ મુનિ વલ્લભવિજય' એવી સહીથી શ્રી શ્વેતાંબર જૈન સંઘ પ્રતિ વિજ્ઞપ્તિ નામે જે અપીલ પ્રગટ કરવામાં આવી હતી (અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org