________________
૩ : મકાન પધારી પ્રસંગને વિશેષ પવિત્ર બનાવ્યું હતું. મુંબઈના જૈન સંઘને માટે એ એક આનંદ અને ઉત્સાહને અવસર હતો. વિદ્યાલયના ઈતિહાસની એ અત્યંત ોંધપાત્ર ઘટના હતી. કાર્યકરોના મરથ પૂર્ણ થયા વિદ્યાલયને પિતાનું મકાન સાંપડયું. મકાનના પાયા સાથે વિદ્યાલયના પાયા પણ વધુ મજબૂત થયા.
સંસ્થાના મકાનના ઉદ્ઘાટનને ભવ્ય જાહેર સમારંભ તા. ૩-૧૦-૧૯૨૫ના રોજ ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણીના પ્રમુખપદે ઊજવવામાં આ હતો. આ પ્રસંગે પ્રમુખશ્રીએ ભાવનગર રાજ્ય તરફથી સંસ્થાને, દસ વર્ષ સુધી, વાર્ષિક ૨૫૦) રૂપિયા આપવાની જાહેરાત કરીને સમારંભની ઉત્સાહપ્રેરક કાર્યવાહી ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યા.
સાચા સોનાના અને ભાવનાના સોનાના પાયા ઉપર ઊભી થયેલી સંસ્થા જેન સમાજને માટે સેનાની ખાણ સમી બની ગઈ
અનેક વ્યક્તિઓ અને અનેક શક્તિઓના સંગમને આરે આ સરસ્વતી મંદિર ઊભું થઈ શકર્યું હતું, એટલે એમાં કોને કોનો આભાર માન, એ મીઠી મૂંઝવણ હતી. શ્રી મોતીચંદભાઈએ પોતાની આ મૂંઝવણને વ્યક્ત કરતાં (નવમે રિપોર્ટ, પૃ. ૨૧માં) સાચું જ કહ્યું હતું કે–
- “અમારે આભાર કેટલાનો માનવો ? જ્યાં આખી કોમ અનેક પ્રકારે સંસ્થાને સહાય કરવા હળીમળી રહેલી હોય, મચી રહેલી હોય, ઉઘુક્ત થઈ બેઠી હોય, ત્યાં કેટલા નામ નિર્દેશ કરીએ ? બારસે તેરસો માઈલને ઉગ્ર વિહાર કરનાર મુનિ મહાશ માટે અમે કયા શબ્દોમાં વર્ણન કરીએ ? સંસ્થાને માટે રાતદિવસ પ્રયાસ કરનાર આપણું ભાવિક મારવાડી બંધુઓનું જે જુથ રાત્રે ફરવા નીકળે છે તેમના ઉત્સાહનું શું વર્ણન કરીએ ? હજુ અનેક નવીન કાર્યવાહક પ્રેરણા કરી રહ્યા છે, તેમને માટે અગાઉથી શું લખીએ? દિવાળી પછી આપને સંપૂર્ણ રિપોર્ટ મળશે. અત્રે વક્તવ્ય એટલું જ છે કે આ સંસ્થા માટે પૂર્ણ પ્રેમ, ઉત્સાહ અને ધીરજથી કાર્યકરનાર સર્વબંધુઓ અને મુનિઓને અમારા અંતઃકરણથી અમે આભાર દર્શાવીએ છીએ.” - સમયના વહેવા સાથે સમાજમાં જેમ જેમ ઉચ્ચ શિક્ષણને ફેલાવો વધતો ગયે તેમ તેમ વિદ્યાલયની લોકપ્રિયતા પણ વધતી ગઈ. પરિણામે વિદ્યાલયની શક્તિ પ્રમાણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને રાખવાની વ્યવસ્થા પણ ઓછી પડવા લાગી, અને સંખ્યાબંધ અરજીઓને નકારવાની પરિસ્થિતિ આવી પડી. વિદ્યાલય તે હમેશાં વિદ્યાથીઓની સગવડનો જ વિચાર કરતું રહે છે, એટલે સને ૧૯૫૪માં ગોવાળિયા ટેક રોડ ઉપરના મકાન ઉપર ચોથો માળ લેવરાવીને ત્યાં ૨૫ વધુ વિદ્યાર્થીઓને રાખી શકાય એવી સગવડ કરવામાં આવી.
હવે આ મકાનમાં વધારે સગવડ કરી શકાય એવી કોઈ શક્યતા જ નથી રહી, અને પ્રવેશ માટેની વિદ્યાર્થીઓની અરજીઓ તો સતત વધતી જ જાય છે. એટલે છેવટે મુંબઈ માં જ વિદ્યાલયની શાખારૂપે નવું મકાન ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે ઘાટકોપરમાં એક લેટ ખરીદી લેવામાં આવ્યું છે. સંસ્થાના સુવર્ણ મહોત્સવના કાયમના સંભારણારૂપે આ સ્થાને નવું મકાન બને તેટલું વહેલું ઊભું કરવાની સંસ્થાના સંચાલકોની ઉમેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org