________________
૨ : બંધારણ
અંગે ધખેળ ખાતું યાને પુરાતત્ત્વ મંદિર બાલવું અને કેળવણીનાં સર્વ ક્ષેત્રને વિશાળ અર્થમાં પિષવા પ્રવૃત્તિ કરવી, તથા સંસ્થાના ફંડ અનુસાર ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા પ્રબંધ કરવો, ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સ્થળે મોકલવા સંસ્કૃત, પ્રાકૃતના જ્ઞાન તથા વિકાસ માટે પ્રબંધ કરવો, છાત્રવૃત્તિ આપવી તથા મુંબઈમાં તેમ જ અન્ય સ્થળોએ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીગ્રુહ સ્થાપવાં, અન્ય વિદ્યાર્થીગૃહોને વહીવટ સ્વીકારે અને સર્વ જૈન વિદ્યાર્થીગૃહને કેન્દ્રિત કરવા વ્યવસ્થા કરવી, જે અભ્યાસ મુંબઇની તેમ જ સંસ્થાની અન્ય શાખાઓ હોય ત્યાંની કોલેજમાં થઈ શકતો ન હોય તેને માટે બહારની કેલેજમાં અભ્યાસ કરવાની સગવડ કરી આપવી; સંસ્થાના ઉદેશ અનુસાર કોઈ સ્ટ સેપે અથવા જના (Scheme) કરીને આપે તો તેને વહીવટ કરે.
સભ્ય પ્રકાર ૧૦. આ સંસ્થાની સામાન્ય સમિતિના સભ્ય ત્રણ પ્રકારના રહેશે :
(૧) સભ્ય. (૨) આજીવન સભ્ય, (૩) આશ્રયદાતા (પેટૂન). ઉપર પ્રમાણે કોઈ પણ પ્રકારના સભ્ય થવા ઈચ્છનારની અરજી વ્યવસ્થાપક સમિતિમાં પસાર થયે તેને સભ્ય ગણવામાં આવશે.
૧૧ સભ્ય : દશ વર્ષ સુધી દર વર્ષે આ સંસ્થાના ભંડાળમાં ઓછામાં ઓછી રૂા. ૧૦૦) એક રૂપિયાની રકમ આપવાનું વચન આપનાર વ્યક્તિ તે પ્રમાણે આપે જશે ત્યાં સુધી તે સભ્ય ગણાશે.
૧૨, આજીવન સભ્ય ઃ (૧) ઉપર પ્રમાણે દશ વર્ષ સુધી સહાય કરનાર વ્યક્તિ આજીવન સભ્ય ગણાશે. (૨) આ સંસ્થાના ભંડોળમાં રૂા. ૧૦૦૦) એક હજાર અથવા તેથી વધારે રકમ આપનાર વ્યક્તિ આજીવન સભ્ય ગણાશે. (૩) કન્યા છાત્રાલયને એકીસાથે રૂા. ૧,૦૦૧) અથવા વધારે આપનાર વ્યકિત આજીવન સભ્ય ગણાશે.
૧૩. આશ્રયદાતા (પેન) : (૧) જે કોઈ વ્યક્તિ અથવા પેઢી આ સંસ્થાના ભંડોળમાં દર વર્ષે ઓછામાં ઓછી રૂા. ૧,૦૦૦) એક હજાર રૂપિયાની રકમ આપવાનું વચન આપશે અને એ મુજબ આપે જશે, ત્યાં સુધી તે આ સંસ્થાના આશ્રયદાતા (પેન) ગણાશે. (૨) જે કઈ વ્યક્તિ અથવા પેઢી આ સંસ્થાના ભંડોળમાં વગર શરતે એકીસાથે અથવા છૂટક છૂટક ભળીને કુલ રૂા. ૧૦,૦૦૦) દશ હજાર રૂપિયા અથવા તો તેથી વધારે રકમ આપશે તે આ સંસ્થાના આશ્રયદાતા (પેટ્રન) ગણાશે. (૩) આ સંસ્થામાં ચકકસ શરતે ઓછામાં ઓછી રૂા. ૨૫,૦૦૦) પચીસ હજાર રૂપિયાની રકમ આપવાનું વચન આપનાર વ્યક્તિ અગર પેઢી તેની શરત પ્રમાણે આપે જશે ત્યાં સુધી તે આ સંસ્થાના આશ્રયદાતા (પેન) ગણાશે.
૪. વ્યવસ્થાપક સમિતિ રર, () વ્યવસ્થાપક સિમિતિના સભ્યો : આ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ નીચે મુજબના સભ્યોની બનશે: (૧) વ્યવસ્થાપક સમિતિ માટે દર વર્ષે ત્રણ મંત્રીઓ, એક કોષાધ્યક્ષ અને બાર સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. (૨) સંસ્થાના આશ્રયદાતાઓ અને કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપક ' જ શરૂઆતમાં એક સેક્રેટરી અને એક આસિસ્ટન્ટ સેક્રેટરી જ રહેતા. આગળ જતાં બે મંત્રીઓની ચૂંટણી કરવામાં આવતી. અત્યારે ત્રણ મંત્રીઓ ચૂંટાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org