________________
૨૨
વિદ્યાલયની વિકાસકથા સંસ્થા તરીકે વિદ્યાલયને પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યાં તે આવા ઉત્તમ અને સર્વાગીણ બંધારણ અને એના નિષ્ઠાપૂર્વકના અમલને કારણે જ.
સંસ્થાના બંધારણને એક પવિત્ર કરાર લેખીને એનું એ રીતે બહુમાનપૂર્વક પાલન કરવામાં સંસ્થાના આદ્ય પ્રેરક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે અને સંસ્થાના ભાવનાશીલ સંચાલકોએ શરૂઆતથી જ જે સાવધાની અને સમયજ્ઞપણું દાખવેલ છે, અને પોતાના અંગત મત કે લાભને વિચાર એમાં જરા પણ આડે ન આવી જાય એ માટે જે જાગૃતિ રાખી છે, તે વિરલ અને દાખલારૂપ બની રહે એવાં છે. આવી કર્તવ્યબુદ્ધિ અને ખેલદિલીને લીધે જ સંસ્થા અવ્યવસ્થા કે આંતરિક વિખવાદથી બચી જઈને ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકી છે.
વિ. સં. ૧૯૮પ ની સાલનું ચોમાસું પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મુંબઈમાં રહ્યા હતા. પણ એ ચોમાસા દરમ્યાન એમણે સંસ્થાના બંધારણ મુજબ રચાલતા કારોબારમાં ક્યારેય દખલગીરી કરી ન હતી. આ અંગે વિદ્યાલયના પંદરમા વર્ષના રિપોર્ટમાં (પૃ. ૨૫) જે કહેવામાં આવ્યું છે તે તેઓશ્રીએ વિદ્યાલય સાથે જીવનભર ટકાવી રાખેલ નિખાલસ અને અલિત સંબંધની પ્રશસ્તિ બની રહે એવું છે. મજકૂર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે –
તેઓ સંસ્થા સાથે નિર્લેપ સંબંધ રાખે છે અને યોગ્ય સૂચના વારંવાર આપે છે તે પ્રમાણે ચાતુર્માસ દરમ્યાન તેમ જ વખતોવખત તેમણે કર્યું હતું. તેઓ સંસ્થાની આંતર વ્યવસ્થામાં કદી હસ્તક્ષેપ કરતા નથી અને એ રીતિ તેમણે આ ચાતુર્માસમાં કાયમ રાખી હતી.” - વિદ્યાલયના સદ્દભાગ્યે પૂજ્ય આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી અને એમની સાથેના અન્ય મુનિરાજેએ સંસ્થાના બંધારણને અગ્ર સ્થાન આપ્યું છે. બીજી બાજુ સંસ્થાના સંચાલકોને આવા ઉપકારી આચાર્ય મહારાજ પ્રત્યે પૂરેપૂરાં ભક્તિ અને બહુમાન હોવા છતાં એમની સૂચનાઓ ઉપર સંસ્થાના હિત અને બંધારણની દૃષ્ટિએ પૂર્ણ વિચાર કર્યા પછી કે જરૂરી ખુલાસા મેળવ્યા પછી જ એને અમલ કરવાની તંદુરસ્ત પ્રણાલી તેઓએ પાડી છે. આ રીતે આચાર્ય મહારાજ તેમ જ સંસ્થાના કાર્યકરો બન્નેના મનમાં સંસ્થાના ઉત્કર્ષને વિચાર જ સર્વોપરી સ્થાને રહેલે હોવાથી સંસ્થાના બંધારણનો નિષ્ઠાપૂર્વક અમલ થઈ શક્યો અને વિદ્યાલયના ઉત્કર્ષ સાધી શકાય.
સંસ્થાના બંધારણની ખાસિયત ખ્યાલમાં આવે તે માટે એની કેટલીક કલમો અહી આપવામાં આવે છે –
ઉદ્દેશનું સામાન્ય દિગ્દર્શન તથા કાર્યક્ષેત્ર ૩, આ સંસ્થાની કેળવણીની પ્રગતિનો ઉદ્દેશ પાર પાડવા માટે છાત્રવૃત્તિ, ઊંચા અભ્યાસ કરનારને ખાસ મદદ, સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા પછી અભ્યાસ આગળ વધારનારને ઉત્તેજન, દૂર દેશમાં જઈ અભ્યાસ વધારવામાં મદદ, ઈનામના મેળાવડાઓ વગેરે કરી જુદી જુદી અનેક દિશાઓમાં કાર્ય કરવું; સંસ્કૃત તથા પ્રાકૃતના પ્રચાર માટે તથા ઊંચા અભ્યાસ માટે શાળા કે વર્ગો શરૂ કરવા, કોલેજ સ્થાપવી અને તેવી અન્ય રીતિએ કેળવણીને પ્રચાર કરવો; સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરેનું સાહિત્ય અભ્યાસ તથા પ્રચાર માટે તૈયાર કરાવવું, પ્રગટ કરવું અને તેનો સંગ્રહ કરે; જૈન સાહિત્ય, તત્વજ્ઞાન અને ઇતિહાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org