________________
૨૪
વિદ્યાલયની વિકાસકથા અધિકારની રૂએ વ્યવસ્થાપક સમિતિના સભ્યો ગણાશે. (૩) સામાન્ય સમિતિના જે સભ્યો એકીસાથે કે છૂટક છૂટક કુલ પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહ્યા હોય તેઓ અધિકારની
એ વ્યવસ્થાપક સમિતિના સભ્યો ગણાશે. (૪) સંવત ૧૯૮૭ના આ વદ અમાસ પહેલાં દશ વર્ષ સુધી દર વર્ષે રૂા. ૨૫૧) અથવા તેથી વધારે રકમ આપનારા વ્યવસ્થાપક સમિતિના સભ્ય ગણાશે.
(ણ) આ વ્યવસ્થાપક સમિતિ સામાન્ય સમિતિના સભ્યોમાંથી જરૂર મુજબ સભ્યોને ચૂંટીને વ્યવસ્થાપક સમિતિમાં ઉમેરી શકશે.
(૧) આ મુજબ બનેલી વ્યવસ્થાપક સમિતિ આ સંસ્થાની સર્વ વ્યવસ્થા ધારાધોરણ અનુસાર કરશે અને જ્યાં સુધી નવી વ્યવસ્થાપક સમિતિ આ સંસ્થાનો વહીવટ હાથ ધરે નહિ ત્યાં સુધી કામ કરશે.
૨૯. પ્રમુખ : વ્યવસ્થાપક સમિતિની સભા વખતે હાજર રહેલા સભ્યોમાંથી એક સભ્યની તે દિવસની સભાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે.
વિદ્યાલયના બંધારણમાં ત્રણ મંત્રીઓ અને એક કષાધ્યક્ષ એમ ચાર હેદ્દેદારો નીમવાની જોગવાઈ કરવામાં આવી છે; અને પ્રમુખની નિમણુક માટે કઈ કલમ રાખવામાં આવી નથી. એટલે વ્યવસ્થાપક સમિતિની સભા તેમ જ સામાન્ય સમિતિની સભા વખતે હાજર રહેલ સભ્યોમાંથી સભાના પ્રમુખની વરણી કરવામાં આવે છે. બંધારણની આ બીના નેધપાત્ર છે.
ટ્રસ્ટીઓ ૯૯. (૧) સંસ્થાની સ્થાવર મિલક્ત તથા જામીનગીરીઓ ટ્રસ્ટીઓનાં નામ પર રહેશે.
ગીરીઓ નામે ચઢાવતી વખતે એવી ગોઠવણ રાખવામાં આવશે કે તે કોઈ પણ બે ટ્રસ્ટીની સહીથી વેચી શકાય અને તેનાં નાણાં તથા વ્યાજ કઈ પણ બે દ્રસ્ટીની સહીથી વસૂલ કરી શકાય. જામીનગીરીમાં રોકાણ તથા ફેરફાર વ્યવસ્થાપક સમિતિના ઠરાવથી થઈ શકશે. સ્થાવર મિલકત પર રોકાણ, તે પરની ધીરધાર તેમ જ તેમાં ફેરફાર વ્યવસ્થાપક સમિતિના ઠરાવ પ્રમાણે થઈ શકશે.
(૨) ટ્રસ્ટીઓની મુદત પાંચ વર્ષની રહેશે, દર પાંચ વર્ષની આખરે સામાન્ય સમિતિ મતપત્રથી ચૂિંટણી કરી ટ્રસ્ટીઓની નિમણૂક કરશે. એવી ચૂંટણીમાં નિવૃત્ત (રિટાયર) થતા ટ્રસ્ટીઓ ફરી વાર ચૂંટાવાને યોગ્ય ગણાશે. સામાન્ય સમિતિનો કઈ પણ મતદાર સભ્ય ટ્રસ્ટી તરીકે ઉમેદવારી કરી શકશે.
સંસ્થાને વહીવટ ઘણો જ બહોળો છે; અને એને પહોંચી વળવા માટે એના અનેક વિભાગે કરવામાં આવેલ છે. તે તે વિભાગનું કામ સમયસર અને ધોરણસર થતું રહે એવી ગોઠવણ કરવામાં ન આવે તે કામમાં વિલંબ થયા વગર ન રહે, આટલા માટે સંસ્થાએ અનેક પેટા સમિતિઓ નીમીને એની મારફત કામ પૂરું કરવું પડે છે. આવી મુખ્ય પેટા સમિતિઓનાં નામ બંધારણની નીચેની કલમ ઉપરથી જાણી શકાય છે :
ઉપસમિતિ ૩૬. વ્યવસ્થાપક સમિતિ પોતાના વર્ષની શરૂઆતમાં સંસ્થાને લગતાં જુદાં જુદાં કાર્યો માટે નીચે જણાવેલ ઉપસમિતિઓ નીમી શકશે :
(૧) લેન રિફંડ સમિતિ (૨) ધાર્મિક શિક્ષણ સમિતિ (૩) પુસ્તકાલય સમિતિ (૪) શ્રી સારાભાઈ મ. મોદી લોન લરશિપ ફંડ સમિતિ (૫) શ્રી સારાભાઈ ભ૦ મોદી ઉચ્ચ અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org