________________
૧ઃ સ્થાપના અને શરૂઆત
૧૯ ઇચ્છતા હોય તો તેઓને પણ વિદ્યાલયને લાભ મળે એ માટે એક ટર્મના રૂા. ૧૦૦) લઈને પેઇંગ વિદ્યાર્થી તરીકે રાખવાનું, અને એનું પ્રમાણ કુલ વિદ્યાથીઓથી ત્રીજા ભાગનું રાખવાનું નકકી કરવામાં આવ્યું હતું.
આ નિર્ણય મુજબ શરૂઆતમાં દાખલ કરેલ પંદર વિદ્યાર્થીઓમાં ૩ પિઇંગ વિદ્યાર્થીઓ હતા; અને બીજા સત્રમાં બીજા ૩ પેઇંગ વિદ્યાથીઓ સંસ્થામાં દાખલ થયાઃ એમ ૧૨ ફ્રી અને ૬ પેઇંગ મળીને ૧૮ વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં સંસ્થાને લાભ લેવા લાગ્યા. | ઉચ્ચ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારો અને સંસ્કારિતાનાં બીજે રેપાય એ પણ વિદ્યાલયને મુખ્ય હેતુ હતો, એટલે ધાર્મિક શિક્ષણની જોગવાઈ પણ સંસ્થાની શરૂઆતથી જ કરવામાં આવી હતી. સમાજની નવી પેઢીનું વ્યાવહારિક અને ધાર્મિક બન્ને પ્રકારની કેળવણીથી ઘડતર થાય એ માટે વિદ્યાલયે શરૂઆતથી જ પૂરી સગવડ અને તકેદારી રાખી હતી.
વર્તમાન શિક્ષણની સાથે સંસ્કાર આપવામાં આવે તો જ એ લાભકારક થઈ પડે, એ અંગે ચેથા વર્ષના રિપોર્ટમાં( પૃ. ર૬) યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે
“ અન્ય કામો એટલી બધી આગળ વધી ગઈ છે, અન્ય દેશે વિજ્ઞાનમાં એટલા કુશળ થઈ ગયા છે, તેની સાથે ત્યાં સ્વછંદતા પણ એટલી આગળ વધી ગઈ છે કે આખા કેળવણીના સવાલ પર બહુ દીર્ધ વિચાર કરવાની જરૂર છે. માત્ર ભણાવવાથી ધારેલ પરિણામ નહિ આવે, અભણ રાખવાથી તે અગતિ સ્પષ્ટ છે, ભણેલા ઉપર સંસ્કાર પાડવાની યોગ્ય પેજના ન કરવામાં આવે તે ભણતરને લાભ કોમને કે દેશને પૂર્ણ ન પણ મળે એ બનવા જોગ છે...............
“ કેળવાયલા વર્ગ વગર સર્વ અગત્યની બાબતો સમજીને ઉપાડી લેનાર બીજે કઈ નીકળશે નહિ. વળી એ ખાણમાંથી કઈ મહા આત્મત્યાગી નીકળી આવશે તે તે બહુ મોટો લાભ કરી આપશે. આ સ બાબતે લક્ષમાં રાખવાની છે. કેળવણીની જરૂરીઆત સ્વીકારવામાં જ કેમને લાભ છે, ધર્મને શોભા છે, સમાજને આગળ પ્રયાણ છે અને દેશને ઉદય છે.”
વિદ્યાલયના કર્તવ્યપરાયણ સંચાલકોને હૈયે, વિદ્યાલયના આરંભથી જ, વિદ્યાર્થીઓનું હિત અને એમની અનુકૂળતા વસેલાં હતાં. ભાયખલા લવલેનવાળું મકાન બીજી બધી રીતે સારું હતું, પણ ત્યાં જવા-આવવામાં વિદ્યાર્થીઓને વધુ વખત બગડતો લાગ્યો, અને ચોમાસામાં બીજી પણ કેટલીક અગવડો જોવામાં આવી, એટલે કમિટીએ તરત જ શહેરના મધ્ય ભાગમાં, લેમિંટન રોડ ઉપર, નવું મકાન વાડેકર બિડિંગ ભાડે રાખી લીધું; અને સંસ્થાને ત્યાં લઈ જવામાં આવી. ત્યાં ઘરદેરાસર પણ સ્થાપવામાં આવ્યું.
આ રીતે સંસ્થાની સ્થાપના બાદ આશરે સવા વર્ષે સંસ્થા કામ કરતી થઈ ગઈ એટલે સંસ્થાના કાર્યકાળને એક અગત્યનો અથવા પાયાનો તબક્કો પૂરો થયે; પણ સાથે સાથે સંસ્થાને સંગીન પાયા ઉપર મૂકવાની અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને સંસ્થાને લાભ મળે એવી જોગવાઈ કરવાની સંસ્થાના સંચાલકોની સવિશેષ જવાબદારીને આરંભ થયે. પણ સૌનાં અંતરમાં ગમે તે ભેગે કામને આગળ વધારવાની તમન્ના હતી એટલે વિદ્યાલયને ઉત્તરોત્તર વિકાસ જ થવાનો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org