________________
વિદ્યાલયની વિકાસકથા એ વખતે મોટા ફંડફાળા કરી શકાય એવી સ્થિતિ ભલે ન હતી, પણ સાથે સાથે, ટીપે ટીપે સરોવર ભરવાની ધીરજ દાખવનારને માટે, કામ પૂરતાં નાણાં ભેગાં કરવામાં ખાસ કંઈ મુશ્કેલી પણ ન હતી. સંસ્થાના કાર્યકરોએ દશ વર્ષ સુધી, દર વર્ષે, રૂા.૫૧)૫૧) ની મદદ સેંધાવનારનાં નામે લખવાને અને એવી મદદ ધાવનારને સંસ્થાના સભ્ય ગણવાને નિર્ણય કર્યો. આગળ જતાં, વીસ વર્ષ સુધી, દર વર્ષે રૂા. ૨૫)-૨૫) ની મદદ નોંધાવનારને સંસ્થાના સહાયક સભ્ય ગણવાનું ઠરાવવામાં આવ્યું.
સંસ્થાના ખંતીલા કાર્યકરે એક બાજુ આ નિર્ણય મુજબ સભ્યો નોંધવાના કાર્યમાં લાગી ગયા; બીજી બાજુ શેઠ શ્રી દેવકરણ મૂળજી અને શેઠ શ્રી હેમચંદ અમરચંદે, દશ વર્ષ માટે, વાર્ષિક એક એક હજાર રૂપિયાની સહાયતા આપવાની ઉદારતા દાખવી; અને ત્રીજી બાજુ આ વિદ્યાવૃદ્ધિના વિશાળ કાર્યમાં નાની-મોટી જે કંઈ રકમ મળે તે, સામાન્ય જનસમૂહની વિદ્યા અને વિદ્યાલય પ્રત્યેની મમતાના પ્રતીકરૂપે, સ્વીકારવાનું અને એ રકમ ચાલુ મદદ ખાતે લઈ જવાનું ઠરાવવામાં આવ્યું. વધારામાં, વિદ્યાલયનું કાર્ય દઢ થાય અને સંઘનું ધ્યાન વિદ્યાલય પ્રત્યે સવિશેષ દોરાય એ હેતુથી મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિ. સં. ૧૯૭૦ નું ચાતુર્માસ પણ મુંબઈમાં રહેવાનું નક્કી કર્યું, આથી કાર્યકરોને ઉત્સાહ અનેક ગણો વધી ગયા. - વટવૃક્ષનું બીજ વવાઈ ચૂક્યું હતું. એને ઉત્તમ ખાતર પૂરનાર અને અવિરત જળસિંચન કરનારાઓનું સુંદર જૂથ પણ રચાઈ ગયું હતું. ધીમે ધીમે સંઘને પણ આ સંસ્થા પ્રત્યે મમતા કેળવાતી જતી હતી. મુનિ શ્રી વલ્લભ વિજયજીની પ્રેરણા તો પળે પળે વરસતી જ રહેતી હતી, અને લક્ષ્મી પણ જાણે સરસ્વતીની ઉપાસનામાં કૃતાર્થ થવા ઝંખતી હતી. આ બધા શુભ સંયોગને પરિણામે એક અતિ મુશ્કેલ લાગતું કાર્ય પણ આસાન બની ગયું, અને સંસ્થાના કાર્યનિષ્ઠ કાર્યકરો સંસ્થાના કાર્યનો મંગલ આરંભ કરવાની શુભ ઘડીની જ રાહ જોઈ રહ્યા.
સંસ્થાના કાર્યની શુભ શરૂઆત કરવા માટે સૌથી પહેલી જરૂર મકાનની હતી. શેઠ દેવકરણ મૂળજીના અંતરમાં તે સંસ્થા માટે મમતાને અખૂટ ઝરો વહેતો જ હતો. એમણે તરત જ મલાડમાં પિતાના બંગલાની બાજુમાં વિદ્યાલયને માટે જગ્યા ખાલી કરી આપવાની તત્પરતા બતાવી. પણ એ સ્થાન વધારે દૂર લાગવાથી અને ત્યાં મેલેરિયાના ઉપદ્રવનો સંભવ હોવાથી ભાયખલા લવલેનમાં તારાબાગ નામે બંગલે પસંદ કરવામાં આવ્યું અને, સને ૧૯૧૫ ના જૂનની ૧૮મી તારીખે, ૧૫ વિદ્યાથીઓથી, પંચકલ્યાણકની પૂજા ભણાવીને, સંસ્થાના કાર્યને પ્રારંભ કરવામાં આવ્યો. ૧૮મી જૂનના દિવસે પ્રાચીન ધર્મવિધિ પ્રમાણે સંસ્થાને પ્રારંભ કર્યા બાદ એક મહિના પછી, તા. ૧૮-૭-૧૯૧પ ના રેજ, સર વસનજી ત્રિકમજીના પ્રમુખપદે એક જાહેર સમારંભ યોજીને સંસ્થાને ખુલ્લી મુકાયેલી જાહેર કરવામાં આવી.
- વિદ્યાલયને મૂળ ઉદ્દેશ સમાજમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. અને ઉચ્ચ અભ્યાસમાં આર્થિક સંકડામણ અવરોધરૂપ ન બને એટલા માટે વિદ્યાર્થીઓને ફ્રી રાખવાનું વિચારવામાં આવ્યું હતું. પરંતુ સારી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાથીઓ, પિતાનાં સ્થાનમાં કૉલેજ ન હોવાને કે બીજા કેઈ કારણે, મુંબઈમાં અભ્યાસ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org