________________
પ: અર્થવ્યવસ્થા
પ૯
મજકુર ડોકટરને લેન તરીકે આપવા. મજકુર ડોકટર પાસેથી રકમ પાછી મળેથી વિદ્યાલયના ટ્રસ્ટીઓએ પોતાની મરજી મુજબ મારા નામથી એવા જ કામમાં કાઠીઆવાડના વિસા શ્રીમાળી વિદ્યાર્થીને આપવામાં એ રકમનો ઉપયોગ કરો.” (વર્ષ ૨૪, . ૧૪૨ B)
ડે. લીલાધરભાઈએ આ રકમનો ઉપયોગ ન કર્યો, અને તેઓની હયાતી દરમ્યાન એ રકમને બીજી રીતે ઉપયોગ થઈ શકે એમ ન હતું, એટલે ૧૯૬૩-૬૪ની સાલ સુધી એ રકમનો ઉપયોગ ન થઈ શક્યો. અને વ્યાજ અને કુલ મળીને વિદ્યાલયના ૪હ્મા વર્ષમાં આ ટ્રસ્ટમાં રૂા. ૧૮,૪૭૬–૧૪ ભેગા થયા. એ જ અરસામાં ડૉ. લીલાધર ભાઈનું અવસાન નીપજતાં કાઠિયાવાડના બીજા વિદ્યાર્થીઓને પરદેશમાં અભ્યાસ કરવા માટે લોન આપવામાં એનો ઉપયોગ કરવાનું તા. ૧૪-૭– ૬૪ના રોજ વ્યવસ્થાપક કમિટીએ ઠરાવ્યું. વિદ્યાલયના ૫૦ વર્ષના સરવૈયામાં આ ટ્રસ્ટ ખાતે રૂા. ૧૭,૦૪૪-૬૦ જમા છે. આમાં શિહોર ધર્મશાળા માટેની અનામત રકમ ભેળવી દેવામાં આવી છે. તેની વિગત નીચે મુજબ છે –
શિહોરની ધર્મશાળાની રકમ–શેઠ શ્રી દેવકરણ મૂળજીના વસિયતનામા પ્રમાણે શિહોરની ધર્મશાળા માટે અમુક રકમ જુદી રાખવામાં આવી હતી અને તે મહારાષ્ટ્ર રાજ્યના ઓફિશિયલ ટ્રસ્ટી પાસે હતી. એ રકમને એ ધર્મશાળાના કામમાં ઉપગ ન થવાથી એ અંગેની કાયદેસરની જરૂરી કાર્યવાહીને અંતે, શ્રી ગોકુળદાસ મૂળજીના સહકારથી રૂા. ૮,૩૦૦-૦૦ની ફેઈસ વેલ્યુની ૩ ટકાના દરની ૧૯૪૬-૮૬ની કન્વરઝન લેન સિક્યુરિટીએ વિદ્યાલયને મળેલ છે. આ રકમનો ઉપયોગ કેળવણીના કામમાં કરવાને છે, અને સૌરાષ્ટ્રના વીસા શ્રીમાળી જૈન વિદ્યાથીઓને એને પહેલે લાભ આપવાનો છે. આ રકમ ૪હ્મા વર્ષમાં વિદ્યાલયને મળેલ છે. આ સિક્યુરિટીઓને વટાવવામાં આવતાં રૂ. ૫,૩૦૯-૯૭ ઊપજેલ છે અને એ રકમ ઉપર સૂચવેલ પરદેશ અભ્યાસ કુંડમાં ભેળવી દેવામાં આવેલ છે.
શેઠ દેવકરણ મૂળજી રેસિધુ ટ્રસ્ટ—સને ૧૯૪રમાં શેઠ દેવકણ મૂળજીની શેષ (રેસિડથુ) મિલકતના રૂા. ૫૦,૦૦૦ એમના વસિયતનામાના એકિઝકયુટરો તરફથી વિદ્યાલયને મળ્યા. આ ટ્રસ્ટની શરત મુજબ વિદ્યાલયે પાંચ વિદ્યાથીઓને “શેઠ દેવકરણ મૂળજી રેસિડથુ સ્કૉલર” તરીકે રાખવાના થાય છે, અને એમાં કાઠિયાવાડના વીસા શ્રીમાળી જૈન વિદ્યાથીને અગ્રહક આપવામાં આવે છે. (વર્ષ ૨૭, પૃ. ૧૭)
દેવકરણ મેન્શન–પ્રિન્સેસ સ્ટ્રીટ જેવા મુંબઈના કેન્દ્રવતી સ્થાનમાં આવેલ આ ઈમારત એક જંગી ઈમારત છે. ત્રણ માળની આ ઈમારતની ચારે તરફ સરિયામ રસ્તા આવેલ છે. શ્રી દેવકરણ શેઠના વસિયતનામામાંની અમુક જોગવાઈઓ અનુસાર તેવીસમા વર્ષથી (તા. ૧૪-૧૧-૩૭થી) તે ર૭માં વર્ષ સુધી આશરે ચાર વર્ષ મજકૂર વસિયતનામાના એકિઝક્યુટર સાથે વાટાઘાટે, જરૂરી ઠરાવે, કોર્ટ તથા ચેરિટી કમિશ્નરની મંજૂરી વગેરે વિધિમાં વિતાવ્યા બાદ છેવટે તા. ૨૯-૮-૧૯૪૧ના રોજ રૂા. ૫,૭૨,૯૯૬ જેવી રકમ આપીને, અને વસિયતનામામાં ઉલ્લેખેલી જવાબદારી અદા કરતાં એના એકિઝક્યુટર પાસે જે રકમ વધે–શેષ રહે–તે તેઓ વિદ્યાલયને સેપે, એ શરતે, દેવકરણ મેન્શનને કાયદેસર કબજો મેળવી લીધો. ત્યાર બાદ સને ૧૯૫૫–૫૮ દરમ્યાન આ ઈમારત ઉપર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org