________________
વિદ્યાલયની વિકાસકથા એ પિતે જ એક યાદગાર બની રહે એવી બાબત હતી. ઉપરાંત, એમના પિતાના તરફથી અને એમના સ્વર્ગવાસ બાદ એમના નામથી વિદ્યાલયને મોટી મોટી રકમની સખાવતે મળતી રહી છે એટલું જ નહીં, એમની ચેજનાપૂર્વકની સખાવતને લીધે અત્યારે પણ સંસ્થાને વર્ષમાં એક લાખ રૂપિયા જેટલી નિયમિત આવક થતી રહે છે. એમની એ સખાવતની વિગતો નીચે મુજબ છે –
વાર્ષિક એક હજારની મદદ– સંસ્થાને પ્રારંભ થયે ત્યારે શ્રી દેવકરણ શેઠે (તથા શેઠ શ્રી હેમચંદ અમરચંદે) દસ વર્ષ માટે વાર્ષિક રૂપિયા ૧,૦૦૧ આપવાનું સ્વીકારીને સંસ્થાને ગતિશીલ કરવામાં નોંધપાત્ર પ્રેરણા અને ફાળો આપ્યાં હતાં. શરૂઆતમાં જ આવી સારી મદદ આપવાને કારણે શેઠ શ્રી હેમચંદ અમરચંદ તથા શેઠ શ્રી દેવકરણ મૂળજી એ બન્નેનાં નામે સંસ્થાના પેટ્રન મહાનુભાવોની યાદીના મેખરે શોભે છે. વાર્ષિક રૂ. ૧,૦૦૧ આપવાની ૧૦ વર્ષની સમયમર્યાદા પૂરી થયા બાદ બીજા દશ વર્ષ માટે વાર્ષિક રૂા. ૨૫૧ આપવાનું આ બન્ને શ્રેષ્ઠીઓએ સ્વીકાર્યું હતું. ઉપરાંત, શ્રી દેવકરણ શેઠે વીસેક હજાર રૂપિયા જેટલી છૂટી છૂટી મદદ પણ આપી હતી.
વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે શ્રી દેવકરણ શેઠે પિતાની હયાતીમાં વિદ્યાલયને જે આર્થિક સહાય આપી હતી, તેના કરતાં ઘણી વધારે મદદ એમના અવસાન બાદ સંસ્થાને મળી હતી. એમણે પિતાના વસિયતનામામાં આવી રદેશીભરી વ્યવસ્થા કરી હતી. શ્રી દેવકરણ શેઠનું આ પગલું એમની વિદ્યાલય તેમ જ કેળવણી પ્રત્યેની અપાર પ્રીતિની પ્રશસ્તિરૂપ બની રહે એવું છે.
પાંચ ટ્રસ્ટ સ્કૉલર–શ્રી દેવકરણ શેઠના વસિયતનામા મુજબ, વિદ્યાલયને એમના નામથી વિદ્યાલયમાં પાંચ ઑલરે રાખવા માટે એમના વસિયતનામાના એક્ઝિક્યુટર તરફથી પચાસ હજાર રૂપિયા જેવી મેટી રકમ મળી હતી. આ અંગે એમના વસિયતનામામાં લખવામાં આવ્યું છે કે
(૧૯) રૂપીઆ પચાસ હજારની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને શરત કરીને આપવા અને તેનું ટ્રસ્ટ કરવું જે જુનાગઢની મારી બોર્ડિગનો કોઈ વિદ્યાર્થી દાખલ થવા અરજી કરે તો તેને દાખલ કરવો. સોરઠને કોઈપણ વિશાશ્રીમાળી જૈન દાખલ થવા અરજી કરે અથવા પાલીતાણું બાળાશ્રમને કોઈ વિદ્યાર્થી દાખલ થવા અરજી કરે અને ધારાધોરણ અનુસાર તેને દાખલ કરી શકાય તે તેને દાખલ કરો, અને એ રીતે અથવા એમ ન બને તો કોઈ અન્ય પાંચ વિદ્યાર્થીને મારા નામથી “દેવકરણ મૂળજી સ્કોલર” તરીકે રાખવા.” (વર્ષ ૨૪, પૃ. ૧૪૦)
શેઠ દેવકરણ મૂળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ-શેઠ દેવકરણ મૂળજીના વસિયતનામાના એકિઝકયુટોએ, એમના વસિયતનામાની રૂએ, પરદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાથીને મદદ આપવા માટે, તા. ૧૬-૫–૧૯૩૮ના રેજ, વિદ્યાલયને રૂપિયા દસ હજાર આપ્યા હતા. એની શરત આ પ્રમાણે હતી:
- “(૨૦) ઉપર જણાવેલ રૂપીઆ પચાસ હજાર ઉપરાંત રૂપીઆ દસ હજાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને આપવા, ને શરત કરવી કે જ્યારે પણ જુનાગઢવાળા ડૉકટર લીલાધર વાલજી મહેતા વધુ અભ્યાસ માટે યુરોપ જતા હોય તો, વિદ્યાલયના નિયમ પ્રમાણે રૂપીઆ દસ હજાર સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org