________________
૫ : અર્થ વ્યવસ્થા
૫૭
એક સ્કોલર નીમવાના હક્ક આપવામાં આળ્યેા. આની વિશેષ વિગતા ૬૮ વિદ્યાલયની શાખાએ ” નામના પ્રકરણમાં આપવામાં આવી છે.
પૂના તથા વાદરા શાખાએ—સને ૧૯૪૭ માં પૂનાના શ્રી ભારત જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓએ એ સસ્થા વિદ્યાલયને સોંપી. સંસ્થા પાસે મકાન તૈયાર હતાં અને વિશાળ જમીન પણ હતી. એથી પૂનામાં વિદ્યાલયની શાખાની શરૂઆત થઈ શકી. એ જ રીતે સને ૧૯૫૪માં વડાદરાના શ્રી જૈન વિદ્યાથી આશ્રમના સંચાલકેાએ એ સંસ્થા વિદ્યાલયને સોંપી. આ સંસ્થા પાસે પણ મકાન તૈયાર હતું અને ખાલી જમીન પણ સારા પ્રમાણમાં હતી; તેથી વિદ્યાલયના આદ્ય પ્રેરક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિમાં વિદ્યાલયની શાખા શરૂ કરવાનું શકય ખન્યું. આ અને શાખાએ સંબંધી વિશેષ માહિતી “ વિદ્યાલયની શાખાએ ” નામના પ્રકરણમાંથી જાણવા મળી શકશે.
શ્રી ખેડા જૈન વિદ્યાથી ઉચ્ચ શિક્ષણ લેાન-સ્કૉલરશિપ ફૅ ડ—ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા ઇચ્છતા પરંતુ વિદ્યાલયમાં પ્રવેશ નહી' મેળવી શકનાર ખેડાના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન વિદ્યાથી ઓને સહાયરૂપ થવાના ઉદ્દેશથી ખેડાના ભાવનાશીલ ભાઈ એએ આ કુંડની સને ૧૯૪૬માં સ્થાપના કરી હતી. દોઢ-બે વર્ષ સુધી આ ક્રૂ'ડના વહીવટ પેાતે સભાળ્યા પછી, આ કાર્ય સુવ્યવસ્થિતપણે ચાલે એ માટે એમણે એના વહીવટ વિદ્યાલયને સાંપવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં વિદ્યાલયે તા. ૪-૧-૧૯૪૮ ના રોજ એના, રૂા. ૩૩,૫૦૧ સાથે સ્વીકાર કર્યાં. વિદ્યાલયે નીમેલી એક પેટાકમિટી આ કાર્યનું સંચાલન સંભાળે છે. નવી આવક તેમ જ લેન રિફંડને કારણે આ ફંડમાંથી અત્યાર સુધીમાં ૧૦૦ વિદ્યાથી. આને વિદ્યાલયના ૫૦મા વર્ષ સુધીમાં કુલ રૂા. ૬૨,૪૧૦ની લેાન આપવામાં આવી છે, અને અત્યારે આ ફંડમાં રૂા. ૩૫,૩૧૦ જેટલી રકમ જમા છે.૧
આ ક્'ડનો વહીવટ સાત સભ્યાની પેટાસમિતિ મારફત થાય છે, જેમાંના ચાર સભ્ય વ્યવસ્થાપક સમિતિ દ્વારા અને ત્રણ સભ્ય શ્રી ખેડા ક્રૂડ સમિતિ તરફથી નિમાય છે. અત્યારની સમિતિ નીચે મુજબ છેઃ
-
૧. ૐૉ. રતિલાલ મેાહનલાલ વાઢેલવાળા
૨. શ્રી કાન્તિલાલ નાનચંદ મેાદી
૩. શ્રી સામચંદ્ર ધૂળાભાઈ ભાવસાર
૪. શ્રી રતિલાલ ચીમનલાલ શાહ
૫. શ્રી ચીમનલાલ મેાતીલાલ પરીખ
૬. શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી
૭. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેારા (મંત્રી)
શેઠ શ્રી દેવકરણ મૂળજીનેા અસાધારણ સહકાર
જેમ વિદ્યાલયની સ્થાપનામાં એક ચાલક ખળ તરીકે શેઠ શ્રી દેવકરણ મૂળજીના અસાધારણ ફાળા હતા, એ જ રીતે આર્થિક દૃષ્ટિએ તેા તેએ સસ્થાને માટે કલ્પવૃક્ષ જેવા જ હતા. વિદ્યાલયને માટે ફંડ એકત્ર કરવામાં એમણે જે કામગીરી ખજાવી હતી
Jain Education International
૧. વિદ્યાલયના આવનમા રિપેટ માં જણાવ્યા મુજબ તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં ૧૨૮ વિદ્યાર્થીએ-વિદ્યાર્થિ નીઓને રૂા. ૭૫,૨૮૫–૦૦ની લેાન આપી; રૂા. ૨૧,૩૮૫-૦૦ જેટલી રકમ પાછી આવી; અને કુંડમાં રૂા. ૭૪,૨૦૨-૯૦ જમા છે.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org