________________
વિદ્યાલયની વિકાસકથા આવક વધારવાની દષ્ટિએ, રૂ. ૩,૩૭,૨૦૫-૦૦ ખરચીને ત્રીજો માળ લેવામાં આવ્યું. (આ ઈમારતની જમીન ભાડાપટાની હાઈ એનું વાર્ષિક જમીનભાડું આશરે એકાવન હજાર રૂપિયા ચૂકવવાનું થાય છે.) આ ઈમારતને કબજો મેળવવા માટે વિદ્યાલયને જે દેવું કરવું પડ્યું હતું તે, તથા ત્રીજો માળ લેતાં જે ખરચ કરવું પડ્યું તે, સમાજ તરફથી મળતી રહેલી સખાવતોને કારણે, સમય જતાં, પૂરું થઈ ગયું. પરિણામે સંસ્થાના ખર્ચના અંદાજપત્રને પૂરું કરવામાં વર્ષે દિવસે એક લાખ રૂપિયા જેટલી ચે-ખી આવક દેવકરણ મેન્શન કરી આપી છે. સંસ્થાના સંચાલકોની દીર્ધદષ્ટિ અને હિંમતને કારણે જ આવું મોટું કાર્ય સફળતાપૂર્વક પૂરું થઈ શક્યું. આને લીધે એક બાજુ સંસ્થા પિતાના ખર્ચ માટે ઠીક ઠીક પ્રમાણમાં નિશ્ચિત બની શકી; અને બીજી બાજુ શ્રી દેવકરણ શેઠનું નામ પણ સવિશેષપણે યાદગાર બની શકયું.
આ બધી વિગતે ઉપરથી જોઈ શકાશે કે શેઠ શ્રી દેવકરણ મૂળજીની સખાવતે એમની હયાતી દરમ્યાન તેમ જ એમના સ્વર્ગવાસ બાદ પણ, જુદે જુદે રૂપે વિદ્યાલયને મળતી જ રહી છે.
શ્રી દેવકરણ શેઠની વિદ્યાલય ઉપર નિરંતર સખાવતની વર્ષા કરતી મમતા અંગે વિદ્યાલયના ૩૭માં વર્ષના રિપોર્ટ (પૃ. ૯)માં એગ્ય જ કહેવામાં આવ્યું છે કે
“શેઠ શ્રી દેવકરણ મૂળજીના નામ અને સખાવતોથી આજે જૈન અને જૈનેતર સમાજમાં કોણ પરિચિત નથી ? પ્રામાણિક વ્યવહાર, ચિવટ, ખંત અને પુરુષાર્થ જ્યારે પુષ્ય સાથે સંકળાએલ હોય છે ત્યારે મનુષ્ય શું શું કરી શકે છે તેનું આદર્શ દષ્ટાંત શેઠ શ્રી દેવકરણ ભાઈનું જીવન પુરું પાડે છે. આ સંસ્થાના આરંભથી પોતાના અંતકાળ સુધી ટ્રસ્ટી અને કેશાધ્યક્ષ તરીકે તેમણે સેવા અપી હતી. કેળવણી પ્રત્યેનો તેમનો સદ્દભાવ અભુત હતો. આર્થિક સહાય આપવા ઉપરાંત અનેકને પ્રેરણારૂપ બની તન, મન અને ધનથી સહાય કરવા આદેશ આપેલ છે. એમની આર્થિક સહાય કરતાં એમનું સંસ્થા પ્રત્યેનું ઉદાર ભાનસ, જીવનના અંત સુધી સંસ્થાને આપેલ મદદ, અનેક બંધુઓને ફંડ ભરાવવા માટે કરેલ પ્રેરણાઓ, સંસ્થા અને કેળવણી પ્રત્યેનો અભાવ, પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ્રત્યેનો ભક્તિભાવ, જૈન સમાજની ઉન્નતિ માટેની તેમની અનુકરણીય ભાવના આજે પણ અનેક કાર્યકર્તાઓની સ્મૃતિમાંથી ભૂંસાય તેમ નથી. શેઠશ્રીનું વસિયતનામું અને તે દ્વારા તેમ જ જીવન પર્યત કરેલ સખાવત કેળવણી દ્વારા સમાજ ઉન્નતિની ભાવનાનું પ્રતિબિંબ પાડે છે. પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવેલ ભવ્ય ઈમારત “દેવકરણ મેન્શન” સોંપતાં આ સંસ્થા પ્રત્યેની મમતાને કાયમી સ્વરૂપ મળેલ છે.”
લેન રિફંડ વિદ્યાલયને લાભ લઈને સમાજના સેંકડો વિદ્યાર્થી ઓ જુદા જુદા વિષયના કાબેલ સ્નાતકે બની શક્યા અને એ રીતે પિતાનાં કુટુંબને સુખી અને સમાજને સમૃદ્ધ તેમ જ ગૌરવશાળી બનાવી શક્યા તે મુખ્યત્વે વિદ્યાલયની લોન આપવાની યેજનાને કારણે જ. પચાસ વર્ષ દરમ્યાન કયા વિષયના કેટલા સ્નાતકો થયા તેની વિગત “વિદ્યાથીઓ” નામના સાતમા પ્રકરણમાં આપવામાં આવેલ છે. આમ જોઈએ તો લેનનું ખાતું એ ખર્ચ ખાતા જેવું ખાતું કહી શકાય. પણ લોનને પાયાને ઉદ્દેશ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાની સાથે, વિદ્યાથીઓ જાહેર સંસ્થાની મદદ મેળવ્યાના ભારથી મુકત રહી શકે એ રીતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org