________________
-
-
-
-
-
-
-
-
૩૫૬
આનંદ પ્રવચન દર્શન દેવો ઉપર જ છે અને ગુરૂએ દેવોને જ આદર્શ તરીકે બતાવે છે. દેવનું જ સ્વરૂપ છે, તે આદર્શ છે. એ આદર્શ દર્શાવીને તે સ્વરૂપને પહોંચવાને માટે સુધર્મ રૂપ રસ્તે પ્રયાણ કરવાની ઉત્તેજના અને સહાયતા આપવી એ જ ગુરુઓનું કર્તવ્ય છે.
મતિપૂજા ચોગ્ય છે કે અગ્ય? તીર્થકર ભગવાનની સ્તુતિ કરતા ત્રિી જિનપુરા માતુ રતની ઢીનામું આવા શબ્દો મૂકવામાં આવ્યા છે. ભગવાન તીર્થકર દેવની સ્તુતિ કરતાં આ શબ્દો શા માટે મૂકવામાં આવ્યા છે તેના હવે વિચાર કરો. અહીં કહેવાનો આશય મૂળ એ છે કે આત્માના સાધ્ય તરીકે અને આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ તરીકે એ જ વસ્તુ છે કે જે વસ્તુ ભગવાન શ્રી તીર્થંકરદેવોએ પ્રાપ્ત કરી છે. ભગવાન તીર્થકર મહારાજ જેમ આત્માનું કલ્યાણ કરી શક્યા છે, તે જ પ્રમાણે આપણે પણ જો એ જ માર્ગે જઈએ તે આપણે પણ આપણા આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકીએ. આ દષ્ટિએ જનશાસનની મૂર્તિપૂજા વૈજ્ઞાનિક અને વાસ્તવિક ઠરે છે. જેને મૂર્તિ પૂજા કરે છે તે. આ રીતે વ્યાવહારિક, વાસ્તવિક અને વિજ્ઞાન તથા માનસશાસ્ત્રના નિયમોને અનુસરતી છે. પરંતુ જેનેની મૂર્તિપૂજા જોઈને બીજાઓ પણ મૂર્તિપૂજાને વાસ્તવિક ઠરાવવા મંડી જાય છે.
અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અન્યદર્શનીઓ જે મૂર્તિ પૂજા કરે છે તે ઈપણ રીતે ચગ્ય કિંવા વાસ્તવિક નથી. મૈરી-છોકરાવાળા ભગવાન એ આદર્શ નથી. ભગવાન શ્રીજિનેશ્વરદેવની સૌમ્ય અને. શાંત પ્રતિમા હોય છે તેને આપણે જોઈએ કે તૂર્ત આપણા આત્મામાં પણ એવી સૌમ્ય ભાવના જાગે છે કે “અહા ! શું આ ભગવાનના મોઢા પર શાંતતા અને સૌમ્યતા પથરાએલો છે ! ખરેખર, મારો. આત્મા આવી દશા કયારે પામશે ? આપણા અંતરમાં જ્યાં આવો વિચાર પ્રવર્તે છે કે ત્યાં આપણું મૂર્તિપૂજા સફળ થાય છે.
હવે ધારો કે એ જ આપણું તીર્થકર ભગવાનને રાણી સાથે ઉભા રાખીએ, તેમના હાથમાં હથિયારો આપીએ અથવા તેમને