________________
સ્થાપના કરવાનો નિર્ણય થયો પૂ ગચ્છાધિપતિ આ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના આશીર્વાદ પ્રાપ્ત થયા, સાથે પૂ આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સા નું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી નિરંતર આગમ દ્વારકની વાણીનું પાન કરનાર, ઘાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરનારા અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, આગાદ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર ખ્યાતનામ શ્રી અતુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનારદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ શેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અને શ્રી ફૂલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી, કર્મઠ કાર્યકર્તાઓ પણ આ સંસ્થાને પ્રાપ્ત થયા, જેથી ટૂંક સમયમાં જ પવ મહિમા દર્શન, “દેશના આહિમા દશન” અને “ આનંદ પ્રવચન દશન” જેવા દળદાર ગ્રંથે બહાર પાડી શક્યા
આનંદ ઝરણાં ભાગ ૧-૨ તથા સિદ્ધચક' માસિકમાંથી સંગ્રહ કરેલ, તે “આનંદ પ્રવચન દર્શન” છે. અનેકવિધ પ્રતિકૂળતા હોવા છતાં મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહે સંભાળી લીધી છે, તેથી આ કાર્યને સારે વેગ મળે છે.
આ ગ્રન્થ પ્રકાશનમાં જેમને પ્રગટ કે પ્રચ્છન્ન સહયોગ પ્રાપ્ત થયે તે સહુની કૃતજ્ઞભાવે પુણ્યસ્મૃતિ કરું છું. મારા દરેક કાર્યમાં સંપૂર્ણ સહાયક બનનાર ગણિશ્રી નવસાગરજી મ, ગણિશ્રી અશેકસાગરજી મ, ગણિશ્રી કલ્યાણસાગરજી મ. ગણિશ્રી ચંદ્રાનનસાગરજી સ, મુનિશ્રી કલ્પવર્ધનસાગરજી મ, તથા બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીને પૂર્ણ સહકાર પણ નોંધપાત્ર છે. મુખપૃષ્ટ રેખાચિત્ર મુનિરાજશ્રી હેમચંદ્રસાગરજી મ. સા. તરફથી સાભાર પ્રાપ્ત થયેલ છે. તા ૪-૨-૮૨, વાલકેશ્વર
નિત્યદયસાગર ગણિ.