________________
પિતાપણાની માન્યતા ભ્રાંતિ ટળે અને નિજ શુદ્ધ સવાભાવિક સ્વરૂપને વિષે જ પિતાપણાને બંધ થાય, અને તેમાં જ લીન–સ્થિર થઈ સહજ સ્વાભાવિક અનંત શાશ્વત સુખને જીવ પામે એવી કરુણબુદ્ધિથી શુદ્ધાત્મા મહાન પુરુષોએ એના ઉપાય અને સ્વરૂપને દર્શાવતે ઉપદેશ અનેક ગ્રંથારૂઢ કર્યો, કે જેથી જીવ તે ઉપદેશ પુરુષના આશ્રયે-સમાગમે સમજી અવધારી નિજ શુદ્ધ રવરૂપને પ્રાપ્ત થઈ અનંત સસુખને પામે. આવા અનેક ઉપકારી માંથી સુંદર તારણ અને સંગ્રહરૂપ આ ગ્રંથ કેઈ એક આચાર્યની કૃતિ નથી, પણ અનેક આચાર્યોની કૃતિરૂપ બને છે. આ ગ્રંથના મૂળ પ્રાજક અને સંગ્રાહક શ્રી દિગંબર આમ્નાય અનુસારી સ્વ. બ્ર. સીતલપ્રસાદજીએ મૂળ શ્લેકે સાથે તેનું હિંદી ભાષાંતર આપી દરેક અધ્યાયની શરૂઆતમાં તે તે વિષયને સરલ હિંદીમાં સમજાવ્યે છે. તેમ દરેક અધ્યાયના અંતે હિંદી સવૈયા સંગ્રહી વિશેષ રસમય બનાવ્યું છે.
વર્તમાનકાળના અધ્યાત્મ યુગપ્રવર્તક પરમ તત્ત્વજ્ઞા શ્રીમદ્ રાજચંદ્રના અનન્ય ભક્ત શ્રી લઘુરાજ સ્વામીશ્રીના ચગે, ધર્મપ્રાપ્તિ માટે વિષમ એવા આ કળિકાલમાં, આમાથી મુમુક્ષુઓ માટે, મતમતાંતર રહિત, નિજ શુદ્ધસ્વરૂપ સાધનાથે સત્સમાગમ એગ્ય એવું આ શ્રી સનાતન જૈન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમનું સ્થાન અસ્તિત્વમાં આવ્યું છે. જ્યાં ભિન્ન ભિન્ન સંપ્રદાય અને દર્શનના જિજ્ઞાસુ જ એક આત્માથે એકત્ર થાય છે. આ સ્થાનના અધિષ્ઠાતા પરોપકારી શ્રી લઘુરાજસ્વામીશ્રીના ગુણાકર્ષણે ખેંચાઈ બ્ર. સીતલપ્રસાદજીનું