________________
પહેલી આવૃત્તિનું નિવેદન
(નારા છદ) “અનંત સૌખ્ય નામ દુખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા! ઉધાડ ન્યાય નેત્રને, નિહાળ રે! નિહાળ તું, નિવૃત્તિ શીટ્ટમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.”
- શ્રીમદ રાજચંદ્ર જીવ પિતાને ભૂલી ગયેલ છે અને તેથી સસુખને તેને વિયેગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.”
- શ્રીમદ રાજચંદ્ર આત્માના અસ્તિત્વની આસ્થાવાળાં દર્શનના ઉપદેશને સામાન્ય સૂર જોઈશું તે જણાશે કે “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (શ્રીમદ્ રાજચંદ્ર). આત્મા-અનાત્માના ભેદનું સાચું જ્ઞાન થવું એ સત્સુખ પ્રાપ્તિનું પ્રથમ કારણ છે. સુખ એ આત્માને ગુણ છે. આત્મા સિવાયના અન્ય કઈ પદાર્થોમાં સુખ નામને ગુણ નથી, પણ અનાદિના સ્વસ્વરૂપના અજ્ઞાનને લીધે ભ્રાંતિથી આ જીવે અન્ય પદાર્થોમાં સુખ કલ્પી–તે અન્ય પદાર્થોમાંથી સુખની પ્રાપ્તિ થવા અર્થે અનેક પ્રકારે અત્યંત પ્રયત્ન કર્યો પણ તે સૌ પ્રયત્ન રેતીમાંથી તેલ મેળવવાની સમાન નિષ્ફળ ગયા.
પરપદાર્થોના સ્વરૂપનું સાચું ભાન થાય, પરપદાર્થોમાંથી