________________
વારંવાર અત્ર આવવું થતું. શ્રી બ્રહ્મચારીજીનું વિશાળ શાસ્ત્રવાંચન અને ૫૦ ઉ. પૂ. સ્વામીશ્રીના નિજ શુદ્ધાત્માનુભવરસથી ઓતપ્રેત અધ્યાત્મ ઉપદેશના શ્રવણને આનંદ આજે પણું મરણ થતાં ઉલ્લાસ આપે છે. આવા સમાગમના પ્રસંગમાં પૂર ઉ. સ્વામીશ્રીએ બ્ર. સીતલપ્રસાદજીને પ્રેરણ કરી કે પરમ પુરુષના અનેક ગ્રંથમાંથી દેહન કરી એક ગ્રંથ તૈયાર થાય તે આત્માથીઓને ઉપયોગી થાય. આ સૂચના સહર્ષ સ્વીકારી લઈ જે પ્રયત્ન બ્રસીતલસાજીએ કે તેના ફળસ્વરૂપ આપણને હિંદી ભાષામાં સહજસુખ સાધન ગ્રંથ પ્રાપ્ત થશે. એ ગ્રંથની પ્રેસપી બ્ર. સીતલપ્રસાદજીએ ૫૦ ઉ. સ્વામીશ્રીના હસ્તમાં આપતાં તેઓશ્રીએ એનું આઘંત શ્રવણ કર્યું. મુમુક્ષુઓને સમજવામાં વિશેષ સરલ થાય એ હેતુથી એ હિંદી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી છપાવવાની સૂચના કરી, જે શિરસાવધ માન્ય કરી ભાઈભાગભાઈએ પ્રથમના અર્ધા ભાગનું ભાષાતર તૈયાર કર્યું અને બાકીના પાછળના અધ ભાગનું ભાષાંતર ભાઈ રાવજીભાઈએ કર્યું. હિંદી સવૈયાનું પણ ગુજરાતી કરવામાં આવ્યું છે.
સંવત ૧૯૯૨ માં હિંદીમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ ૫૦ ઉ૦ સ્વામીશ્રીની સૂચનાનુસારે ગુજરાતીમાં જલદી પ્રસિદ્ધ થાય એવી બ્ર. સીતલપ્રસાદજીની વારંવાર પ્રેરણા છતાં કેટલાંક કારણે અત્યાર સુધી અપ્રગટ રહેલ તે આજે પ્રસિદ્ધ કરી ૫૦ ઉ૦ શ્રી લઘુરાજ સ્વામીશ્રીની સૂચના પ્રેરણાને મૂર્ત સ્વરૂપ આપતાં આનંદ થાય છે. પણ સાથે એક વાતને મનમાં રચ પણ રહી જાય છે કે ૫૦ ઉ૦ સ્વામીશ્રી તથા