________________
૩૩૪
મેક્ષપથ ગાહકે વેશરી વિલાયતકી, ઐસી શુદ્ધ ભાવના અખંડ ધાર ઢરી હૈ. ૮૭
સુક્તમુક્તાવલી. શુદ્ધાત્મ ભાવના કષાયના ઉપશમસ્વરૂપ પ્રશમ ભાવને પુષ્ટિદાયક અમૃતની ધારા સમાન છે, જ્ઞાનરૂપી વનને સિંચવાને પાણીથી છલોછલ ભરેલી નદી સમાન છે, ચંચલ ઈદ્રિયરૂપી હરણીને બાંધવાને જાળ સમાન છે, કામરૂપી દાવાનલને બુઝાવવાને વરસાદના ઝાપટા સમાન છે, અતિ બળવાન કષાયરૂપી પર્વતને ભેદવાને વજમય ગદા સમાન છે, સંસાર સમુદ્રને તારવાને માટી નાવ સમાન છે, મુક્તિમાર્ગ કાપવાને ઉત્તમ વિદેશી અશ્વ સમાન છે, એવી શુદ્ધાત્માની ભાવનાની અખંડ પ્રવાહ૩૫ પરિણતિ આવી છે.
કવિત આલશ ત્યાગ જાગ નર ચેતન,
બલ સંભાર મત કરહુ વિલંબ ઈહાં ન સુખ લવલેશ જગતમહિં,
નિબ વિરષ લગે ન અંબા તાત તુ અંતર વિપક્ષ હર,
કર વિલક્ષ નિજ અક્ષકદબ; ગહ ગુન જ્ઞાન ઐઠ ચારિતરથ, દેહુ મેષ મગ સન્મુખ બંબ ૩
(૩) સુમુક્તાવલી. હે ચેતનપ્રાણી! પ્રમાદ ત્યાગી જાગૃત થા. તારી આત્મશક્તિને નિહાળ. લેશ પણ વિલંબ ના કર. આ સંસારમાં લેશ પણ સુખ નથી. લીંબડાના વૃક્ષને આમ્રફળ આવતાં નથી, તેથી તારા અંતરના શત્રુરૂપ વિપર્યાસ-મિથ્યાત્વને દૂર કર અને ઇકિયેના સમૂહની ઉપેક્ષા કર, તેને જ્ય કર. સમ્યજ્ઞાન ગુણની પ્રાપ્તિ કર, ચારિત્રરૂપ રથ ઉપર આરૂઢ થા અને મોક્ષમાર્ગ સન્મુખ દષ્ટિ કરી આગળ ધસ.