________________
ત્રણ હરિકીર્તન
–ગાયનમુક્ત કરે બ્રાહ્મણને વહાલા,! દૈવ આપણા કુળનું એ, ધનુર્વેદ શીખ્યા જે ગુરુથી એ જ પુત્ર રૂપે આ છે. સુજ બાળકના વિગ શેકે કરૂં જેમ હું કરુણ વિલાપ વીરપ્રસૂ એની જનનીને, હાય,થાય દારૂણ સંતાપ-મુક્ત કરે. પુત્ર એક છે એની ખાતર થઈ સતી ના એની માત, ગુરુપત્ની પણ માત તમારી ધર્મ વિચારે આજે નાથ. એમ કહીને પ્રણામ કરતી હતપુત્રા પણ સતી મહાન, સ્તબ્ધ થયા સર્વે એ સુણતા વિસ્મિત પોતે શ્રીભગવાન.
અનુષ્યમ્ તથાપિ ના ગમી આવી કરુણ ભડ ભીમને,
અહે દૂધ ઘટે પાવું શું ઝેરી કાળ સર્પને? વૃથા હણ્યાં સુતેલાને જેણે નિર્દોષ બાળને એવા ઉન્મત્ત પાપીને હણુ એજ ધર્મ છે.”
હરિગીત આ સૌમ્ય કારણું દ્રૌપદીથી, વૈરવહી ભીમને, એ ઉભય તત્ત્વ વિરોધથી સંદેહ ઉપજે ધર્મને ત્યાં કૃણુજી બોલ્યા અમી વરસાવતા મુખ કમળથી, “તત્ત્વજ્ઞ વહાલા પાર્થ, કર કર્તવ્ય બુદ્ધિવિવેકથી.”
અપરાધિ અધમ છતાંય દ્વિજ દેહાન્તદંડ કરાય ના, ને આતતાયી વધ્યને હણવાથી પાતક થાય ના; મુજ શાસ્ત્ર આજ્ઞા એ, પ્રતિજ્ઞા હારી, ગમતું ભીમનું, કર સર્વ પાલન સિદ્ધ ધાર્યું થાય પાંચાલી તણું.
–ગાયન– હરિના જને મર્મ જાણે હરિને, મણિ શીર્ષથી કાપી લીધે અરિને; પછી જીવતે સ્થાનેથી કાઢી મૂક્યો, મળ્યું ધૂળ જીવિત જે ધર્મ ચૂકે.
અનુષ્ટ્રમ્ સ્વજને યુદ્ધમાં જે જે મરાયા તેહ સર્વની, પાંડવોએ ક્રિયા કીધી શ્રદ્ધાથી શુદ્ધ ધર્મની.