________________
ફર૫
-
ત્રણ હરિકીર્તન ~
શાર્દૂલવિક્રીડિત વહાલી શકતણું કરું શમન હું એ બાળના કાળનું, લાવું મસ્તક છેદિ તે ઉપર તે બેશી કરે સ્નાન તું. એ સંકલ્પ કરી પ્રચંડ રથમાં બેસી ગુરુપુત્રને, ચાલ્યા અર્જુન વેગથી પકડવા સાથે લઈ કૃષ્ણને
અનુષ્ટ્રમ્ અશ્વત્થામા જુવે વેગે આવતો રથ દૂરથી, જાણું આવી બન્યું મારું હવે કઈ ગતિ નથી.
હરિગીત આ પ્રાણસંકટ જોઈને બ્રહ્માસ્ત્ર છોડયું બ્રાહ્મણે, અજુન ઉપર અતિચંડ તેજેરૂપ હણના કારણે આવે ધસંતું વજથી પણ અધિક કરતું ગર્જના, “યદુનાથ શું કરવું હવે” કહિ પાર્થ કરતો પ્રાર્થના. ભગવાન બોલ્યા “વીર 'મુંઝાવા તણું કારણ નથી, બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાનું જ્ઞાન તે એને નથી. તે મૂક તું બ્રહ્માસ્ત્ર હામુ ને ઉભય આકર્ષિ લે, આવે અરિ તુજ હાથ એથી સુલભ જય હારે થશે.”
સુગધરા ભીડ્યાં બ્રહ્માસ્ત્ર અને પ્રલય અનલથી ફાટિ જ્વાળા પ્રચંડ, જાણે આકાશ પૃથ્વી થર થર થથરે થાય બ્રહ્માંડ ખંડ. આજ્ઞા ભાગી પ્રભુની તુરત ઉભયને અને ખેંચી લીધા, અશ્વત્થામા તણું ત્યાં વિષમ ગતિ થઈ કારમાં કર્મ કીધાં.
અનુષ્ય મૃગેન્દ્ર સરખો વિપ્ર સ્વપાપે મૃગ થઈ ગયો, વિજ્યા વીરને હાથે બંધાવાન અરે થયે.
| શિખરિણી પ્રતિજ્ઞા લીધેલી અતિ કઠિણ તે પાલન કરી, સમ લાવીને ગુરુતનયને બંધન કરી; સતી પાંચાળી તે યદપિ અતિ શોકાકુલ હતી,
ચીરાયાં મર્મો ને નવ અવદશા દેખી શક્તી. se