________________
૬૨૪
ત્રણે હરિકીર્તન
પદ લાવણ કુરુક્ષેત્ર અતિ કરાલ ભાસે છાઈ રહી ત્યાં કોલ નિશા મહા પ્રલયની ઘોર ઘટાથી ભીષણ ભાસે સર્વ દિશા. અસંખ્ય વિરે સ્વર્ગે સિધાવ્યા અપ પ્રાણોનાં બલિદાન ગદાભગ્ન દુર્યોધન સૂતો પ્રયાણ કરવા તત્પર પ્રાણ.
સ્વકર્મના દરુણું પરિપાકે વશ તણાં ઊખેડ્યાં મૂળ કૂટ પ્રપ ગયા અંકળ ને મળ્યા મનોરથ સઘળા ધૂળ. રાજ્યલક્ષ્મી ગઈ ત્યજી વીરને અસ્ત પામિયાં તેજ પ્રતાપ શેષ અગ્નિની અંતિમ વાળા કરતી અંતરમાં સત્તાપ.
શાર્દૂલવિક્રીડિત એવે બ્રાહ્મણ એક કાળ સરખો એ સ્થાનમાં આવિયો, “અર્પે ભેટ નરેશ, પાંડવ તણું આ મસ્તકે લાવિયે. શાની અંતિમ અંગ્નિની અરિ તણાં આ રક્ત સાચી કરે. પામ વીરગતિ સુખેથી વરવા દેવાંગના સંચરે.”
અનુષ્યમ્ નિહાળ્યાં મસ્ત રાયે બે “ધિક્કાર હા હજે; શે અનર્થ કર્યો આ હે હણ્યાં નિર્દોષ બાળકે. વંશના અંકુરે મહારા છેદાયા કાળ હસ્તથી; અંજલી અર્પનારું કે હવે વંશે રહ્યું નથી.”
નિઃશ્વાસ દીર્ઘ સહ પ્રાણ ત્યજ્યા તૃપાળે દિલ્મઢ કાણસુત શન્ય ઉભો નિહાળે.
એ રાત્રિ એમ વહિને પ્રગટયું પ્રભાત જાણું થયું કપટ પાંડવ બાલઘાત.
હરિગીત ઉભરાય અંતર શોક તે મુખ નયનને માર્ગે વહે છેદાય જેના મર્મ દારુણુ વેદના તે કયમ સહે? વ્યાકુળ અને સંતાપદીના દ્રૌપદી વિલપંતી ને શાન્તી થવા અતિ શેકની આશ્વાસને અર્જુન કહે