________________
ત્રણ હરિકીર્તન
શાર્દૂલવિક્રીડિત ભૂમી રામદાંધ ભૂપતિ તણું ભારે પીડાતી હતી, તેને ભાર ઉતારિયો યદુવરે સંગ્રામના યોગથી. ગાંધારી વૃતરાષ્ટ્ર પાંડસુત ને પાંચાલિ શોકે ભર્યો, દીધે ધીરજધર્મ બોધ હરિએ સંતાપ સૌ વીસર્યો.
અનુષ્ય ધર્મનંદનને અપ વસુધા યદુનંદને; જગદીશ છતાં પોતે સદા આધીન સંતને.
વસંતતિલકા એ રીત ભક્તજનની હરિ લાજ રાખી, દ્વારામતી નગર જાય વિદાય માગી; પ્રસ્થાન બેસી રથમાંહિ કરે પ્રભુ જ્યાં, ત્રાહિ પ્ર” કરુણ શબ્દ સુણાય છે ત્યાં.
મંદાક્રાન્તા એવે આવી બહુ વિલાપતી ઉતરા ઊભી પાસે જાણે ઊભી મૃદુલ મૃગલી ત્રાસથી વ્યાધ ત્રાસે, “હા, હા, આવ્યુ મુજ ઉપર આ વેગથી વહિ બાણ આપે સ્વામી અભય અબળા યાચતી પ્રાણદાન.”
ભલે બાળે મને બાણ બચાવો મુજ ગર્ભને, પ્રાણુદાને સદા આપે આપ્યાં છે દીન સર્વને.” એવે અગ્નિભય બાણુ પાંચ ત્યાં ધસિ આવિયાં, સુદર્શન વડે પિતે પ્રભુએ છેદિ નાંખિયાં.
લાવણી-ગાયન હતે ગર્ભમાં એક જ અંકુર કૌરવ વશ તણે સુકુમાર, અગ્નિ અસ્ત્ર ત્યાં પ્રવેશ કરતું કરવા ગર્ભ તણે સંહાર; ઉભું સુદર્શન રક્ષણ કરવા વ્યાપે તી રૂપ મહાન, ભરે કેમ એ રક્ષક જેના અંતર્યામી શ્રીભગવાન, અપાર સંકટ પડ્યાં પાંડવો ઉપર એવાં વારંવાર, શ્રા વ્યાસે ભારતમાં ગાયાં વર્ણવતાં નવ આવે પાર,