________________
જય-ભાત મહાભારત
૫૪૯
rr
છે, એમાંથી ઉત્પન્ન થએલી ભ્રાન્તિ છે. એ ૮૮૦૦ શ્લાક તે મહાભારતના ફૂટ ક્ષેાક ''જેને અનુલક્ષીને વ્યાસજી કહે છે: “ ક્ષણૌ હોજસન્નस्राणि अष्टौ श्लोकशतानि च । अहं वेद्मि शुको वेत्ति सजयो યેત્તિ યા ન થા ।'' ફૂટ ક્ષેાકની સંખ્યાને મૂળ ગ્રન્થના àાકની સંખ્યા સાથે કંઈ સબન્ધ નથી. પણ રા. મ. વૈધે પોતે પણ એવી જ ભૂલ કરી છે. જે પ્રમાણને આધારે ૨૪૦૦૦ શ્લાકનું ભારત એમણે માન્યું છે તે પ્રમાણ સૂક્ષ્મતાથી તપાસીએ તે એમની કલ્પનાનું સમર્થન કરતું જણાતું નથી જ્યાં ૨૪૦૦૦ શ્લાક સંખ્યા અતાવી છે ત્યાં એ મૂળ ભારતની નહિ, પણ સક્ષિપ્ત ભારતની કહી છે. કારણ કે તે પછી તુરત આ કરતાં પણ ન્હાનું અનુક્રમણિકાધ્યાયમાં સંગ્રહેલું ૧૫૦ શ્લાકનું ભારત કહ્યું છે. અર્થાત્ અહીં સંદર્ભ જોતાં સ્પષ્ટ સંક્ષેપની જ વાત છે. અને આવા સંક્ષેપ કાગળ અને લખામણીની મુશ્કેલીના સમયમાં સ્વાભાવિક છે:
જ
આ રીતે જોતાં મકડાનલે અને વૈદ્યે મહાભારતના મૂળ અને વિસ્તારનાં જે માપ કાઢ્યાં છે તે પ્રમાણસિહ નથી. પરંતુ મહાભારત સમસ્ત એક જ સમયની કૃતિ હેાય એમ લાગતું નથી. ભાષા, વિસ્તાર, સંસ્કૃતિ આદિનું સ્વરૂપ જોતાં, એમાં ક્રમિક સ્તર છે એમાં શક નથી. પણ એ સ્તરનું રૂપ અને કદ હજી નક્કી કરી શકાતાં નથી. વિદ્યમાન મહાભારત સમસ્તને એક જ સમયે એક જ વ્યક્તિના મસ્તિષ્કમાંથી દારૂખાનાની હવાઈ માફક નીકળેલું માની શકાતું નથી. ભારત પ્રજાની એ અમૂલ્ય સમૃદ્ધિ ક્રમે ક્રમે વધતી ગઈ છે, પણ પ્રથમ ભરતકુળના ઇતિહાસ, ‘જય’; પછી બીજી કથાએ મળીને 'ભારત'; અને પછી ધાર્મિક ઉપદેશા મળીને મહાભારત' ——એમ ક્રમ માનવાનું કારણ નથી. આ સઘળાં તત્ત્વા સળીને થએલી એક ન્હાની કૃતિ કાળક્રમે એક બીજમાંથી વૃક્ષની પેઠે વિકસી અને વિસ્તરી હોય એમ જણાય છે. મૂળથી, ‘જય' તે પાંડવાના કૌરવા સામે જય જ નહિ, પણ ધર્મના અધમ સામે જય—અને તેથી જ એના આર્ભના Àાકમાં જે ‘જય'નું ઉદીરણ કરવાનું કહ્યું છે તેની સાથે ધાર્મિક મૂર્તિ નર અને નારાયણના સંમ્બન્ધ કર્યાં છે, છેક અન્ત સુધી ચૌ ધર્મસ્તતો નયા એમ ડી વગાડ્યો છે. અને પૂર્વોક્ત વિવિધ તત્ત્વાના સમુદાયમાં જેમ રસ છે તેમ એ પ્રત્યેકમાં પણ રસ છે. આના લાભ લઈ શ્રીયુત વાલજીભાઇએ પ્રત્યેક પર્વના કથાભાગના સાર સાદી, સરળ, ઘરગથ્થુ ગૂજરાતીમાં આપ્યા છે. આથી સઃ પર્જન પfr—એ તથ્યના અનુભવ કૌમારાવસ્થાના બાલક પણ કરી શકશે.
[વસન્ત, ચૈત્ર, સં. ૧૯૯૨ ]