________________
પપ૦
મહાભારતના પ્રધાન રસ
મહાભારતના પ્રધાન રસ મહાભારત સર્વ રસથી ભરપૂર છે, પરંતુ એમાં પ્રધાન રસ કયો? –અદ્ભુત, કે વીર, કે કરુણ, કે બીજે કઈ?
મહાભારતની વાર્તા ઐતિહાસિક લાગે છે, અને મૂળરૂપે જોતાં એ તેવી જ છે. બીજા કેટલાક ગ્રન્થામાં અલૌકિકતાથી વાચકને ચકિત કરવાને યત્ન હોય છે તે આમાં બહુ ભાગે નથી. કાવ્ય માત્રમાં કાંઈક ને કાંઈક તે અદ્ભુત રસની છાંટ હોય જ, કારણકે કવિની વાણી નિયતિકૃતનિયમરહિતા (કાવ્યપ્રકાશ) હોય છે, પણ તેટલાથી એને મહાભારતને પ્રધાન રસ ન કહેવાય.
મહાભારતની કથા વીરરસથી ભરેલી છે, અને એનું “જય” નામ મહાભારતના યુદ્ધમાં પાંડવોને જય થયો તે ઉપરથી પડેલું છે, અને મૂળ મહાભારત યુદ્ધાન્ત હતું એમ માનીએ તો એને રસ વીરરસ ગણું શકાય ખરે. પણ “જ” નામ, યુદ્ધમાં જય કરતાં, “ચતો ઘeતત ચા એમ ધર્મને જય સૂચવે છે એમ માનીએ તે એ વીરરસને સામાન્ય વીર ન માનતાં ધર્મવીર માનવાનું મન થાય. પણ ધર્મ ખાતર વિરતા દાખવવાને પ્રસંગ હોય ત્યાં જ ધર્મવીર (રસ) મનાય છે. પરંતુ જ્યાં બંને પક્ષ પિતાના હક કે સ્વાર્થ માટે લઢે અને એમાં જે પક્ષ સત્ય અને ધર્મને હેય તેને જય થાય, એ કાંઈ ધર્મવીર (રસ) ન કહેવાય.
અહીં મૂળ યુદ્ધને રસ વીરરસ છે અને યુદ્ધમાં બંને પક્ષ વીરતાથી લઢયા, માટે મહાભારતને મુખ્ય રસ યુવીર છે એમ સાદી રીતે માનીએ. પણ એ વીરરસ સાથે ભવ્ય કરુણરસ ભળે છે. યુદ્ધમાં ધર્માવલી પાંડવેએ કે જય મેળવ્યો એ કહેવાને અંગે વિવિધ યેહાઓનાં પરાક્રમ વર્ણવ્યાં છે એ ખરું; પણ એ તે અનેક છે, એ અનેકતાની પાછળ એકતા શી છે? “ધર્મો જય, અને પાપે ક્ષય” એ જ. એ ક્ષય કરુણરસથી ભરપૂર ન હોત, અને માત્ર વીરરસનાં પરાક્રમેને જ પરિણામે થયો હત, તે મહાભારત જેવું અસાધારણ કાવ્ય ગણાય છે તેવું ન ગણુત.
ધતરાષ્ટ્ર દુર્યોધન વગેરે પિતાના પુત્રની દુષ્ટતા જાણે છે–મસ્ત્રીઓ સાથે મન્ત્રણ કરીને યુધિધિષ્ઠિરને યૌવરાજ્ય આપનાર એ પોતે જ હતેપણ આખરે “નામ”ના નેહપાશમાં પડેલો હાઈ એમને એ કાંઈ